Home /News /surat /Blast in GIDC: ગોઝારો રવિવાર: સુરત, લોધિકા અને ખંભાતની જીઆઈડીસી કંપનીમાં બ્લાસ્ટ, કુલ પાંચ લોકોના મોત

Blast in GIDC: ગોઝારો રવિવાર: સુરત, લોધિકા અને ખંભાતની જીઆઈડીસી કંપનીમાં બ્લાસ્ટ, કુલ પાંચ લોકોના મોત

સુરતની કંપનીમાં બ્લાસ્ટની તસવીર

Gujarat Latest News: આજનો રવિવાર ગુજરાત માટે ગોઝારો સાબિત થયો છે. વહેલી સવારથી સુરત, લોધિકા અને ખંભાતની જીઆઈડીસી કંપનીમાં એક બાદ એક વિસ્ફોટની ઘટના સામે આવી છે. જેમાં સુરતની કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે.

રાજકોટ:  આજે વહેલી સવારે ગુજરાતની ત્રણ શહેરોની જીઆઈડીસીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. સુરત, રાજકોટ અને આણંદની જીઆઈડીસીમાં વિસ્ફોટ થયો છે. સુરતની જીઆઈડીસી કંપનીમાં આવેલી કોકોકોલા કંપનીમાં પણ બ્લાસ્ટ થતા  પહેલા એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતુ. જે બાદ મોતનો આંકડો ચાર પર પહોંચ્યો છે. આ સાથે રાજકોટની મેટોડા GIDCની પર્વ મેટલ કંપનીમાં અને આણંદના ખંભાતની લુણેજ GIDCમાં આવેલી ટેકનિચેમ નામની કંપનીમાં પણ બ્લાસ્ટ થયો છે. તેમાં પણ એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે. જેથી આ ત્રણ બ્લાસ્ટની ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા છે. સદનસીબે ખંભાતમાં જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

રાજકોટની જીઆઈડીસી કંપનીમાં વિસ્ફોટ


આજે વહેલી સવારે લોધિકા તાલુકાની મેટોડા જીઆઇડીસીમાં બ્લાસ્ટ થયો છે. મેટોડા જીઆઈડીસીમાં આવેલી પર્વ મેટલ પ્રાઈમ કંપનીમાં બ્લાસ્ટ થવાના કારણે અફરાતફરીનો માહોલ છવાયો છે. આ દુર્ઘટનામાં આઠ જેટલા લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં વધારે લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે, ભઠ્ઠીમાં પ્રેસર વધી જતા આ બ્લાસ્ટ થયો છે. હાલ રાત કાર્ય ચાલી રહ્યુ છે. વધુ લોકો ઇજાગ્રસ્ત હોવાની શંકા સેવાઇ રહી છે.


સુરત જીઆઈડીસી બ્લાસ્ટમાં એકનું મોત


સુરતની જીઆઈડીસી કંપનીમાં આવેલી કોકો કોલા કંપનીમાં પણ બ્લાસ્ટ થયો છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતુ. જોકે, પછીથી મળતી માહિતી પ્રમાણે અન્ય ત્રણ લોકોના મોત નીપજ્યા છે. આ સાથે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે.


ખંભાતની કંપનીમાં પણ વિસ્ફોટ


આણંદના ખંભાતની લુણેજ GIDCમાં વિસ્ફોટ ટેકનિચેમ નામની કંપનીમાં બોઇલર ફાટ્યાની ઘટના સામે આવી છે. GIDCમાં ટેકનિચેમ નામની કંપનીમાં બોઈલરમાં પ્રચંડ ધડાકા સાથે આગ પ્રસરતા 4 કામદારો ઘાયલ થયા છે.



આ ઇજાગ્રસ્તોમાંથી બે લોકોને કરમસદ અને બે લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ ત્યાં અફરાતફરીનો માહોલ છવાયો છે.
First published:

Tags: ખંભાત, ગુજરાત, દુર્ઘટના, રાજકોટ, સુરત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો