Home /News /surat /સુરતીઓ આનંદો! સ્વચ્છ સર્વેક્ષણ-2020માં 14માં ક્રમેથી છલાંગ મારી દેશમાં બીજે ક્રમે પહોંચ્યું સુરત

સુરતીઓ આનંદો! સ્વચ્છ સર્વેક્ષણ-2020માં 14માં ક્રમેથી છલાંગ મારી દેશમાં બીજે ક્રમે પહોંચ્યું સુરત

ફાઈલ તસવીર

સ્વચ્છતા સર્વેક્ષણ જાન્યુઆરી 2020માં હાથ ધરવામાં આવ્યું હતું. આ વખતે સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધામાં ફોર્મેટ અગાઉની તુલનામાં ભિન્ન હતું.

સુરતઃ સ્વચ્છ સર્વેક્ષણ-2020નું (Clean Survey 2020) પરિણામ આજે  જાહેર થયું હતું. સુરત મનપાએ (SMC) 100000થી વધુ વસ્તી ધરાવતાં કુલ 4421 શહેરો અને 1 લાખથી વધુ વસ્તી ધરાવતાં કુલ 485 શહેરોની કેટેગરીમાં સ્વચ્છ શહેર (clean city) તરીકે આખા દેશમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કર્યુ છે. સુરત (surat) મનપા માટે અને સમગ્ર ગુજરાત (Gujarat) માટે આ ગૌરવપૂર્ણ બાબત છે. છેલ્લાં બે સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત મનપા છેક 14માં ક્રમે ફેકાય ગયું હતું.

જાકે, મનપા કમિશનર પાની અને આરોગ્ય વિભાગની ટીમે ભાજપ શાસકો સાથે સંકલન કરી સ્વચ્છતા સર્વેક્ષણ સંલગન કામગીરીમાં ખૂબ જ મહેનત કરી હતી અને આજે આ મહેનતનું પરિણામ સુરત મનપાની ટીમને મળ્યો છે. મેયર અને મનપા કમિશનરે આ અભૂતપૂર્વ સિદ્ધિનો જશ શહેરીજનો તથા સફાઇકામદારથી લઇને મનપાની સમગ્ર ટીમને આપ્યો છે અને અભિનંદન પાઠવ્યા છે.

સ્વચ્છતા સર્વેક્ષણ જાન્યુઆરી 2020માં હાથ ધરવામાં આવ્યું હતું. આ વખતે સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધામાં ફોર્મેટ અગાઉની તુલનામાં ભિન્ન હતું. કુલ 6000 ગુણ નિર્ધારિત કરાયા હતા. 100000થી વધુ વસ્તી ધરાવતાં નાના ટાઉન, નગરપાલિકા, શહેરો વગેરે સહિત કુલ 4421 શહેરોએ ભાગ લીધો હતો. આજે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ મારફતે સ્વચ્છતા સર્વેક્ષણ-2020ના પરિણામની જાહેરાત કેન્દ્રિય મંત્રી હરદિપસિંહ પૂરીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (PM modi) અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાનાર હતો પરંતું વડા પ્રધાન કોઇ કારણસર ઉપસ્થિત રહી શક્યા નહોતા. ગાંધીનગર ખાતે આયોજીત વર્ચ્યુઅલ પ્લેટફોર્મ મારફતે એવોર્ડ સમારોહમાં સુરત મનપા વતી મેયર ડો. જગદીશ પટેલ, મનપા કમિશનર બંછાનિધિ પાની અને ડેપ્યુટી કમિશનર (હેલ્થ) ડો. આશિષ નાયક હાજર રહ્ના હતા. સ્વચ્છ સર્વેક્ષણ-2020 અંતર્ગત ૧ લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં સુરત શહેરને સમગ્ર દેશમાં દ્વિતિય ક્રમાંક પ્રાપ્ત થયો છે. સુરત મનપાને ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગમાં 5 પ્રમાણપત્ર પણ પ્રાપ્ત થયું છે.

આ પણ વાંચોઃ-3 Idiots ફિલ્મ જેવી ઘટના! ચાલુ ટ્રેનમાં પ્રસુતિ પીડા ઉપડતા ફોન ઉપર સલાહ લઈને મહિલા પોલીસે કરાવી સફળ ડિલિવરી

આ પણ વાંચોઃ-72 કલાક એકલા હાથે ચીની સેના સાથે લડનાર સૈનિક, જેની આત્મા હજી પણ સરહદની કરે છે સુરક્ષા

40 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં સુરત શહેરને સૌથી વધુ ગુણ પ્રાપ્ત થયા છે.  સુરત મનપાને કુલ 6000 ગુણમાંથી 5519 ગુણ પ્રાપ્ïત થયા છે. રીડ્યૂસ અને ગાર્બેજ રીસાઇકલમાં સુરત મનપાની કામગીરી અન્ય શહેરોની તુલનામાં ખૂબ જ નોધપાત્ર રહી છે. ડાયરેક્ટ નિરીક્ષણની કેટેગરીમાં મનપાને 100 ટકા ગુણ પ્રાપ્ત થયા છે.

આ પણ વાંચોઃ-કેરળઃ ગર્ભવતી હાથણીના મોતની ઘટનાના બાદ ગર્ભવતી ભેંસની હત્યા, છ લોકોની ધરપકડ

સુરત મનપા માટે આ ખૂબ જ મોટી સિદ્ધિ છે
સ્વચ્છતા સર્વેક્ષણ-2016માં સુરત મનપાને 4થો ક્રમ સ્વચ્છતા સર્વેક્ષણ-2017માં સુરત મનપાને 6ઠ્ઠો ક્રમસ્વચ્છતા સર્વેક્ષણ-2018માં સુરત મનપાને 14મો ક્રમસ્વચ્છતા સર્વેક્ષણ-2019માં સુરત મનપાને 14મો ક્રમ સ્વચ્છતા સર્વેક્ષણ-2019માં સુરત મનપાને બેસ્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કેટેગરીમાં એવોર્ડ સ્વચ્છતા સર્વેક્ષણ-2020માં સુરત મનપાને દેશમાં બીજો ક્રમ

વીડિયોમાં જુઓ દેશભરના તમામ મુખ્ય સમાચાર
" isDesktop="true" id="1014206" >

મનપાનો ઓવરઓલ વિવિધ કેટેગરીમાં દેખાવ કેટેગરી કુલગુણ પ્રાપ્ત ગુણ
સર્વિસ લેવલ પ્રોગ્રેસ 1500 1350.27
સર્ટિફિકેશન સ્કોર 1500     1300
ડાયરેક્ટ નિરીક્ષણ 1500 1500
સિટીઝન ફીડબેક 1500 1369.32
કુલ ભારાંક  6000 5519.59
First published:

विज्ञापन