Home /News /surat /

સી.આર. પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, આ લોકોએ દેશની સંપત્તિ લૂટી, ક્રિમિનલ કેસને રાજકીય બનાવવાનો પ્રયાસ

સી.આર. પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, આ લોકોએ દેશની સંપત્તિ લૂટી, ક્રિમિનલ કેસને રાજકીય બનાવવાનો પ્રયાસ

ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પ્રેસ કોન્ફરન્સ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે (CR Pastil) કોંગ્રેસ (Congress) પર પલટ વાર કરતા કહ્યું કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) અને સોનિયા ગાંધી (Sonia Gandhi) ઈડી (ED) ની નોટિસ બાદ ગભરાઈ ગયા છે. કોંગ્રેસ એક ક્રિમિનલ કેસને રાજકીય બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે, આ લોકોએ દેશની સંપત્તિ લૂટી છે.

વધુ જુઓ ...
  સુરત : સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ નેશનલ હેરાલ્ડ કેસ (national herald case) માં ઈડી (ED) ની નોટિસ બાદ દેશમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર પ્રેસ કોન્ફરન્સ કરી આ મામલે ભાજપ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ આજે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ (BJP) વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા, જેના જવાબમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે (CR Patil) પણ પ્રપેસ કોન્ફરન્સ કરી પોતાનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કોંગ્રેસ પર થયેલા ક્રિમિનલ કેસને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો હોવાની વાત કરવામાં આવી છે, આ સિવાય તેમણે કહ્યું કે, ઈડીની નોટિસ બાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હવે ડરી ગયા છે તેમ પણ જણાવ્યું હતુ.

  ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે કોંગ્રેસ પર પલટ વાર કરતા કહ્યું કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઈડીની નોટિસ બાદ ગભરાઈ ગયા છે. કોંગ્રેસ એક ક્રિમિનલ કેસને રાજકીય બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે, આ લોકોએ દેશની સંપત્તિ લૂટી છે. પોતે જે ખોટુ કર્યું છે, તેને છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેશના કરોડો રૂપિયા હડપવાનો પ્રયાસ કર્યો છે. અને ઈડી પાસે જઈ જવાબ આપવાને બદલે દેશના લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

  તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ આજે ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. થયું હતું. 2002થી 2012 સુધી કોંગ્રેસે આ અખબારને રૂ. 90 કરોડ 100 હપ્તામાં ઉધાર આપ્યા હતા. રાજકીય પક્ષ આ રીતે ઉધાર ન આપી શકે તેવો કોઈ નિયમ નથી.  આ ઉપરાંત ચૂંટણી પંચે પણ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીને જવાબ આપ્યો હતો કે કોઈ ખોટું નથી. કંઈ ખોટું ન થયું હોવા છતાં હેડલાઇન બનાવવા અને મુદ્દો ભડકાવવા નોટીસ મોકલવામાં આવી છે. એ અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે જે અવાજથી નરેન્દ્ર મોદી ડરે છે. મે ઘણા નેતા જોયા છે પણ મોદી જેવા કાયર નેતા નથી જોયા. નરેન્દ્ર મોદી કેટલા પણ ષડયંત્ર કરે પણ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ડરશે નહિં.

  હકીકતમાં, ગાંધી પરિવાર સાથે સંબંધિત આ નેશનલ હેરાલ્ડ કેસમાં ઘણા ગંભીર આરોપો છે. આ કેસ ઇક્વિટી ટ્રાન્ઝેક્શનથી સંબંધિત છે જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી પર માત્ર રૂ. 50 લાખ ચૂકવીને એસોસિએટેડ જર્નલ્સની રૂ. 2,000 કરોડથી વધુની સંપત્તિનો ગેરઉપયોગ કરવાનો આરોપ છે.

  નિષ્ણાતોના મતે, નેશનલ હેરાલ્ડ કેસમાં ત્રણ અગ્રણી 'નામો' સામેલ છે - એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ, યંગ ઈન્ડિયા લિમિટેડ અને કોંગ્રેસ. તમને જણાવી દઈએ કે, 2012માં, ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને એડવોકેટ સુબ્રમણ્યમ સ્વામીએ આ કેસ અંગે નીચલી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ અંતર્ગત એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, યંગ ઈન્ડિયન લિમિટેડ (YIL) દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ના અધિગ્રહણમાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ છેતરપિંડી કરી હતી. ફરિયાદમાં આરોપ છે કે, YIL એ નેશનલ હેરાલ્ડની સંપત્તિ 'દુર્ભાવનાથી' 'હડપ' કરી હતી.

  આ પણ વાંચો - Gujarat Rain Forecast : આ 18 જિલ્લામાં 5 દિવસ પડશે વરસાદ, તમારા જિલ્લામાં કઈ તારીખે પડશે વરસાદ?

  દેશના પ્રથમ વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા જવાહરલાલ નહેરુએ અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે મળીને 1938માં નેશનલ હેરાલ્ડ અખબારની શરૂઆત કરી હતી. આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં લિબરલ બ્રિગેડને બોલવા માટે એક પ્લેટફોર્મ આપવાનું હતું. એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) દ્વારા પ્રકાશિત, અખબાર કોંગ્રેસ પાર્ટીનું મુખપત્ર બની ગયું. આ સાથે અન્ય બે ન્યૂઝ પેપર પણ શરૂ થયા. તેમાંથી એક હિન્દીમાં અને એક ઉર્દૂમાં હતુ. 2008માં ન્યૂઝ પેપર બંધ કરવું પડ્યું કારણ કે દેવું રૂ. 90 કરોડને વટાવી ગયું હતું.
  Published by:kiran mehta
  First published:

  Tags: CR Patil, Rahul gandhi latest news, Sonia Gandhi, નેશનલ હેરાલ્ડ કેસ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી

  આગામી સમાચાર