Mehali tailor,surat: સાથે બદલતા જમાના સાથે આજકાલ ગમે ત્યારે અને ગમે ત્યાં હાર્ટ અટેકના બનાવો વધી રહ્યા છે. તેને ધ્યાનમાં લઈને સુરતમા ISCCM અને આઇડીસીસી હોસ્પિટલ દ્વારા નર્સિંગ સ્ટાફ માટે બીઆરએસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્સિંગ સ્ટાફને BLSની ટ્રેનિંગ આપવામાં આવી હતી, BSL ટ્રેનિંગ એટલે કે કટોકટી દરમિયાન કઈ રીતે જીવ બચાવી શકાય એ અંગેની ટ્રેનિંગ
BSLનું આખું નામ છે બેઝિક લાઈફ સપોર્ટ જેમાં ઘણીવાર જીવલા કટોકટીને તાત્કાલિક પણ એ દૂર કરવા માટે આ ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં નર્સિંગ સ્ટાફને શીખવવામાં આવે છે કે ગમે ત્યારે ગમે ત્યાં લોકોને હાર્ટએટેક આવે. તો ત્યાં વગર સુવિધાઓ પણ કઈ રીતે તેને છાતીમાં પુશ કરીને બચાવી શકાય છે.
અને કઈ રીતે યોગ્ય વેંતીલેટર પર રાખી તેનો જીવ બચાવી શકાય છે. સુરતમાં 40 જેટલા નર્સિંગ સ્ટાફને આ BSLની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ નર્સિંગ સ્ટાફને પ્રોપર ગાઈડ લાઈન મુજબ કઈ રીતે આજુબાજુના લોકોને સીપીઆર કરીને કઈ રીતે બચાવી શકાય તે અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
વધુ લોકો આ ટ્રેનિંગ રહેશે તો વધુ લોકોના જીવ બચાવી શકાશે
ટ્રેનિંગ આપતા ડોક્ટરોનું માનવું હતું કે જે રીતે લોકોમાં સ્વાસ્થ્યનું પ્રમાણ બગડી રહ્યું છે અને સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યું છે તેને લઈને હવે હાર્ટ ટેક નું પ્રમાણ પણ વધી રહ્યું છે જો લોકોને આ પ્રમાણેની ટ્રેનિંગ આપવામાં આવે તો કદાચ તાત્કાલિક પણે જે તે સ્થળ પર બચાવી શકાય છે એટલે આજના નર્સિંગ સ્ટાફ માટે અને ડોક્ટરી લાઈન સાથે જોડાયેલા દરેક લોકો માટે આ પ્રકારની ટ્રેનિંગ ખૂબ જરૂરી બની છે. અને આ ટ્રેનિંગ જેટલા લોકો વધુ લેશે એટલા લોકોના જીવ બચાવવામાં સરળતા રહેશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર