Home /News /surat /સુરત : બુટલેગર ગણેશ દુબેએ દારૂ વેચવા જગ્યા ન આપનારની હત્યા કરી, પિતાએ જુવાનજોધ દીકરો ગુમાવ્યો
સુરત : બુટલેગર ગણેશ દુબેએ દારૂ વેચવા જગ્યા ન આપનારની હત્યા કરી, પિતાએ જુવાનજોધ દીકરો ગુમાવ્યો
Surat Murder : સુરતમાં બુટલેગરે યુવકની હત્યા કરી નાખી, કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ
Surat News : સુરતના પાંડેસરા વિસ્તારમાં વધુ એક હત્યા (Pandesara Surat) જગ્યાના માલિકના દીકરાની હત્યા કરી બુટલેગર ફરાર, સુરત પોલીસની આબરૂને સરેઆમ નિલામ કરતા અસામાજિક તત્વો
સુરત : સુરતમાં હત્યાના બનાવો (Surat Murder) સામાન્ય થઈ ગયા હોય તેવી સ્થિતિ છે. સુરતના પાંડેસરા (Surat Pandesara) માં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે બુટલેગર (Bootlegger) દ્વારા દારૂનો વેપાર કરવા માટે જગ્યાની માંગણી કરવામાં આવતા જગ્યા ના માલિક એ જગ્યા આપવાની ના પાડતા બુટલેગરે આવેશમાં આવીને જગ્યા ના માલિકના દીકરાની (Surat Murder) ચપ્પુના ઘા મારી હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં મોડીરાત્રે ચકચાર મચી જવા પામી હતી. જો કે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી જઇ આ મામલે તપાસ શરૂ કરી છે
સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે તેમાં પણ બુટલેગરોને જાણે પોલીસ અને કાયદાનો ડર રહ્યો નથી. દરરોજ સવારે પોલીસ સાથે સંબંધ હોવાને લઈને છાશવારે બુટલેગરો આવી ઘટનાને અંજામ આપતા હોય છે ત્યારે ગતરોજ મોડીરાત્રે સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
દારૂ વેચવા જગ્યા માંગી, ન મળી તો અદાવતમાં હત્યા કરી નાખી
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ભવાની નગર નજીક રહેતા કનૈયા નામના યુવકને પેટ અને છાતીના ભાગે મોડી રાત્રે ગણેશ દુબે અને તેની સાથેના અન્ય ત્રણ ચાર યુવકો દ્વારા ચપ્પુના ઘા મારી હત્યા કરવાની ઘટના સામે આવી હતી.
ganesh dubey દારૂનો વેપાર સાથે જોડાયેલો શખ્સ છે. તેણે કનૈયાના પિતા પાસે જગ્યા દારૂનો વેપાર કરવા માંગતી હતી જેને લઇને કનૈયાના પિતાએ જગ્યા આપવાની ના પાડતા આવેલા બુટલેગરે બદલો લેવા માટે કનૈયાની હત્યા કરી નાખી હતી.
" isDesktop="true" id="1209183" >
આ તે કેવો પિતા? દીકરો ગુમાવ્યો પણ પોલીસ ફરિયાદનો ઈન્કાર
હત્યાની ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે જાણવા મળ્યું હતું કે ત્રણ બહેનો અને બે ભાઇઓમાં સૌથી મોટો કનૈયા લાલ હતો.
બુટલેગરો સાથે કનૈયાના પિતાના સંબંધ હોવાને લઈને પિતાએ ફરિયાદ આપવાની ના પાડી દીધી હતી જેને લઇને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પણ જે પ્રકારે પોલીસની કામગીરી નિષ્ફળ જઈ રહી છે તેને લઈને શહેરમાં અસામાજીક તત્વો ગુનેગારો અને તેમાં પણ બુટલેગરો બેફામ બનીને છે આ ઘટના પરથી સાબિત થાય છે