Mehali tailor, surat; શુ તમને ખબર છેકે આપણા ઘરોમાં નકામી પડેલી કે ફાટી ગયેલા જીન્સથી પણ આપણે કોઈને મદદરૂપ થઇ શકીએ છીએ. જૂના અને નકામા જીન્સમાંથી વિવિધ વસ્તુઓ બનાવી શકાય છે. ઘણા લોકો જીન્સના વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવે છે. જો કે સુરતની એક સંસ્થા જીન્સમાંથી સ્કૂલ બેગ બનાવી ગામડાઓમાં ગરીબ બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરી રહી છે. આ માટે સંસ્થા તરફથી શહેરીજનોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે નકામી જીન્સના કપડા તેમના સુધી પહોંચાડી આપવા, જેથી તેઓ તેમાંથી સ્કૂલ બેગ બનાવી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી શકે.
નકામી જીન્સ દાનમાં આપી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઇ શકાય
સુરતનું એક ગ્રુપ જે આવી લોકોના ઘરમાં પડેલી નકામી જીન્સ ભેગી કરી તેમાંથી સ્કૂલ બેગ બનાવી ગરીબ બાળકો સુધી પોહ્ચાડવાનું કામ સુરતનું રક્ષક ગ્રુપ કરી રહ્યું છે. આ ડેનિમની સ્કૂલ બેગ મુહિમ માટે દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ગામોના બાળકોને ભણવા માટે સ્કૂલ બેગ પોહચાડવા માટે રક્ષક ગ્રુપને સારા અને સેવાભાવી લોકો દ્વારા મળેલા જુના જીન્સ પેન્ટમાંથી બનેલી સ્કૂલ બેગ સ્કૂલોના જરૂરિયાત મંદ બાળકોમાં વિતરણ કરવામાં આવ્યું. ડાંગ અને સુરત શહેરની આજુબાજુના અંતરિયાર ગામોમાં જઈને ત્યાંની પ્રાથમિક શાળાના બાળકો જેમની પાસે હજુ પણ સ્કૂલમાં લઇ જવા માટે બેગ નથી એવા બાળકોને સ્કૂલ બેગ આપી તેમના ચેહરા પર ખુશી લાવવાનું કામ રક્ષક ગ્રુપ કરી રહ્યા છે.
7 વર્ષમાં 2 લાખથી પણ વધુ જરૂરિયાત મંદ બાળકોને આ સ્કૂલ બેગ પહોંચાડવાની મુહિમ
જેમ જેમ તેમની પાસે જુના જીન્સ પેન્ટ આવી રહ્યા છે તેમ તેમ તેઓ દક્ષિણ ગુજરાતના જરૂરિયાતમંદ બાળકો સુધી આ સ્કૂલ બેગ પોહચાડી રહ્યા છે. રક્ષક ગ્રુપનો ટાર્ગેટ છે કે 7 વર્ષ માં 2 લાખથી પણ વધુ જરૂરિયાત મંદ બાળકોને આ સ્કૂલ બેગનો લાભ આપવાનો છે જેથી દરેક બાળક સ્કૂલ આ બેગ લઈને જઈ શકે છે. આ સ્કૂલ બેગ અભિયાનમાં જુના જીન્સ અવિરત પણે લેવાના ચાલુ રાખ્યા છે. દિવાળીના સમયે લોકોના ઘરમાં સાફસફાઈ થાય છે. ત્યારે ધણી નકામી વસ્તુઓ નીકળે છે ત્યારે આપણે આ નકામી વસ્તુથી પણ લોકોને મદદરૂપ થઇ શકીયે છે. અને આજ નકામી વસ્તુ કોઈ બીજાને મદદરૂપ થઇ તેના ચેહરા પર ખુશી લાવી શકે છે.
એડ્રેસ
આપણા ઘરમાં નાકમાં પડેલા ડેનિમ આપવા માટે સુરતમાં વેસુ રોડ પર UG 12 ઓફેરા બિઝનેશ હબ વીઆઈપી રોડ પર આવેલી ઓફિસમાં પણ આપી શકો છો.
ફોન નં : 9979606102
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Jeans