Home /News /surat /

Surat Crime: સુરતમાં પોન્ઝી સ્કીમથી 16 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી આચરનાર માસ્ટમાઇન્ડ ઝડપાયો

Surat Crime: સુરતમાં પોન્ઝી સ્કીમથી 16 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી આચરનાર માસ્ટમાઇન્ડ ઝડપાયો

આ સ્કિમ આર.બી.આઈ. ની મંજુરી વિના રોકાણ કરવામાં આવ્યું હતું.

આ કૌભાંડ આચરનાર ગેંગના મુખ્ય સૂત્રધાર પોલીસ પકડતી છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો હતો ત્યારે પોલીસે બાતમીના આધારે આજે તેને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત (Surat)ના લોકોને અલગ-અલગ પોન્ઝી સ્કીમમાં લોભામણી સ્કીમો (Fraud Scam) બતાવી તેમા રોકાણ કરાવી વધુ પૈસાની લાલચ આપી 16.50 કરોડથી વધુ છેતરપિંડી (Fraud) કરનાર ઈસમો વિરુદ્ધ શહેરના તથા રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં ગુન્હાઓ દાખલ થયા હતા. આ કૌભાંડ આચરનાર ગેંગના મુખ્ય સૂત્રધાર પોલીસ પકડતી છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો હતો ત્યારે પોલીસે બાતમીના આધારે આજે તેને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના સુદામા ચોક, મોટા વરાછા, અમરોલી ખાતે રહેતો પ્રદિપ પ્રવિણભાઈ તેજાણી સાથે વિજયભાઈ લલ્લુભાઈ તેજાણીએ લકઝુરીયા બિઝનેસ હબ ડુમ્મસ રોડ સુરત ખાતે SPORT11 INFOTECH LTD. નામની કંપની શરૂ કરી હતી અને પોતાની વેબસાઈટ WWW.SPORT11LIVE.COM ની બનાવી હતી. તેમા ક્રિકેટ ફેન્ટસીના ઓથા હેઠળ પોન્જી સ્કીમ ચલાવી ગ્રાહકોને અલગ-અલગ લોભાવણી સ્કીમ આપી રોકાણ કરાવતા હતા.

આ પણ વાંચો- VIDEO: મહેસાણામાં શાળાએ જતા વિદ્યાર્થી પર ગાયનો હુમલો

આ સ્કિમ આર.બી.આઈ. ની મંજુરી વિના રોકાણ કરેલ રકમ ઉપર રોજના 1 % લેખે રીટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટ આપવાની લોભામણી લાલચો આપી આશરે 6000 જેટલા નાગરીકો પાસે રોકાણ કરાવી આશરે કુલ રૂ.16,50,00,000/- ની રકમનુ રોકાણ કરાવી 1 % લેખે રીટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટ આપવાનુ બંધ કરી દીધી હતુ. જેને લઈને આ ચીટર વિરુદ્ધ ભોગ બનનારાઓએ ગાંધીનગર ખાતે આવેલી cid crime સાથે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો- સીઆર પાટીલની નારાજગી વચ્ચે કેમિકલ કાંડ બાદ બોટાદ જિલ્લા ભાજપમાં નવાજૂનીના એંધાણ

પોલીસે આ મામલે તપાસ શરૂ કરતાની સાથે જ પ્રદીપ તેજાની ધરપકડ કરી લીધી હતી પણ આ ટોળકીના મુખ્ય સૂત્રધાર વિજય બીજાણીની ધરપકડ બાકી હતી અને પોલીસ પકડથી બચવા માટે છેલ્લા બે વર્ષથી પોલીસથી બચીને તે નાસ્તો ફરતો હતો. જોકે પોલીસે આ વ્યક્તિને પકડી પડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે વરાછા શિવશંકર પાર્વતી સોસાયટીના નાકેથી આરોપી વિજયભાઈ લલ્લુભાઈ તેજાણી (પટેલ) પોતાના ઘર નજીક આવેલો હોવાની વિગતના આધારે પોલીસે વોચ રાખીને ઝડપી પાડ્યો હતો.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Surat Crime, Surat Crime Latest News, Surat crime news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन