Mehali tailor, surat: સુરતની બે ગૃહિણીઓ દ્વારા એક પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવેલા પેઇન્ટિંગમાંથી મોટેભાગના પેઇન્ટિંગ ગૃહિણીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ પેઇન્ટિંગ એક્ઝિબિશન કિતના પટેલ અને જંખના વ્યાસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને મહિલાઓની ઉંમર પણ 50 વર્ષ છે જે બંને ગૃહિણી સાથે એક ચિત્રકલા શીખવતા ટીચર તરીકે પણ કાર્યરત છે. મહત્વની વાત તો એ છે કે અહીંયા પ્રદર્શિત કરવામાં આવેલા ચિત્ર એ માત્ર કોલેજની યુવતી અને ગૃહિણીઓ દ્વારા જ બનાવવામાં આવ્યા હતા. આ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં 40 જેટલા ચિત્ર રજૂ કરવામાં આવ્યા હતા.
આ ચિત્રો કોલેજ યુવતી દ્વારા અને ગૃહિણીઓ દ્વારા રજુ કરવામાં આવ્યા હતા.
જેમાં અલગ અલગ થીમ પર ગૃહિણીઓએ અલગ અલગ ચિત્ર બનાવ્યા હતા. આ દરેક ચિત્ર એ ફોટો ચિત્ર હતા. જેમાં વાઇલ્ડ લાઇફ ફોટો મૂર્તિના ફોટો અને કોઈક ફોટોગ્રાફર દ્વારા પ્રચલિત થયેલા ફોટોને કેનવાસ દ્વારા હુબહુ કાગળ પર ઉતારવામાં આવ્યા હતા. આ એક્ઝિબિશન માટે મહિલાઓ છેલ્લા ચાર મહિનાથી આ પેઇન્ટિંગ ઉપર કામ કરી રહી હતી. આ પેઇન્ટિંગ રજૂ થતાં દરેક ગૃહિણીના મોઢા પર એક અલગ ચમક જોવા મળી હતી અને તેમણે જણાવ્યું હતું કે તેમનામાં છુપાયેલું આ ટેલેન્ટ આજે પ્રદર્શનમાં મૂકવામાં આવતા પોતાના પર ગર્વ અનુભવ થાય છે. માત્ર ગૃહિણી માંથી પોતાની એક નવી છાપ અહીંયા જોવા મળે છે અને પોતે પણ એક આર્ટિસ્ટ તરીકે એક સુંદર પેઇન્ટિંગ રજૂ કરી શકે છે. આમાંથી ઘણી બધી મહિલાઓ એવી છે જેમણે કેટલાય સમયથી પોતાના પેઇન્ટિંગ ના શોખ ને દબાવી રાખ્યો હતો અને આ ચિત્રકલા ના ક્લાસમાં આવી ફરી આ શોખને બહાર લાવ્યા હતા.
અહીંયા કિંમત 20000 થી લઇ 30000 સુધીના ચિત્રો જોવા મળ્યા હતા
અહીંના દરેક ચિત્ર અતિશય સુંદર અને મનમોહક હતા અને આ ચિત્રની કિંમત 22,000 થી લઈ 30000 સુધી જોવા મળી હતી. આ ચિત્રમાં બર્ડ્સના ચિત્ર સંસ્કૃતિના ચિત્ર અને મોર્ડન આર્ટ ના ચિત્રો પણ જોવા મળ્યા હતા. વનિતા વિશ્રામ ખાતે આર્ટ ગેલેરીમાં રજૂ કરવામાં આવી હતી. અને મોટા પ્રમાણમાં લોકોએ આ એક્ઝિબિશન ની મુલાકાત લીધી હતી
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર