mehali tailor: surat સુભાષચંદ્ર બોઝને આજે દરેક લોકો જાણે જ છે.દેશમાં ભયંકર મહામારી વચ્ચે જન્મેલા આ સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897માં થયો હતો. ત્યારે તેમના આ જન્મ જયંતી નિમિત્તે સુરતમાં ઠેર ઠેર તેની ઉજવણી કરવામાં આવી હતી. સુરતના નગર પ્રાથમિક શાળામાં પણ સુભાષચંદ્ર બોઝના જીવન આધારિત ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી.
100 થી વધુ ચિત્રો પ્રદર્શનમાં મુકવામાં આવ્યા
આ ચિત્ર સ્પર્ધાના વિદ્યાર્થીઓ દ્વારા દોરવામાં આવેલ ચિત્રોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ ચિત્રો પ્રદર્શન માં મુકવામાં આવ્યા હતા. નાના બાળકો દ્વારા પણ સુભાષચંદ્ર બોઝના ઘણા સુંદર ચિત્રો કાગળમાં કંડારવામાં આવ્યા હતા. આ સાથે સુભાષચંદ્ર બોઝના નારા \"તુમ મુજે ખૂન મેં તુમ્હે આઝાદી દુંગા\"અને \"જય હિન્દ\"સાથે અલગ અલગ થીમ પર સુભાષચંદ્ર બોઝના ચિત્ર દોરવામાં આવ્યા હતા.
સુરત શહેરની સાથે સુરત જિલ્લામાં પણ આ સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સ્પર્ધામાં દોરાયેલા બાળકોના ચિત્રો સ્કૂલ સિવાયના લોકો પણ જોઈ શકે તે માટે તેને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા.ચ
સુભાષચંદ્ર બોઝનું જીવન ચરિત્રમાંથી નિરંતર પ્રેરણા આપેએ આશય
ભારત આઝાદીના મહાનાયક નેતાજી સુભાષ ચંદ્ર પ્રત્યે દેશ આજે તેને નટ મસ્ત કે શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. અને આવનાર પેઢીને પણ આ સુભાષચંદ્ર બોઝનું જીવન ચરિત્રમાંથી નિરંતર પ્રેરણા આપે એ આશયથી આજે ઠેર ઠેર સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતી ઉજવવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર