Home /News /surat /Gold rate in Surat Today: સોનાના ભાવમાં તેજીનો માહોલ, જાણો આજના ભાવ

Gold rate in Surat Today: સોનાના ભાવમાં તેજીનો માહોલ, જાણો આજના ભાવ

સોનાના ભાવમાં તેજીનો માહોલ

આ વખતે સોનાના ભાવે રૂપિયાની નવી ટોચે પહોંચ્યું છે. છેલ્લા મહિને સોનાના ભાવમાં થયેલ લાંબા સમય સુધી સતત ભાવ વધારો જોવા મળ્યો છે.અને આજે ફરી એકવાર મોટો ભાવ વધારો જોવા મળ્યો

Mehali Tailor, Surat: સોનાના ભાવમાં ફરી એકવાર અચાનક ભારે તેજી આવી છે. સુરતના ઝવેરી બજારમાં આજરોજ સોનાના ભાવ ઐતિહાસિક સપાટી પાર કરી છે. સોનાની કિંમતની ધાતુ હંમેશા ઊંચી કિંમત રહે છે જોકે આ વખતે સોનાના ભાવે રૂપિયાની નવી ટોચે પહોંચ્યું છે. છેલ્લા મહિને સોનાના ભાવમાં થયેલા સતત ભાવ વધારો જોવા મળ્યો છે. અને આજે ફરી એકવાર મોટો ભાવ વધારો જોવા મળ્યો

22 કેરેટ સોનાનો ભાવ આજે બે દિવસ બાદ ફરી મજબૂતાઈ જોવા મળી.10 ગ્રામ સોનાનો ભાવ આજે 53400ની સપાટીએ પહોંચ્યો છે. ગઈકાલ કરતા આજે સોનાના ભાવ 300રૂની મજબૂતાઈ જોવા છે. ફરી એક વખત આ અઠવાડિયે સોનાના ભાવમાં શરૂઆતમાં જ 22 કેરેટ સોનાના ભાવમાં સીધો 500રૂ જેટલો વધારો જોવા મળ્યો હતો.

24 કેરેટ સોનાનો ભાવ સતત નવી ઊંચાઈ પાર કરી રહ્યું છે આજે ફરી સોનાના ભાવ નવી ઊંચાઈને પકડીને 10 ગ્રામ રૂપિયા 61400 ની સપાટીએ પહોંચ્યો છે.

આ પણ વાંચો: મુંબઇમાં કચ્છનાં બિલ્ડરની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો, 25 વર્ષ જૂની અદાવતમાં ગયો જીવ

ગઈ કાલ કરતા આજે સોનાના ભાવમાં સો રૂપિયાની મજબૂતાઇ જોવા મળી હતી. નિષ્ણાતોના મતે સોનાના ભાવમાં જે 60 હજારની સપાટીએ પાર કરવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી તે સાચી થઈ ગઈ છે અને સોનાનો ભાવ 61,000 ની સપાટીના ટોચે પહોંચી ગયું છે.



ભારતમાં સોનુ એ એક સંપત્તિ તરીકે ગણવામાં આવે છે મુશ્કેલ સમયમાં કામ આવનારી જો સૌથી પહેલી સંપત્તિ હોય તો તે સોનુ ગણવામાં આવે છે. અને સોના નો ભાવ છેલ્લા કેટલાક સમયથી સતત રેકોર્ડ બનાવી રહ્યું છે. જેથી અન્ય સંપત્તિની તુલનામાં રોકાણકારોની પહેલી પસંદએ સોનુ બન્યું છે. સોનુએ લોકોની બચત પ્રમાણે પણ રોકાણકારક હોવાથી ભારતમાં સોનાની માંગમાં સતત વધારો જ જોવા મળે છે
First published:

Tags: Gold and Silver Price, Gujarat surat, Local 18