સુરત: સુરતમાં નવા બિલ્ડીંગ ફ્લેટ કે રો હાઉસ પ્રોજેક્ટમાં ડાયરીના નામે કરોડો રૂપિયાનો ધંધો કરી છેતરપિંડી કરતી ટોળકી સામે વધુ એક ફરિયાદ થવા જઈ રહી છે. મોટા વરાછામાં એપલ લક્ઝરીયા નામના પ્રોજેક્ટમાં 8 ફ્લેટ બુક કરાવી ડાયરી મેળવનાર ધર્મેશ સુતરીયા સાથે ધીરુ હિરપરા તેનું દીકરો શ્રેયસ હિરપરા રજની કાબરીયા સુમિત ગોયંકા સહિતની મંડળીયે લાખો રૂપિયાની ઠગાઈ કરી છે. આ સમગ્ર મામલામાં 20 દિવસ પહેલા પોલીસ કમિશનરને અપાયેલી અરજીમાં હજુ સુધી કોઈ જ પગલાં ભરાયા નથી. પરિણામ એ આવ્યું છે કે આ ટોળકી બિંદાસ બનીને ફરી રહી છે. બીજી તરફ આ એ જ ટોલકી છે. જેના ત્રાસથી મોટા વરાછાના બિલ્ડર અશ્વિન ચોવટીયા એ અમદાવાદ જઈ દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
ટોળકીના જ કેટલાક શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
આ સાથે સાથે વરાછાના બિલ્ડર પ્રકાશ લિમ્બાચીયાએ ક્રાઈમ બ્રાન્ચમાં આ ટોળકીના જ કેટલાક શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જે ત્રણ બે ફરિયાદો અને એક અરજી મળી જે ત્રણ ઘટનાઓ સામે આવી છે, તેમાં કેટલાક નામો કોમન છે, ધીરુ હિરપરા, રજની કાબરીયા આ તમામ નામો કોમન છે. મોટા વરાછાના બિલ્ડર અને નવા પ્રોજેક્ટમાં રોકાણ કરતા ધર્મેશ સુતરીયાએ એપલ લક્ઝરીયા નામના પ્રોજેક્ટમાં સૌ પ્રથમ ત્રણ ફ્લેટ ડાયરીના આધારે ખરીદ્યા હતા અને એ ડાયરી વહેંચી તેમણે પોતાની રીતે નફો કમાયા હતા. જોકે એ ત્રણેય દસ્તાવેજ ફ્લેટના થઈ ગયા હતા પરંતુ ત્યારબાદ વધુ નફો કમાવવાની લાલચમાં ધર્મેશ સુતરીયા લાખો રૂપિયામાં ફસાઈ ગયા હતા.
આ ત્રણ ફ્લેટ વેચાઈ ગયા બાદ એપલ લક્ઝરીયામાં રોકાણકાર બિલ્ડર ધર્મેશ સુતરીયા એ વધુ આઠ ફ્લેટ ખરીદ્યા હતા. આઠ ફ્લેટની ડાયરીઓ મેળવી હતી. આ સમગ્ર કોભાંડની શરૂઆત થઈ હતી. ધીરુ હિરપરા તેનો પુત્ર શ્રેયસ હિરપરા રજની કાબરીયા સહિત આઠથી વધુ વ્યક્તિઓએ આ સમગ્ર મામલે ફરિયાદી ધર્મેશ સુતરીયા સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ એટલે કે અરજી ગત તારીખ 23મી ફેબ્રુઆરીના રોજ પોલીસ કમિશનરને આપવામાં આવી હતી પરંતુ આ સમગ્ર મામલે આજદિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ ન હોવાનો સીધો આપશે ફરિયાદી ધર્મેશ હિરપરા કરી રહ્યા છે. ધર્મેશ હિરપરા એ જેમણે બિલ્ડર ધીરુ હિરપરા શ્રેયસ હિરપરા રજની કાબરીયા ને રૂપિયા રોકડમાં આપ્યા હતા તે સમયનો એક વિડીયો પણ બનાવી રાખ્યો હતો.
પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી
આ વીડિયોમાં પણ સ્પષ્ટ દેખાય છે કે, રોકાણકાર બિલ્ડર ધર્મેશ સુતરીયા રજની ગાબરીયા શ્રેયસરા અને ધીરુ હિરપરાને તેની ઓફિસમાં એક કરોડ રૂપિયા જેટલી મતદાર રકમ રોકડમાં આપી દીધી છે. આ બિલ્ડર ધર્મેશ સુતરીયા સાથે ઠગાઈ કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. ધર્મેશ સુતરીયાનું કહેવું છે કે, તેણે આઠે આઠ ફ્લેટની ડાઈજો લઈ પેમેન્ટ કર્યું હતું પરંતુ હજુ સુધી આ બિલ્ડર ટોળકી હૈ તેમને દસ્તાવેજ કરી આપ્યા નથી જોકે આ મામલે જ્યારે સમાધાનની બેઠકો થઈ તેમાં પણ ધીરુ હિરપરા સહિતના બિલ્ડરોએ તેને ધાક ધમકી આપ્યાના વીડિયો પણ સામે આવ્યા છે. જો કે આ સમગ્ર મામલે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છતાં આજદિન સુધી આ મુદ્દે કોઈ જ તપાસ કે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.