Home /News /surat /બુલેટ ટ્રેન મામલો: ગુજરાતના નવસારી, વલસાડ, સુરતના ખેડૂતોએ જમીન આપવા ઈન્કાર કર્યો

બુલેટ ટ્રેન મામલો: ગુજરાતના નવસારી, વલસાડ, સુરતના ખેડૂતોએ જમીન આપવા ઈન્કાર કર્યો

    હાલમાં સરકાર દ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોની જમીન સંપાદન કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન બુલેટ ટ્રેન માટેની જમીન સંપાદનનું છે ત્યારે આ મામલે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવા માટે આજે એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો ભેગા થયા હતા.

    ગુજરાતમાં નવસારી, વલસાડ, સુરતમાં જમીન આપવાનો ઈન્કાર ખેડૂતોએ કરી દીધો છે. ગુજરાતમાં 300 જેટલાં ગામના ખેડૂતની જમીન ટ્રેનમાં જતી રહેવાની છે. હવે મહારાષ્ટ્રના 108 ગામના ખેડૂતોએ જમીન આપવાનો સાફ ઈન્કાર કરી દીધો છે. 409 ગામના ખેડૂતોની કૂલ 1400 હેક્ટર જમીન બુલેટ ટ્રેન ઓહિંયા કરી જશે. જે એક અંદાજ પ્રમાણે 20 હજારથી પણ વધું ખેડૂતો તેના કારણે અસરગ્રસ્ત બનશે. આમ શ્રીમંતો માટે દોડનારી બુલેટ ટ્રેન ગરીબ ખેડૂતોની જમીન પર દોડશે.

    મહારાષ્ટ્ર ખેડૂત ઉલ્કા મહાજનએ જણાવ્યું કે, અમે અલગ અલગ ખેડૂત સંગઠનના સદસ્યો છે. જે ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશથી આવ્યા છે. ખાસ કરીને ગુજરાતના વધારો લોકો અહીં છે. ખાસ કરીને બુલેટ ટ્રેન અને એક્ષપ્રેસ હાઇવેને લગતી વાતો કરવા અમે આવ્યા છે. અહીં બુલેટ ટ્રેનને વિકાસ ગણીને અમારા ઉપર થોપવામાં આવી રહી છે. ત્યારે અહીં આજે મિટીંગ કરી છે. બુલેટ ટ્રેનની વાત કરવામાં આવે છે. ત્યારે એનું ગણિત અહીં નક્કી કરવામાં આવી રહ્યું છે. આ ફ્રીમાં છે એવું પ્રધાનમંત્રી લોકોને કહે છે ત્યારે ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી રહી છે. ત્યારે આજીવિકા છીનવાઇ રહી છે ત્યારે તેની સામે રોજગાર નથી મળી રહ્યો છે. ત્યારે આ મામલે તમામ વાતોને ઉજાગર કરવાનો પ્રયાસ છે. આ દેશનો વિકાસ મોડેલ ન કહી શકાય. આ ઉપરાંત દેશની ભૂખ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઇએ. પહેલા મોદી જી પણ વિરોધ કરતા અને હવે સત્તામાં આવ્યા બાદ તેઓ જ આ મુદ્દા પર કામ કરી રહ્યા છે.

    ગુજરાત અને મુંબઈમાં ખેડૂતોની જમીન જપ્ત કરવા માટે જાહેર નોટિસ આપવામાં આવી છે. જેમાં સુરતના 28 ગામના નોટિફેકેશન બહાર પડતાં તેનો ભારે વિરોધ થયો છે. વલસાડ, નવસારીમાં પણ 300 જેટલાં ખેડૂતોએ વાંધો ઉઠાવ્યો છે. મહારાષ્ટ્રના થાણે અને પાલઘર એમ બે જિલ્લામાં 108 ગામના ખેડૂતો પણ વિરોધમાં છે. જેમાં ખાસ કરીને દીવા, આગાસન, પડલે, દેસઈ, મ્હાતર્ડી જેવા ગામોનો સમાવેશ થાય છે. થાણે મહાનગરપાલિકાની 37 એકર જમીન ટ્રેન માટે અનામત નથી છતાં તે લઈ લેવામાં આવી રહી છે જેનો પણ વિરોધ છે.

    સુરત ખેડૂત જયેશ પટેલે જણાવ્યું કે, વિકાસના નામે આ સરકાર ગુજરાતના ખેડૂતોની જમીન છીનવી રહી છે. એક્ષપ્રેસ હાઇવે, બુલેટ ટ્રેન કે ડીઆરઆઈ મુદ્દે ખેડૂતોની હજ્જારો હેક્ટર જમીન છીનવાઇ રહી છે. ત્યારે તમામ પ્રોજેક્ટના અસર ગ્રસ્ત ખેડૂતોને ભેગા કરીને જમીન અમારી માં છે જમીન ન આપવા આપવાના દ્રઢ નિર્ધાર સાથે આજે મિટીંગ યોજવામાં આવી હતી.સરકાર દ્વાર જમીન છિનવવાના મામલે અમેે આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા જઇ રહ્યા છીએ.આ મિટિંગમાં ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો જોડાયા છે. બંને રાજ્યોના ખેડૂતો વિરોધ કેવી રીતે કરશે તે નક્કી કરવામાં આવશે. બુલેટ ટ્રેન, એક્ષપ્રેસ હાઇવે અને ડીએમઆઇસી ત્રણે માં ખેડૂતોને જમીન જઇ રહી છે આ ત્રણે પ્રોજેક્ટોના ખેડૂતોને ભેગા કરી આંદોલન કરવામાં આવશે.

    હાલમાં તો બુલેટ ટ્રેનને લઇને સરકાર સામે અનેક ખેડૂતો આંદોલનના મૂડમાં છે ત્યારે આગામી દિવસોમાં આ આંદોલન જો ગાંધી ચીંધ્યા માર્ગે જલદ બને તો સરકારનું બુલેટ ટ્રેનનું સ્વપ્ન ક્યાંક સ્વપ્ન જ ન રહી જાય.

    સ્ટોરી - આનંદ પટણી
    Published by:kiran mehta
    First published:

    Tags: Case, Give, Valsad, ખેડૂતો, ગુજરાત, જમીન, નવસારી, બુલેટ ટ્રેન, સુરત

    विज्ञापन
    विज्ञापन