Home /News /surat /સુરતમાં કારમાંથી 75 લાખની રોકડમાં મોટો વળાંક? કોંગ્રેસ નેતા ભાગતા હોવાના સીસીટીવી આવ્યાં સામે

સુરતમાં કારમાંથી 75 લાખની રોકડમાં મોટો વળાંક? કોંગ્રેસ નેતા ભાગતા હોવાના સીસીટીવી આવ્યાં સામે

સીસીટીવી સામે આવતા મોટો ખુલાસો થઇ શકે છે.

Surat CCTV: આ સીસીટીવી કેમેરામાં દેખાઇ રહ્યું છે કે, એક વ્યક્તિ ભાગી રહ્યા છે. તેમને જોતા અનુમાન લગાવાવમાં આવી રહ્યું છે કે, તે કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક બી.એમ સંદીપ છે.

    સુરત: ગુજરાત ચૂંટણી પહેલા સુરતમાં કારમાંથી 75 લાખની રોકડ રકમ મળતા ચકચાર મચી જવા પામી છે. આ રૂપિયાનું કનેક્શન કોંગ્રેસ સાથે હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે આ કેસમાં મોટો ખુલાસો પણ સામે આવ્યો છે. જ્યાં કારમાંથી લાખોની રોકડ ઝડપાઇ ત્યારે તે વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાને પણ તપાસવામાં આવ્યાં હતા. જે સીસીટીવી કેમેરામાં કોંગ્રેસના નેતા બી.એમ. સંદીપ ભાગતા નજરે પડી રહ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રોકડ સાથે જે કાર ઝડપાઇ તેમાંથી પણ બી.એમ સંદીપનું આધારકાર્ડ જપ્ત કરવામાં આવ્યું હતું.

    સીસીટીવી કેમેરામાં કેદ


    આ સીસીટીવી કેમેરામાં દેખાઇ રહ્યું છે કે, એક વ્યક્તિ ભાગી રહ્યા છે. તેમને જોતા અનુમાન લગાવાવમાં આવી રહ્યું છે કે, તે કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક બી.એમ સંદીપ છે. જો આ વાત સાચી પડી તો ચૂંટણી પહેલા ગુજરાતનાં રાજકારણમાં મોટો હડકંપ મચી શકે છે.

    આ પણ વાંચો: 'તમારા મત એટલે ગુજરાતનાં ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી'

    શું હતો કેસ?


    આપને જણાવીએ કે. મહિધરપુરા વિસ્તારમાંથી મોડી રાત્રે મહારાષ્ટ્ર પાર્સિગની કારની ચૂંટણી પંચની ફલાઇગ સ્કવોડે તપાસ કરતા રોકડા 75 લાખ લાખ મળી આવ્યા હતા. ફલાઇગ સ્કવોડની તપાસ જોઇને ડ્રાઇવર સહિત ત્રણમાંથી એક વ્યક્તિ ફરાર થઇ ગયો હતો. પકડાયેલ ડ્રાઇવરની પુછપરછમાં તેણે જણાવ્યુ હતુ કે, આ રૂપિયા શ્રીરામ આંગડીયા પેઢીના છે. જોકે, આ આખો કેસ ઇન્કમટેકસના હવાલે કરી દેવાયો છે.


    બે ઝડપાયેલા આરોપીમાંથી એકનો કોંગ્રેસ સાથે છે સંબંધ


    ઝડપાયેલા બે આરોપીઓમાંથી ડ્રાઇવર ઉદય ગુર્જર ( રહે. નવી દિલ્હી ) અને સુરતનો મોહમ્મદ ફૈજ પકડાયો હોવાનું જાણવા મળ્યુ હતુ. જયારે ભાગી છુટેલા ઇસમનું નામ સંદીપ ખુલ્યુ છે. આથી સંદીપ પકડાય તો મોટું રહસ્ય ખુલી શકે તેમ છે. પકડાયેલ ડ્રાઇવરની પુછપરછ કરતા જણાવ્યુ હતુ કે, શ્રીરામ આંગડીયા પેઢીમાંથી રૂપિયા લેવા માટે જણાવ્યુ હતુ.



    ત્યારબાદ ફોન આવે તે મુજબ રૂપિયા આપવાના હતા. આથી આ રૂપિયા કોને અને કયાં પહોંચાડવાના હતા તે અંગે હજી સુધી રહસ્ય છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, ગુજરાત ચૂંટણી, સુરત

    विज्ञापन
    विज्ञापन