Home /News /surat /સુરતના માંડવી તાલુકાનું 'ચૂડેલ' બન્યું ચંદનપુર! જાણો ગતિશીલ ગુજરાતના ગમાડાઓના અવનવા નામ વિશે!

સુરતના માંડવી તાલુકાનું 'ચૂડેલ' બન્યું ચંદનપુર! જાણો ગતિશીલ ગુજરાતના ગમાડાઓના અવનવા નામ વિશે!

ચૂડેલ ગામ

Gujarat Unique Villages: ગુજરાતમાં આશરે લગભગ 18 હજારથી પણ વધારે ગામડાઓ આવેલા છે. ગામોના અજીબ પ્રકાર નામો માટે ગુજરાતની ખ્યાતિ જગ જાહેર છે. માંડવીમાં આવેલું છે અજીબ નામ વાળું ચૂડેલ ગામ, જેનું નામ હવે બદલીને ચંદનપુર કરવામાં આવશે.

    Gujarat Unique Villages: ગુજરાતમાં ઘણા ગામડાઓના નામ ખૂબ જ અજીબ પ્રકાર છે. જેના નામ વાંચી કે સાંભળીને કોઈવાર હસવાનું આવે તો ઘણીવાર ડરી પણ જવાય છે. ત્યારે સુરતના માંડવી તાલુકાનું એક ગામ છે જ્યાં મહિલાઓ ખૂબ જ ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકાઈ જાય છે. કારણ કે, આ ગામનું નામ 'ચૂડેલ' રાખવામાં આવેલું છે. આવા નામથી સામાન્ય લોકોમાં ભારે ભય રહેતો હોય છે.

    ચૂડેલ ગામનું નામ ચંદનપુર કરવા પ્રસ્તાવ મૂકાયો


    આ ગામનું નામ બદલવા માટે ત્યાંના સાંસદ પ્રભુ વસાવાએ જિલ્લા પંચાયતમાં દરખાસ્ત પણ મોકલી હતી. આ અંગે સંસદમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ બાબત રાજ્ય સરકારની હોવાથી ગુજરાત સરકાર સમક્ષ તેની રજુઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ચૂડેલ ગ્રામ પંચાયતે આ ગામનું નામ ચંદનપુર કરવાની દરખાસ્ત કરી હતી. જ્યારે ગુરૂવાર જિલ્લા કક્ષાની જિલ્લા પંચાયત મળી હતી, જે સભામાં ચૂડેલ ગામનું નામ ચંદનપુર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: કર્ણાટકની ઐતિહાસિક મસ્જિદમાં ભીડે ઘુસીને કરી પૂજા

    ગુૃજરાતમાં 18 હજારથી પણ વધારે ગામડાઓ આવેલા છે


    કહેવાય છે કે, સાચુ ભારત ગામડાઓમાં જ રહે છે. માહિતી પ્રમાણે ગુજરાતમાં આશરે લગભગ 18 હજારથી પણ વધારે ગામડાઓ આવેલા છે. ગુજરાતમાં વર્ષ 2011માં કરવામાં આવેલી વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં કુલ 57 ટકા વસ્તી ગામડાઓમાં વસે છે. પરંતુ કહેવાય છે કે, ગામડાઓમાં ઘણા રહસ્યો પણ છુપાયેલા હોય છે. ગુજરાતની ગામડાઓના નામ પણ અજીબ પ્રકારના હોય છે, જે સાંભળી વિચાર આવે કે આવા પણ નામ વળી હોતા હશે. દાખલા તરીકે આ વાંચો - સિંગાપુર, શ્રીનગર, આલુ, ભીંડી, રાવલ, ગાંઠિયા, કૂકડી, ખાખરા, હાથી, માસા, મહાભારત, રામાયણ. આવા અજીબ નામો વાળા ગામ ગુજરાત રાજ્યમાં આવેલા છે.

    શાકભાજી અને કઠોળના નામો વાળા પણ ગામો આવેલા છે


    આ તો હજી કાઈ નથી, આ ઉપરાંત પણ ગુજરાતમાં એક જ જેવા નામના 55 નવાગામ, 39 રામપુરા, 35 કોટડા ગામ આવેલા છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં આવેલા જસદણ નજીક અજમેર, કેશોદ પાસે આવેલું ચંદીગઢ, ઝઘડિયા પાસે ઈન્દોર, પોરબંદર પાસે, શ્રીનગર, જામનગરમાં બેરાજા, ગોંડલ પાસે બાંદરા જેવા ગામોના નામ મોટા અને પ્રસિદ્ધ શહેરોના નામ જેવા છે. આટલુ જ નહીં ગુજરાતમાં શાકભાજી અને કઠોળના નામ પરથી પણ ગામોના નામ પાડવામાં આવેલા છે. જેમ કે, ખેડબ્રહ્મા પાસે તુવેર, વઢવાણા પાસે રઈ, દરસ્ક્રોઈ પાસે ભાત, નખત્રાણા પાસે તલ, ધારી પાસે જીરા, નાંદોદ પાસે ગુવાર, ખંભાળિયા પાસે ભીંડી.

    જમવાની વાનગીઓ પરથી પણ નામ રાખવામાં આવ્યા છે


    ગુજરાતના અમુક વિસ્તારોમાં તો જમવાની વાનગીઓ પરથી નામ રાખવામાં આવ્યા છે, જેમ કે, દ્વારકા નજીક બળદિયા અને લાડવા, ભૂજ પાસે ઢોંસા, ધ્રોલ પાસે ખાખરા, છોટાઉદેપુર પાસે ગાંઠિયા, માણાવદર પાસે શેરડી અને જેતપુર પાસે કાંદા ગામ આવેલું છે. આવા છે ગતિશીલ અને પ્રગતીશીલ ગુજરાતના અનોખા ગામડાં....!
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Villages, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन