Home /News /surat /

સુરત: કાપડ વેપારીઓએ જાણવા જેવો કિસ્સો, ચરક લગાવવાના બહાને વેપારી સાથે આ રીતે થઈ લાખોની ઠગાઈ

સુરત: કાપડ વેપારીઓએ જાણવા જેવો કિસ્સો, ચરક લગાવવાના બહાને વેપારી સાથે આ રીતે થઈ લાખોની ઠગાઈ

પ્રતિકાત્મક તસવીર

ઠગ પિતા પુત્રએ વેપારીને ધમકી આપી કહ્યું, અમારો સંપર્ક કરવો નહીં, નહી તો, ટાંટીયા તોડી નાંખીશુ તેમ કહી જાનથી મારી નાખીશું

સુરત : રીંગરોડની ન્યુ લક્કી માર્કેટના વેપારી અને તેના મિત્ર પાસેથી ચરક લગાવવા માટે કુલ રૂપિયા ૧૫.૬૬ લાખનો સાડીનો માલ લીધા બાદ પઠાણ પિતા-પુત્રઍ માલ પરત નહી આપી બારોબાર માર્કેટમાં વેચી નાંખ્યો હતો અને વેપારીઓઍ પોતાના માલની ઉઘરાણી કરતા ટાટીયા તોડી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વેસુ સોમેશ્વરા સોસાયટી પાસે પુજા અભિષેક રેસીડેન્સીમાં રહેતા ૪૨ વર્ષીય કમલ સોહનલાલ અગ્રવાલ રીંગરોડની ન્યુ લક્કી માર્કેટમાં અનિતા ફેશનનના નામે સાડીનો ધંધો કરે છે. કમલભાઈ ૨૦૧૯માં જાવિદખાન ઉર્ફે બબલુ અને તેનો પુત્ર શાહિદ પઠાણ સંપર્કમાં આવ્યા હતા, બંને પિતા પુત્રએ સાડી ઉપર ચરક લગાવવાનું મોટા પ્રમાણમાં કામકાજ કરી છીએ, તથા સુરત ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તારમાં ઘણી મોટી મોટી પાર્ટીઓનું ચરક લગવવાનું કામકાજ કરતા હોવાની મીઠીમીઠી લોભામણી વાતો કરી હતી. જેથી ઠગ પિતા પુત્રની વાતોમાં આવી કમલ અગ્રવાલે ચરક લગવવા માટે સાડીઆનો માલ આપ્યો હતો.

આ પણ વાંચોસુરત: 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર પાડોશીને કોર્ટે છેલ્લા શ્વાસ સુધી આજીવન કારાવાસની સજા ફટકારી

બંને જણાએ સાડીઓ પર ચરક લગાવી માલ પરત કરી વિશ્વાસ કેળવ્યો હતો, ત્યારબાદ પિતા પુત્રોએ ગત તા ૨૩મી જુલાઈના રોજ કમલ અગ્રવાલ પાસેથી સાડી નંગ- ૪૭૫૪ જેની કિંમત રૂપિયા ૧૧, ૪૧, ૪૪૦ અને તેના મિત્ર સિધ્ધી વિનાયક સારીસના માલીક શ્યામ સુંદર રાઘેશ્યામ સરાફ પાસેથી સાડી નંગ- ૨૦૮૧ જેની કિંમત રૂપિયા ૫,૧૪,૧૩૦ મળી કુલ રૂપિયા ૧૬,૫૫,૫૭૦ના સાડીનો માલ ચરક લગાડવા માટે લીધો હતો, પરંતુ નક્કી કરેલા સમયમર્યાદામાં ચરક લગાવી સાડીઓ પરત નહી કરતા કમલ અગ્રવાલ અને શ્યામ સરાફ દ્વારા સાડીઓ પરત માંગતા પિતા પુત્રોએ માલ આપવામાં ગલ્લા તલ્લા કરી સમય પસાર કર્યો હતો.

તેમ છતાં વેપારી ઉઘરાણી ચાલુ રાખતા બંને પિતા-પુત્રોએ ગાળાગાળી કરી હતી માલ ભુલી જાઓ માર્કેટમાં વેચી નાંખ્યો છે. હવે અમારો સંપર્ક કરવો નહીં, નહી તો, ટાંટીયા તોડી નાંખીશુ તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે કમલ અગ્રવાલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Cheated, South gujarat news, Surat news, Textile traders

આગામી સમાચાર