સુરત: ચાઇનીઝ દોરીથી અનેક લોકોના ગળા કપાઇ રહ્યા છે અને અકસ્માતોના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરનારાઓએ ચેતવાની જરૂર છે. ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરનારાઓ સાવધાન થઇ જાય, કેમ કે ચાઈનીઝ દોરી વીજ તારને અડે તો જાનહાની થઈ શકે છે. આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ કલેક્ટરને રજૂઆત કરી છે. ચાઈનીઝ દોરી વીજ તારને અડે તો કરંટ લાગી શકે છે. સાથે જ ચાઈનીઝ દોરી વાપરનારાઓ સામે કાર્યવાહીની માગ કરવામાં આવી છે. ચાઈનીઝ દોરી તૂટવી પણ મુશ્કેલ હોય છે, ત્યારે પત્ર લખી રજૂઆત કરાઈ છે.
900 નંગ ચાઇનીઝ દોરીની રીલનો જથ્થો ઝડપાયો
બીજી બાજુ, અમદાવાદમાં પણ ચાઇનીઝ દોરી મામલે કાર્યવાહી હાધ ધરવામાં આવી રહી છે. અમદાવાદમાં ચાઇનીઝ દોરીના વેચાણ સામે કાર્યવાહી કરાઇ છે. દાણીલીમડા પોલીસે ચાઇનીઝ દોરી વેચાણ પર કાર્યવાહી કરી છે. પોલીસે 900 નંગ ચાઇનીઝ દોરીની રીલનો જથ્થો ઝડપી પાડયો છે. ફરીદા એપાર્ટમેન્ટમાં મકાનના ધાબા પરથી જથ્થો ઝડપી પાડયો છે. પોલીસ દ્વારા મહોમ્મદ કૈફ શેખ અને મોઈન નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
દાહોદમાં ચાઈનીઝ દોરીના વેચાણ મામલે પોલીસ એકશનમાં આવી છે. શહેરના પીંજરવાડા તેમજ ગોધરા રોડ ઉપર ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા એક પુરૂષ અને મહીલાને ઝડપી પાડવામાં આવી છે. પોલીસને જાવેદ પીંજારા પાસેથી ચાઈનીઝ દોરીના 3 ફીરકા અને ગોધરા રોડ પર જોશનાબેન સીસોદીયા પાસેથી ચાઈનીઝ દોરીના 8 ફીરકા મળી આવ્યા હતા.પોલીસે બન્નેને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.