Home /News /surat /surat news: બૂટલેગરે પોલીસ સામે કરી ACBમાં ફરિયાદ, રૂ.50 હજારની લાંચ લેવા જતા પન્ટર ઝડપાયો

surat news: બૂટલેગરે પોલીસ સામે કરી ACBમાં ફરિયાદ, રૂ.50 હજારની લાંચ લેવા જતા પન્ટર ઝડપાયો

ASI વતી લાંચ લેનાર યુવક ઝડપાયો

surat crime news: આ બુટલેગરે (bootlegger) વલસાડ રૂરલ પોલીસના (valsad rural police) એએસઆઇ વિરૂધ્ધ સુરત એસીબીમાં (surat ACB) ફરિયાદ નોંધાવી હતી. અને એએસઆઇ (ASI) વતી લાંચ લેવા સુરતમાં આવેલા પોલીસના પન્ટરને એસીબીની ટીમે (ACB team) ઝડપી લીધો હતો.

વધુ જુઓ ...
સુરતઃ વલસાડના (Valsad) બુટલેગરને પાસા (bootlegger PASA) હેઠળ જેલમાં ધકેલી દેવાની ધમકી આપીને રૂપિયા 50 હજારની લાંચ માંગવામાં આવી હતી. આ બુટલેગરે વલસાડ રૂરલ પોલીસના એએસઆઇ વિરૂધ્ધ સુરત એસીબીમાં (surat ACB) ફરિયાદ નોંધાવી હતી. અને એએસઆઇ (ASI) વતી લાંચ લેવા સુરતમાં આવેલા પોલીસના પન્ટરને એસીબીની ટીમે (ACB team) ઝડપી લીધો હતો.

વલસાડમાં દારૂનો ધંધો કરનારા એક બુટલેગરને પાસા હેઠળ જેલ હવાલે કરવાની ધમકી આપીને વલસાડ રૂરલ પોલીસમાં ફરજ બજાવતા એએસઆઇ સતીષ સયાજી સોમવંશીએ તેની પાસે રૂપિયા 50 હજારની લાંચ માંગી હતી.

બુટલેગર ઉપર સતત દબાણ કરીને તેની પાસેથી લાંચ મેળવવા માટે પ્રયાસ કરી રહેલા એએસઆઇના ત્રાસથી કંટાળીને બુટલેગરે તેના મિત્રને જાણ કરી હતી જેથી તેના મિત્રએ એસીબીમાં ફરિયાદ નોંધાવવા કહ્યું હતું. બુટલેગરે સુરત એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. અને એએસઆઇને લાંચની રકમ લેવા સુરત આવવા માટે જાણ કરી હતી.

એએસઆઇ સતીષ સોમવંશીએ પોતાના પન્ટર રામસીંગ પાટીલને સુરતમાં લાંચના રૂપિયા લેવા માટે મોકલ્યો હતો. સુરત આવીને રામસીંગે બુટલેગરનો સંપર્ક કરતા બુટલેગરે રામસીંગને સુરતના સીમાડા નાકા પર આવેલા ગણેશ પાન સેન્ટર પર આવવા કહ્યું હતું.

આ પણ વાંચોઃ-હે રામ! અમદાવાદઃ સગી બહેને જ પરિણીત ભાઈને બીજે ગોઠવી આપ્યું, પત્નીએ કરી ફરિયાદ

આ સ્થળ પર અગાઉથી જ એસીબીના માણસો ખાનગી ડ્રેસમાં ગોઠવાઇ ગયા હતા. રામસીંગ પાટીલે બુટલેગર પાસેથી રૂપિયા 50 હજારની લાંચ સ્વિકારતાની સાથે જ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો.

તેમજ તેને પોલીસ સ્ટેશન પર લાવીને પુછપરછ હાથ ધરી હતી. એસીબીની ટીમ દ્વારા હાલ એએસઆઇ સતીષ સોમવંશીને ઝડપી પાડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-સુરતઃ કાર અકસ્માતનો live video,બેકાબુ કાર ધડાકાભેર ડિવાઈડરને અથડાઈ, યુવરાજ રાણાનું મોત

ઉલ્લેખનીય છે કે સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારનું (Corruption) પ્રમાણ ઓછું થાય તે માટે એન્ટી કરપશન બ્યુરો (Anti-Corruption Bureau) દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છતાં કેટલાક સરકારી બાબુ ઓ છે કે જે હજી પણ સુધારવાનું નામ નથી લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે અને લાંચ લેતા પકડાય છે. આજે એ સી બી એ એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડના (Constable and Homeguard) જવાનને લાંચ લેતા ઝડપી લીધા છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ બે સાઢુ ચોર ઝડપાયા, હાઈવેના મંદિરોને કરતા ટાર્ગેટ, 16 જેટલા મંદિરોમાં કરી ચોરી

બાકી લેણાંની રકમ પરતના આપતા એસીબીના ફરિયાદી એ ખાડિયા પોલીસ સ્ટેશનમાં (Khadiya police station) એક વ્યક્તિ વિરુદ્ધ માં અરજી કરી હતી. જે અરજી ની તપાસ ખાડીયા પોલીસ સ્ટેશનની માણેક ચોક પોલીસ ચોકીમાં સોંપેલ હતી.
First published:

Tags: ACB TREP, Crime news, Latest gujarati news, Surat news