Home /News /surat /Cyber Crime: લોકોને લોભામણી સ્કિમ બતાવી પૈસા ઠગનાર આરોપીનું એકાઉન્ટ સિઝ કરતા મળી મોટી રકમ

Cyber Crime: લોકોને લોભામણી સ્કિમ બતાવી પૈસા ઠગનાર આરોપીનું એકાઉન્ટ સિઝ કરતા મળી મોટી રકમ

'લોભિયા હોય ત્યાં ધૂતારા કદી ભૂખે નથી મરતા' આ કહેવત હોવા છતાં પણ લોકો છાસવારે છેતરાતા હોય છે.

સાયબર ક્રાઇમે આરોપીના બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરાવ્યા હતા એટલે 13 લાખ જેટલી રકમ પણ એકાઉન્ટમાં ફ્રીઝ થઈ હતી. પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે.

ક્રિપ્ટો કરન્સી (Crypto currency)માં રોકાણ કરાવીને સારું વળતર અપાવવાની લાલચ આપી વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી (Fraud) કરનારા આરોપીને સાયબર ક્રાઇમ (Cyber Crime in Surat) દ્વારા મહારાષ્ટ્રથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે (Surat Police) આરોપીએ છેતરપિંડી કરેલી 100 ટકા રકમ બેંક એકાઉન્ટમાં ફ્રીઝ કરાવી છે.

'લોભિયા હોય ત્યાં ધૂતારા કદી ભૂખે નથી મરતા' આ કહેવત હોવા છતાં પણ લોકો છાસવારે છેતરાતા હોય છે. સતત છેતરપિંડીની ફરિયાદો સુરતના સાઇબર સેલમાં આવી રહી છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે 22 જુલાઈ 2021 થી 30 સપ્ટેમ્બર 2021 દરમિયાન તેમના મોબાઇલમાં અલગ અલગ whatsapp નંબરથી કેટલાક મેસેજો આવ્યા હતા. અને તેમાં મેક્સ બોક્સ નામની કંપનીમાં ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી 10 થી 12 ટકા જેટલું વળતર મળે છે તેવી લોભામણી લાલચ આ વ્યક્તિને આપવામાં આવી હતી. તેથી ફરિયાદ કરનાર વ્યક્તિએ ત્રણ જેટલા આઈડી બનાવ્યા હતા અને ત્યારબાદ તેના બેન્ક એકાઉન્ટ માંથી તેને 8,08,900 કંપનીમાં જમા કરાવ્યા હતા.

આ પણ વાંચો- બોટાદ લઠ્ઠાકાંડની સુરતમાં અસર? લક્ઝરી બસના પાર્કિંગમાં યુવાન બેભાન અવસ્થામાં મળ્યો

ત્યારબાદ ફરિયાદી વ્યક્તિએ 1,24,600 વિડ્રો કરી લીધા હતા અને ₹6,84,300 રૂપિયા વિડ્રોલ કરી શક્યો ન હતો તેથી આ સમગ્ર મામલે ફરિયાદી એ સાયબર ક્રાઇમને ફરિયાદ નોંધાવી હતી અને સાયબર ક્રાઈમભેટ ટેકનિકલ સર્વેન્સના આધારે તપાસ કરીને 6,84,300 ની રકમ પડાવનાર રોહિત નંદેશ્વર અને રોહિત વાડકરની ધરપકડ મહારાષ્ટ્રમાંથી કરી હતી. મહત્વની વાત છે કે સાયબર ક્રાઇમે આરોપીના બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરાવ્યા હતા એટલે 13 લાખ જેટલી રકમ પણ એકાઉન્ટમાં ફ્રીઝ થઈ હતી. પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે.

આ પણ વાંચો- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

જોકે પોલીસે પકડાયેલા આરોપીની વધુ શરૂ કરી છે અને આ હિસાબ દ્વારા ભૂતકાળમાં કોની-કોની સાથે અને કેટલાની છેતરપિંડી કરવામાં આવી છે. એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં આ મામલે મોટા ખુલાસા થાય તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Crypto currency, Gujarati news, Surat Crime, Surat crime branch

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો