Home /News /surat /સુરત : દુર્લભ ઘટના! 2.5 વર્ષના બાળકની બંને આંખે આવ્યા મોતિયા, જૂની સિવિલમાં નિશુલ્ક ઓપરે્શન થયું

સુરત : દુર્લભ ઘટના! 2.5 વર્ષના બાળકની બંને આંખે આવ્યા મોતિયા, જૂની સિવિલમાં નિશુલ્ક ઓપરે્શન થયું

Surat News : સુરતની જૂની સિવિલ હૉસ્પિટલમાં દુર્લભ બાળકોના મોતિયાની બિમારીનુ ઓપરેશન થયું

Surat News : સુરતની જૂની સિવિલ હૉસ્પિટલમાં બાળકને થતી મોતિયાની બિમારીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યુઃ ખાનગી હોસ્પિટલમાં જેનો ખર્ચ 70-80 હજાર થાય તે નિશુલ્ક થયું

સુરત : સુરતના ચોક બજાર સ્થિત જૂની સિવિલ (Surat Old Civil Hospital)  હોસ્પિટલ ખાતે મૂળ રાજસ્થાની (Rajasthan) પરિવારના અઢી વર્ષના બાળક લક્ષિતના મોતિયાનું આંખના ડો.ઋષિકુમાર માથુર દ્વારા સફળતાપૂર્વક નિઃશુલ્ક સર્જરી કરવામાં આવી હતી. ડો.ઋષિકુમાર માથુરે જણાવ્યું કે, 10,000 બાળકોએ એક બાળકમાં આવો કેસ જોવા મળે છે.      મૂળ રાજસ્થાની અને હાલ શહેરના ગોડાદરા વિસ્તારના માનસરોવર સોસાયટીમાં રહેતા લક્ષિતના પિતા પવન કાયત કાપડ માર્કેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ જણાવે છે કે, લક્ષિતના આંખમાં ખામી જણાતા ખાનગી હોસ્પિટલમાં બતાવતા બન્ને આંખોમાં મોતિયા હોવાનું નિદાન થયું હતું.

પવનભાઈ કહે છે કે, મારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવી મુશ્કેલ હતી, ત્યારે તેવા સમયે સ્લમ કમિટીના ચેરમેન અને કોર્પોરેટર દિનેશ રાજપુરોહિત તથા ગુજરાત નર્સિગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ ખાનગી હોસ્પિટલના તમામ રીપોર્ટ નિઃશુલ્ક કરાવ્યા હતા.

તેઓએ જ મને જુની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા માટે કહ્યું હતું. જેથી વહેલી તકે અમે લક્ષિતને લઈને જુની સિવિલ ખાતે બતાવીને ડો. માથુર પાસે સર્જરી કરાવી જેનુ આજે સફળ પરિણામ મળ્યું હોવાનું તેઓ જણાવે છે.

આ પણ વાંચો : સુરત : CM ભૂપેન્દ્ર પટેલનો Video, રાજ્યના વધુ એક મુખ્યમંત્રીની 'અડધી પીચે બેટિંગ'

નિઃશુલ્ક સર્જરી કરવામાં આવી

નિઃશુલ્ક સારવાર આપી મારા બાળકને નવી દ્રષ્ટિ આપવા બદ્દલ તમામ તબીબ સ્ટાફ અને સરકારનો અંતઃપૂર્વક આભાર માન્યો હતો. જુની સિવિલ ખાતે કાર્યરત અને અત્યાર સુધી 20થી 30 હજાર આંખોનું સફળ ઓપરેશન કરનાર ડો. ઋષીકુમાર માથુરે જણાવ્યું કે, લક્ષિતના બંને આંખમાં મોતિયાની તકલીફ છે તેમાંથી આજે જમણી આંખની સફળ અને નિઃશુલ્ક સર્જરી કરવામાં આવી છે.

આ પણ વાંચો : સુરત : ફાયર બ્રિગેડની જીવદયા દર્શાવતો Video, 100 ફૂટની ઊંચાઈએ ફસાયેલા કપિરાજનું રેસ્ક્યૂ

હોસ્પિ.માં સારવારનો ખર્ચ અંદાજિત રૂ.70.000 થી 80,000

જયારે ડાબી આંખની ટુંક સમયમાં સર્જરી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, આ 10,000 બાળકોમાંથી એક બાળકમાં આવો કેસ જોવા મળે છે. ખાનગી હોસ્પિ.માં સારવારનો ખર્ચ અંદાજિત રૂ.70.000 થી 80,000 જેટલો થાય છે. પરંતુ સરકારી હોસ્પિટલમાં અનુભવી તબીબી ટીમ તથા અદ્યતન ટેક્નોલોજીના સાધનો સાથે સફળ સર્જરી કરવામાં આવી છે. તેઓ કહે છે કે, જુની હોસ્પિટલમાં મોતિયાના દરરોજ ૨૫-30 થી વધુ જ્યારે વર્ષમાં 2500થી વધુ ઓપરેશન કરવામાં આવતી હોય છે એવું તેમણે ઉમેર્યું હતું.
Published by:Jay Mishra
First published:

Tags: ગુજરાતી સમાચાર, સુરત, સુરતના સમાચાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો