Home /News /surat /બારડોલીઃ શરીર સંબંધ બાંધ્યા પછી મહિલાએ કરી રૂ.500 માંગણી, યુવકે રહેંશી નાંખી

બારડોલીઃ શરીર સંબંધ બાંધ્યા પછી મહિલાએ કરી રૂ.500 માંગણી, યુવકે રહેંશી નાંખી

ઘટના સ્થળે મૃત મહિલાની લાશ

બારડોલી તાલુકાના તેન ગામમાં મહિલાની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ મહિલાએ હત્યારા યુવક પાસેથી રૂ.500ની માંગણી કરી હતી

કેતન પટેલ, બારડોલીઃ બારડોલી તાલુકાના તેન ગામમાં મહિલાની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ મહિલાએ હત્યારા યુવક પાસેથી રૂ.500ની માંગણી કરી હતી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જોકે, યુવક સાથે પૈસા બાબતે રકઝક થયા બાદ ઉશ્કેરાયેલા યુવકે તેની હત્યા કરી હતી.

પોલીસે યુવકની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છેકે સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં તેન ગામે સાઈ મંદિરના પાછળના ભાગે આવેલ તળાવમાંથી ગત 4થી એપ્રિલના રોજ એક મહિલાની હત્યા કરાયેલી નગ્ન લાશ મળી આવવાના પ્રકરણમાં સીસીટીવી ફૂટેજના આધારે સુરત જિલ્લા એલસીબી તથા એસઓજીની ટીમે એક યુવાનની કડોદરા ચાર રસ્તા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર ગત 4થી એપ્રિલના રોજ બારડોલી તાલુકાનાં તેન ગામે 35 વર્ષીય અજાણી મહિલાની હત્યા કરાયેલી નગ્ન લાશ મળી આવી હતી. જે પ્રકરણમાં હત્યાનો ગુનો નોંધાયા બાદ સુરત જિલ્લા એલસીબી, એસઓજી તેમજ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી.

જેમાં પોલીસને મળેલા કેટલાક સીસીટીવી ફૂટેજને આધારે હત્યામાં સંડોવાયેલા શકમંદ યુવાન સંદીપ ઉર્ફે ચિન્ટુ શ્યામરાવ ગંગારામ ગુરવ (ઉવર્ષ 27) હાલ રહે સાઈ અંબર કોમ્પ્લેક્સ, બાબેન, મૂળ રહે મહેસાણા, મૂળ ગામ માંડલ, તા અમલનેર, જિલ્લો જલગાંવ,ની કડોદરા ચાર રસ્તાથી ધરપકડ કરી પૂછતાછ કરતાં તેણે મહિલાની હત્યા કરી હોવાનો ગુનો કબુલ્યો હતો.

પોલીસ પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે સંદીપની છેલ્લા પંદર દિવસ પહેલા આ મહિલા સાથે ઓળખ થઈ હતી. બારડોલી રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આ હિન્દી ભાષી મહિલા રખડતી હતી. સંદીપ પણ મજૂરી કામ કરતો હોય બારડોલી રેલ્વે સ્ટેશન વિસ્તારમાં અવરજવર રહેતી હતી. ત્યારબાદ અવાર નવાર સંદીપ આ મહિલા સાથે મળતો રહેતો હતો. હત્યાના દિવસે સંદીપ મહિલાને તેન ખાતે લઈ ગયો હતો. ત્યાં મહિલા સાથે શરીરી સંબંધ બાંધ્યા બાદ તેણે મહિલાને 100 રૂપિયા આપ્યા હતા.

આ પણ વાંચોઃ-ગોંડલમા દાદીએ 19 દિવસની માસુમ પૌત્રીની ઝેર પીવડાવી કરી હત્યા

જો કે મહિલાએ તેની પાસે 500 રૂપિયાની માંગણી કરી હતી. 500 રૂપિયા નહીં આપે તો મારી સાથે તેં છેડતી કરી છે તેમ કહી બૂમાબૂમ કરી માર ખવડાવવાની ધમકી આપતા ગભરાયેલા સંદીપે તેન ગામે માથામાં પત્થર મારી મહિલાની હત્યા કરી નાંખી હતી. જે કબૂલાતને આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી.

વધુ મળતી માહિતી પ્રમાણે મહિલાની હત્યા પ્રકરણમાં મૃતક મહિલાની હજી સુધી ઓળખ થઈ શકી નથી. મહિલા બારડોલી રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રખડતું ભટકતું જીવન જીવતી હતી. આ મહિલા હિન્દી ભાષા બોલતી હતી. હાલ આરોપી પકડાય ગયા બાદ પોલીસે મહિલાની ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
First published:

Tags: Bardoli, Crime Story, Woman murder, દક્ષિણ ગુજરાત