Home /News /surat /સુરત : મોબાઇલમાં કાર્ટૂન જોતા જોતા ચોથા માળેથી બાળક પટકાયું, મોતનો વિચલિત કરતો CCTV Video આવ્યો

સુરત : મોબાઇલમાં કાર્ટૂન જોતા જોતા ચોથા માળેથી બાળક પટકાયું, મોતનો વિચલિત કરતો CCTV Video આવ્યો

સુરતની આ ઘટના તમામ માતાપિતા માટે ચેતવણીરૂપ છે. તમારા બાળકોને મોબાઇલ આપી અને તેને છૂટા મૂકવા જોખમી છે

Surat child Fallen from Fourth Floor : 55 કલાકની સારવાર અને 50 હજારનો ખર્ચ છતાં માતાપિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો, લિંબાયતના (Limbayat) હૃદય કંપાવી દેતા CCTV પણ સામે આવ્યા

સુરત :  માતા-પિતા (Parents) માટે ચોકાવનારી ઘટના સુરતમાં (Surat) સામે આવી છે જેમાં માત્ર બે વર્ષનું (Child) બાળક બારીમાંથી (fallen from Fourth Floor) નીચે પટકાતા મોતને ભેટયું (Child Death) હતું. પરંતુ આ બાળક બારીમાંથી કઈ રીતે પટકાયો તે જાણીને તમે ચોંકી ઉઠશો આ બાળક મોબાઇલમાં કાર્ટૂન (Watching Cartoon in Mobile)  જોતું હતું તે સમયે ચોથા માળે બારીમાંથી નીચે પટકાતા મોતને ભેટયું. જોકે હદય કંપાવનારી આ ઘટનાના ચોકાવનારા સીસીટીવી ફૂટેજ (CCTV Video of Surat child Waris ansari Fallen from Fourth Floor)  સામે આવ્યા છે. માત્ર એક મોબાઈલનાં પગલે માતા-પિતાએ પોતાનો એકનો એક દીકરો ગુમાવતા પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયું છે.

જો આપનું બાળક મોબાઈલ રમતું હોય તો તમારા માટે હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બની છે સુરતના લિંબાયત વિસ્તારમાં કે જ્યાં મોબાઇલમાં કાર્ટુન જોતા માત્ર 2 વર્ષના બાળકનું ચોથા માળેથી પટકાતા કરૂણ મોત નિપજયું... સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપ નગરમાં રહેતા વસીમ અન્સારી પોતે ટાઈલ્સ ફોલ્ડિંગનું કામ કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે તેમના પરિવારમાં પત્ની સાથે વારીસ નામનો એકનો એક દીકરો છે.

આ પણ વાંચો : સુરત : SMCની શિક્ષણ સમિતીના સભ્ય રાકેશ ભીકડીયાને જુગાર ભારે પડ્યો! 9 'ખેલી' ઝડપાયા

વસીમ ભાઈ નોકરી પર ગયા અને મોબાઇલે વ્હલસોયાનો ભોગ લઈ લીધો

ગત શનિવારના રોજ વસીમ સવારે નોકરી પર ગયા બાદ પત્નીએ દીકરા સાથે બપોરનુ ભોજન કરી દરવાજો બંધ કર્યા બાદ દીકરાને મોબાઇલમાં કાર્ટુન જોવા આપ્યો હતો અને તે વોશરૂમ ગઈ હતી જોકે પરત ફર્યા બાદ બાળક બેડ પર ન દેખાતા તે ચિંતામાં મૂકાઇ ગઇ હતી અને આ આસપાસ શોધખોળ શરૂ કરી હતી જો કે તેને બારીમાંથી નીચે જતા લોકોની ભીડ એકઠી થયેલી જોઈ હતી જેને લઇને તે તુરંત જ નીચે દોડી આવી હતી. જ્યાં લોકોએ તેને જણાવ્યું કે એક બાળક નીચે પટકાયું હતું તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે આ વાત સાંભળી મહિલાના પગ તળેથી જમીન સરકી ગઈ અને સમગ્ર ઘટનાની જાણ પતિને કરી હતી.

આ સીસીટીવી વીડિયો વિચલિત કરી શકે છે પરંતુ ચેતવણી માટે બતાવવો જરૂરી છે55 કલાક વારિસ જિંદગી મોત વચ્ચે ઝોલા ખાતો રહ્યો અંતે જંગ હારી ગયો

ચોથા માળેથી પટકાયા બાદ ઇજાગ્રસ્ત માસૂમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં 55 કલાક તેની સારવાર કરાઈ હતી તેમ છતાં તેને બચાવી ન શકાયું. આ હદય કંપાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેને જોઈ લોકોનું હૃદય પણ કાપી ઊઠે... સીસીટીવી ફૂટેજમાં દેખાઇ રહ્યું છે કે એક બાળક અચાનક જમીન પર પટકાયું અને પાસે ઉભેલા એક યુવકે તેને તરત જ ઉસકે લીધું અને તેના માથા પર હાથ ફેરવ્યો હતો. અને મહોલ્લાનાં લોકો બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા.

આ પણ વાંચો : કરૂણ ઘટના! બોડેલીમાં ઘરના આંગણે રમી રહેલા બાળક પર ટ્રકના પૈડા ફરી વળ્યા, માસુમનું રમતા રમતા મોત

સમગ્ર દેશમાં માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

જોકે આ બાળકનો જીવ બચી શક્યો નહીં. આ પરિવાર એક મહિના પહેલા જ એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા અને તેઓનો એકનો એક દીકરો હતો જોકે એકના એક દિકરાના મોતના પગલે પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયું છે. આ કિસ્સો સુરત નહીં પરંતુ સમગ્ર દેશના માતા-પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય..ત્યારે જો આપ આપના બાળકને મોબાઈલ રમવા માટે આપો છો તો તેની સાથે તેના પર નજર રાખવી પણ જરૂરી બની જાય છે નહીં તો એક સામાન્ય મોબાઈલ નાના બાળક માટે મોતનું કારણ બની શકે છે
Published by:Jay Mishra
First published:

Tags: Accident CCTV, Limbayat, Surat CCTV Video, Surat Crime, Surat news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन