Home /News /surat /સુરતમાં 3 મિત્રોએ માત્ર મોજશોખ માટે જવેલર્સની દુકાનમાં લૂંટ કરી, CCTV ફુટેજ આવ્યા સામે

સુરતમાં 3 મિત્રોએ માત્ર મોજશોખ માટે જવેલર્સની દુકાનમાં લૂંટ કરી, CCTV ફુટેજ આવ્યા સામે

સુરતમાં છેલ્લા લાંબા સમયથી ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે.

Surat Crime News: લૂંટારાઓ એક્શનમાં આવતાની સાથે દુકાનમાં રહેલી મહિલા માલિક પણ એક્શનમાં આવી ગઈ હતી અને પોતાની સત્તા અને બુદ્ધિનો ઉપયોગ કરી દુકાનમાં રહેલું એલારામ વગાડવાની સાથે આ લૂંટારુંઓ દુકાનમાંથી એક મંગળસૂત્ર લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

વધુ જુઓ ...
સુરત (Surat)ના ડિંડોલી વિસ્તારમાં આવેલા જ્વેલર્સના મોજશોખ માટે લૂંટ (Jewelers robbery) કરવા પહોંચેલા ત્રણ ઈસમોએ દુકાનદારને બંધક બનાવીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જોકે દુકાનમાં રહેલી મહિલા માલિકે એલાર્મ વગાડતા જ આરોપીઓને ભાગી જવાની ફરજ પડી હતી. જોકે સીસીટીવીમાં કેદ (CCTV Video) થયેલા આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડયા હતા. આરોપીઓમાંથી એક બાદ ગુનેગાર હોવાને લીધે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સુરતમાં છેલ્લા લાંબા સમયથી ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે, જેને લઇને પોલીસ હવે સતર્ક થઈને ગુનાખોરીને ડામવા માટેનો પ્રયાસ કરી રહી છે. તેવામાં આજે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ રંગીલા પાર્ક સોસાયટીના નાકા પર આવેલ કોઠારી જ્વેલર્સ આજે બપોરના સમયે ત્રણ જેટલા ઈસમો આવ્યા હતા અને સોનાની બુટી ખરીદવાનું કહી દુકાનદાર સાથે અડધો કલાક સુધી દુકાનમાં દાગીના જોતા રહ્યા હતા. ત્રણમાંથી એક વ્યક્તિએ મોકો જોઈને દુકાન માલિકને પકડી લઈને લૂંટ કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.



જોકે લૂંટારાઓ એક્શનમાં આવતાની સાથે દુકાનમાં રહેલી મહિલા માલિક પણ એક્શનમાં આવી ગઈ હતી અને પોતાની સત્તા અને બુદ્ધિનો ઉપયોગ કરી દુકાનમાં રહેલું એલારામ વગાડવાની સાથે આ લૂંટારુંઓ દુકાનમાંથી એક મંગળસૂત્ર લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. એલારામ વાગતાની સાથે જ સુરતની દોરી પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે લૂંટારૂઓ અડધા કલાક સુધી દુકાનમાં રહેલા હોવાને લઈને તે સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. અને તેની મદદથી ડિંડોલી પોલીસ સાથે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ નજીકના વિસ્તારમાંથી તમામ આરોપીઓને પોલીસે ઝડપી પાડયા હતા.

આ પણ વાંચો- ડોક્ટરે કર્યો એવો કાંડ કે પોલીસે ધરપકડ કરી

આરોપીઓ પાસેથી લૂંટ કરી લીધેલું મંગળસૂત્ર પણ પોલીસે કબજે કર્યું હતું. જોકે પકડાયેલા ત્રણેય આરોપી પોતાના મોજશોખ અને વાપરવા માટે રૂપિયાની જરૂર હોવાને લઈને આ લૂંટ કર્યા હોવાની કબુલાત કરી હતી. પકડાયેલા ત્રણમાંથી એક બાળ ગુનેગાર હોવાનું સામે આવતા પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. જોકે પકડાયેલા આરોપી ભૂતકાળમાં અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ પોલીસે શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: CCTV Video, Surat Crime, Surat Crime Latest News, Surat police, સુરત પોલીસ