અંકલેશ્વરના ટોબેકોના (Tobacco trader) વેપારીને રિંગરોડ જૂની આરટીઓ કચેરી પાસે આવેલ ગોરસ હોટલમાં જમવાનું ભારે પડ્યું છે.વેપારી પરિવાર સાથે હોટલમાં જમતો હતો તે દરમિયાન અજાણ્યા શખ્સો તેમની ઈકો ગાડીનો (Eco car) કાચ તોડી અંદરથી રૂપિયા 1.70 લાખના મતાના સિંગારેટના (Cigarette) બે કાર્ટુન ચોરી (Stolen) કરી નાસી ગયો હતો. પોલીસે વેપારીની ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે. સુરત માં અંકલેશ્વર દીવા રોડ સાંઈ રેસિડન્સીમાં -2માં રહેતા અલ્કેશકુમાર નટવરલાલ મોદી (ઉ.વ.54) અંકલેશ્વરમાં ગોયા બજારમાં ડીકેન જનરલ સ્ટોરના નામથી તમાકુ અને સિગારેટનો વેપાર કરે છે.
અલ્કેશકુમાર ટોબેકોનો માલ હોલસેલના ભાવે સુરતમાં સિંગણપોર વિસ્તારમાં આવેલ વેરાયટી ટ્રેડર્સ અને વેરાયટી ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાંથી ઓર્ડર કરી મંગાવે છે. દરમિયાન ગત તા 7મીના રોજ અલ્કેશકુમાર પોતાની ઈકો ગાડી લઈને સુરત આવ્યા હતા અને વેરાયટી ટ્રેડર્સમાંથી ગોલ્ડ ફ્લેક અને બ્રિસ્ટોલ કંપનીના સિંગારેટના બે કાર્ટુન જેની કિંમત રૂપિયા 1,70,000 થાય છે તથા બીજા આર.ઍમ.ડી કંપનીના પન મસાલાના બે કાર્ટુન જેની કિંમત રૂપિયા 39,992 મળી કુલ રૂપિયા 2,09,922નો માલ સામાનની ખરીદ્યો હતો.
અલ્કેશકુમારે તમામ સામાન ડિક્કીમાં મુક્યો હતો. ત્યારબાદ બપોરના દોઢ વાગ્યે રિંગરોડ જુની આરટીઓ કચેરી પાસે આવેલ ગોરસ હોટલમાં જમવા માટે ગયા હતા. અલ્કેશકુમારે ઈકો ગાડી રોડની સાઈટમાં પાર્ક કરી હતી. અલ્કેશભાઈ, તેની પત્ની, ભાઈ અને ભાઈની પત્ની જમવા બેઠા હતા તે દરમિયાન કોઈ અજાણ્યાઍ તેમની ઈકોગાડીનો કાચ તોડી રૂપિયા 1,70,000ના મતાના સિંગારેટના બે કાર્ટુન ચોરી નાસી ગયો હતો.
અલ્કેશભાઈ જમીન બહાર આવ્યા તો ગાડીનો કાચ તુટેલો હતો અને સિગારેટના કાર્ટુન ચોરાયા હોવાનુ બહાર આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આમ એક વેપારીને હોટલનું જમણ 1.70 લાખમાં પડ્યું છે. વેપારીને સ્વપ્ન પણ ખ્યાલ નહીં હોય કે ભોજન કરતા કરતાં તેમનો માલ ગઠિયાઓ ચોરીને ફરાર થઈ જશે. જોકે, આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસ તપાસના અંતે જ ખબર પડશે કે કોણ ચોરી ગયું