Home /News /surat /સુરતમાં હર્ષ સંઘવી બોલ્યા, 'વેપારી તમારો માલ લઈ જઈને ફોન નહીં ઉપાડે તો તેઓ શાંતિથી ઊંઘી શકશે નહીં'

સુરતમાં હર્ષ સંઘવી બોલ્યા, 'વેપારી તમારો માલ લઈ જઈને ફોન નહીં ઉપાડે તો તેઓ શાંતિથી ઊંઘી શકશે નહીં'

વિશ્વાસમાં વેપારીનો માલ લઈ જઈને ફોન ના ઉપાડે તે શાંતિ ઊંઘી શકશે નહીં: હર્ષ સંઘવી

Harsh Sanghvi on Textile Police Station In Surat: સુરતમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઈન્ટરનેશનલ ટેક્સટાઈલ એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે વેપારીઓની માગણી સંતોષવાની વાત કરી છે, તેમણે ટૂંક સમયમાં વેપારીઓને ટેક્સટાઈલ પોલીસ સ્ટેશન મળશે તેવું વચન આપ્યું છે.

વધુ જુઓ ...
    International Textile Expo Surat: સુરતમાં હર્ષ સંઘવીએ ઈન્ટરનેશનલ ટેક્સટાઈલ એક્સપોના ઉદ્ધાટન પ્રસંગે ટેક્સટાઈલના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને રાહત મળે તેવી વાત કરી છે. તેમણે દુનિયાભરમાં ખ્યાતી ધરાવતા સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગની વધુમાં વધુ પ્રગતિ થાય તે પ્રકારના પગલા ભરવાની વાત કરી છે. આ સાથે હર્ષ સંઘવીએ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની સુરક્ષા અને તેમની સમસ્યાઓના નિવારણ માટે ટેક્સ્ટાઈલ પોલીસ સ્ટેશન બનાવવાની માંગ સ્વીકારી હોવાની અને તેના પર કામ શરુ કરવાની વાત કરી છે.

    આ પ્રસંગે તેમણે કહ્યું કે, લોકોની વર્ષોથી માંગ રહી છે કે ટેક્સટાઈલ પોલીસ સ્ટેશન નવું બનવું જોઈએ. આ બજેટમાં આપણ ટેક્સટાઈલ પોલીસ સ્ટેશન માટે જોગવાઈ કરી છે. તેમણે કાર્યક્રમમાં વાત કરતા જણાવ્યું કે, આપણે આગામી દિવસોમાં નવું ટેક્સટાઈલ પોલીસ સ્ટેશન આપવા માટે જઈ રહ્યા છીએ. જેમાં 75 લોકોનો સ્ટાફ હશે.

    ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આવનારા દિવસોમાં ટેક્સટાઈલમાં કોઈ છેતરપિંડીનો કેસ બનશે તો તેની કામગીરી આ પોલીસ સ્ટેશનમાંથી જ પૂર્ણ થશે, તમને સૌ કોઈને તેનો લાભ મળશે. બહારના રાજ્યોમાંથી વેપારીઓ કાપડના ઉદ્યોગ માટે સુરત આવતા હોય છે અને તેમની સાથે છેતરપિંડીના કિસ્સા બનતા અટકાવી શકાય તે માટે આ પોલીસ સ્ટેશનને મહત્વની જવાબદારી સોંપવામાં આવશે.

    SME સેક્ટરને વેગ મળે તે ઉદ્દેશ્ય સાથે સુરતમાં બે દિવસના ઈન્ટરનેશનલ ટેક્સટાઈલ એક્સોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોમાં હર્ષ સંઘવી દ્વારા સુરતના કાપડના વેપારીઓની સુરક્ષાની વાત કરવામાં આવતા વેપારીઓએ પણ ખુશી વ્યક્ત કરી છે. બીજી તરફ જે વચન એક્સપો દરમિયાન સંઘવીએ આપ્યું છે તેના પર ઝડપથી કામગીરી કરવામાં આવે તેવું પણ વેપારીઓ ઈચ્છી રહ્યા છે.

    ઉત્તરાયણમાં પતંગથી લોકોના ગળા કપાય નહીં તે માટે મનોજ ભાવસારની સેવા

    કાપડના વેપારીઓની મદદ કરવા હર્ષ સંઘવી કટિબદ્ધ


    હર્ષ સંઘવીએ કઈ રીતે વેપારીઓની છેતરપિંડીના કારણે ઊંઘ ઉડી જતી હોય છે તે અંગે વાત કરતા જણાવ્યું હતું કે, વિશ્વાસમાં વેપારીઓ એક બીજા સાથે ધંધો કરતા હોય છે. આપણે ત્યાં કોઈ બીજા રાજ્યનો વેપારી આવ્યો હોય અને લાખો રૂપિયાનો માલ વિશ્વાસમાં જ્યારે આપ્યો હોય અને એ વેપારી જ્યારે સુરતથી પાછા જાય અને તમારો ફોન ના ઉપાડે તો તે શાતિથી ઊંઘી શકશે નહીં તેની ચેલેન્જ હું તમને આપું છું.

    " isDesktop="true" id="1315473" >

    આમ હર્ષ સંઘવીએ સુરતના વેપારીઓના ડરને દૂર કરીને તેમનો સારો વેપાર થાય તે માટે સરકાર કટિબદ્ધ હોવાની વાત કરી હતી.
    Published by:Tejas Jingar
    First published:

    Tags: Gujarat surat, Gujarati news, Surat news, હર્ષ સંઘવી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन