Home /News /surat /સુરતનાં જાણીતા બિલ્ડર ગ્રુપે બેંક સાથે કરોડોની કરી ઉચાપત, 76 કરોડની ઠગાઇની ફરિયાદ

સુરતનાં જાણીતા બિલ્ડર ગ્રુપે બેંક સાથે કરોડોની કરી ઉચાપત, 76 કરોડની ઠગાઇની ફરિયાદ

આ ગ્રુપ સામે પગલાં લેવા માટે કલેકટર તરફથી મંજૂરી મળ્યા બાદ કાર્યવાહી આગળ વધારવામાં આવી છે.

Surat news: બેંક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ભોલાનાથ ત્રિવેદીએ દિલ્હી CBIમાં ફરિયાદ નોંધાવી છે. સુરતના જાણીતા બિલડર્સ ગ્રુપ સામે સીબીઆઈ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    સુરત: શહેરનાં જાણીતા બિલ્ડર ગ્રુપ સામે ગુનો નોંઘાયો છે. જાણીતા બિલ્ડર રાજહંસ ગ્રુપે બેંક ઓફ બરોડા સાથે ઠગાઇ કર્યાની ફરિયાદ નોંઘાઇ છે. બેંક ઓફ બરોડા પાસેથી રાજહંસ ગ્રુપે 76 કરોડ રૂપિયાની ઠગાઇ કર્યાનું સામે આવ્યું છે. આ અંગે સીબીઆઈ તપાસ કરી રહી છે. આ જાણીતા બિલ્ડર ગ્રુપ સામે બેંક પાસેથી લોન લઇને રૂપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ નોંઘાઇ છે.

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, સંજય મોવલિયાએ તેમના પાર્ટનર્સ સાથે મળીને બેંક ઓફ બરોડામાંથી 76 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જેમાંથી માત્ર પાંચ કરોડ રુપિયાની જ ભરપાઇ કરવામાં આવી છે. બેંક ઓફ બરોડા દ્વારા 2020માં આ બિલ્ડર ગ્રુપ સામે નોટિસ પણ ફટકારી હતી. પરંતુ આજદીન સુધી આ ગ્રુપે આગળ રૂપિયાની ભરપાઇ નથી કરી. હવે રાજહંસ ગ્રુપ સામે સરફેસી એકટ હેઠળ કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે.

    આ પણ વાંચો: મોતની સફરમાં પણ મિત્રોએ નિભાવી યારી

    આ ઉપરાંત પાર્ટનર પુખરાજ ગોકુલચંદ શાહ, આશિષ અજિત જૈન અને બેંકના અજાણ્યા જાહેર સેવકો અને ખાનગી વ્યક્તિઓને આરોપીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરત કલેકટરે રાજહંસ ગ્રુપ સામે ફેબ્રુઆરી માસમાં જ કાર્યવાહીની સૂચના આપી દેવામાં આવી છે. બેંકમાંથી 84.95 કરોડની ડેવલોપમેન્ટ એન્ડ કંસ્ટ્રક્શન લોન મેળવાઈ હતી. જેની સામે માત્ર 5 કરોડની ભરપાઈ કરવામાં આવી છે. જે માટે 2020માં બેંકે ગ્રુપને નોટિસ આપી હતી, તેમ છતાં ચૂકવણી થઈ નથી.



    આ ગ્રુપ સામે પગલાં લેવા માટે કલેકટર તરફથી મંજૂરી મળ્યા બાદ કાર્યવાહી આગળ વધારવામાં આવી છે. બેંક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ભોલાનાથ ત્રિવેદીએ દિલ્હી CBIમાં ફરિયાદ નોંધાવી છે. સુરતના જાણીતા બિલડર્સ ગ્રુપ સામે સીબીઆઈ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સંજય મોવલિયા, મનોજ મોવલિયા ,મિતેષ મોવલિયા, સોહિલ માંડણકા સહિતનાઓ સામે FIR નોંઘવામાં આવી હતી. આ ઉપરાંત પાર્ટનરો પુખરાજ ગોકુલચંદ શાહ, આશિષ અજિત જૈન, બેંકના અજાણ્યા જાહેર સેવકો અને ખાનગી વ્યક્તિઓને આરોપીઓ તરીકે દર્શાવાઇ છે. રાજહંસ બિઝનેશ હબ માટે બેંક ઓફ બરોડા પાસેથી લોન લીધી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन