Home /News /surat /વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ચાર ગુનામાં વોન્ટેડ આરોપીને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો 

વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ચાર ગુનામાં વોન્ટેડ આરોપીને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો 

સુરત ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

Surat Crime Branch Police: સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવામાં આવી રહ્યા છે.અંકલેશ્વર ડિવિઝન વિસ્તારના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ચાર ગુનામાં વોન્ટેડ રીઢા આરોપીને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
સુરત: સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવામાં આવી રહ્યા છે.અંકલેશ્વર ડિવિઝન વિસ્તારના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ચાર ગુનામાં વોન્ટેડ રીઢા આરોપીને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ભાગતા ફરતા આરોપીને પકડવા બાબતે એક ડ્રાઈવનું આયોજન કર્યું છે. ત્યારે નાસતા ફરતાં સ્કોડના પોલીસના માણસોને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ભેસ્તાન આવાસ ઓવર બ્રિજ નજીક વોચ રાખીને આરોપી રામસુરત યાદવની ધરપકડ કરી છે.

વોન્ટેડ આરોપીની પોલીસે કરી ધરપકડ


આરોપી ભેસ્તાન આવાસમાં રહેતો હતો અને મૂળ તે ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે જે આરોપી પકડાયો છે તે પોતાના સાગરીત નરપતસિંહ ચારણ સાથે મળીને અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં રેકી કરીને જે જગ્યા પર વીજ ટ્રાન્સફોર્મર લાગ્યા હોય ત્યાં ચોરી કરવાનો પ્લાન બનાવતો હતો. ત્યારબાદ તે રાત્રિના સમયે બ્રિજ ટ્રાન્સપોર્ટરને તોડી તેમાંથી કોપર કાઢી લેતો હતો અને ભંગાર ઊંચા ભાવે વેચી દેતો હતો.

આ પણ વાંચો: ડોલર કમાવા ગયેલા નીરવની દર્દભરી દાસ્તાન, ટાર્ગેટ પૂરો કર્યા વિના જમવાનું પણ નહોતું મળતું

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની કાર્યવાહી


પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપી સામે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ત્રણ અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે. આરોપીય વર્ષ 2007થી 2012 દરમિયાન સુરતમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપ્યો છે. તે અગાઉ સુરતના લિંબાયત, પુણા, ઉધના, પાંડેસરા તેમજ સુરત જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 38 જેટલા વીજ ટ્રાન્સફોર્મરની ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.

આ પણ વાંચો: વલસાડમાં આખલાઓના યુદ્ધને કારણે લોકોના જીવ તાળવે ચોટ્યા, રખડતા ઢોરોને પકડવામાં તંત્ર નિષ્ફળ

પોલીસ વધુ તપાસ હાથ ધરી


ઉલ્લેખનીય છે કે, પોલીસ અત્યારે તપાસ કરી રહી છે કે, પકડાયેલા આરોપીઓ ભૂતકાળમાં કયા કયા ગુનામાં આવેલા છે અને કયા પ્રકારે આ ગુનાને આચરતા હતા. નોંધનીય છે કે, તપાસ દરમિયાન હજુ પણ અને ગુનાઓ ઉકલે તેવી આશંકા વ્યક્ત કરી છે. પરંતુ અંકલેશ્વર ડિવિઝન વિસ્તારના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ચાર ગુનામાં વોન્ટેડ રીઢા આરોપીને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં તે સરાહનીય કામગીરી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Surat news, Surat police, ગુજરાત