Home /News /surat /બિટકોઇન પ્રકરણના મુખ્ય સૂત્રધારની કરાઈ ધરપકડ, એક વર્ષથી ફરાર હતો આરોપી કિરીટ પાલડીયા
બિટકોઇન પ્રકરણના મુખ્ય સૂત્રધારની કરાઈ ધરપકડ, એક વર્ષથી ફરાર હતો આરોપી કિરીટ પાલડીયા
આરોપી કિરીટ પાલડીયા
Bitcoin Case Mastermind: સુરતમાં વરાછા રોડ ખાતે આવેલા વરાછા પોલીસ સ્ટેશનની બરાબર સામે ગત ચોથી ફેબ્રુઆરીએ એક દિલ ધડક લૂંટ થઈ હતી. બે કરોડ રૂપિયાની આ દિલ ધડક લૂંટનો મુખ્ય ભેજા બાદ બીજું કોઈ જ નહીં પરંતુ રાજ્યમાં ખૂબ ગાઝેલા બીટ કોઈન પ્રકરણનો મુખ્ય સૂત્રધાર કિરીટ પાલડીયા હોવાનું સામે આવ્યું છે. જેને ક્રાઈમ બ્રાન્ચે તેના નિવાસ્થાનેથી ઝડપી પાડ્યો છે.
સુરત: સુરતમાં વરાછા રોડ ખાતે આવેલા વરાછા પોલીસ સ્ટેશનની બરાબર સામે ગત ચોથી ફેબ્રુઆરીએ એક દિલ ધડક લૂંટ થઈ હતી. બે કરોડ રૂપિયાની આ દિલ ધડક લૂંટનો મુખ્ય ભેજા બાદ બીજું કોઈ જ નહીં પરંતુ રાજ્યમાં ખૂબ ગાઝેલા બીટ કોઈન પ્રકરણનો મુખ્ય સૂત્રધાર કિરીટ પાલડીયા હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ છે છેલ્લા એક વર્ષથી નાસ્તા પડતા કિરીટ પાલડીયાને વેસુ ખાતેના તેના નિવાસ્થાનેથી ઝડપી પાડ્યો છે. સુરતમાં વરાછા રોડ સેન્ટ્રલ બજાર મોલમાં શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં ગત તારીખ ચોથી ફેબ્રુઆરી 2022ના રોજ બપોરના બે વાગ્યાના સુમારે રોકડા રૂપિયા બે કરોડની લૂંટની ઘટના બની હતી.
મુખ્ય આરોપી કિરીટ પાલડીયાની કરાઈ ધરપકડ
આ ઘટના બાદ પોલીસે તાબડતો તપાસ કરી લગભગ 12 આરોપીઓ ઝડપી પાડ્યા હતા જ્યારે લૂંટનું સમગ્ર ષડયંત્ર રચનાર મુખ્ય ભેજા બાદ કિરીટ પાલડીયા પોલીસ તપાસથી દૂર હતો પોલીસ તેને શોધવા ઘણા પ્રયાસો કરી રહી હતી પરંતુ કિરીટ પાલડીયા સુરતમાં જ વારંવાર મકાનો બદલી રહેતો હોવાથી હાથમાં આવ્યો ન હતો. આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચ છે કિરીટ પાલડીયાને વિસુના મંગલમ એપાર્ટમેન્ટમાંથી ઝડપી પાડ્યો છે. કિરણ પાલડીયા એવો શાતિર દિમાગ ધરાવતો ગુનેગાર છે કે, વરાછામાં જે આંગડિયા પેઢી લૂંટની ઘટના બની હતી. તેમાં તેણે ફિલ્મી ડબે આખો પ્લોટ બનાવ્યો હતો.
સૌપ્રથમ તો હૈદરાબાદના એક શખ્સને યુએસટીપી બીટકોઈન આપવાનું લાલચ આપી હૈદરાબાદથી રોકડા રૂપિયા સાથે સુરત બોલાવ્યો હતો એટલું જ નહીં પોતાના અન્ય સાગરીત દ્વારા હૈદરાબાદથી બોલાવેલા નવીન વિનય નામના શખ્સને વરાછા રોડ સેન્ટ્રલ મોલની શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેટીમાં મોકલ્યો હતો. 8 કરોડ રૂપિયાના બીટકોઈન ટ્રાન્સફર કરવાનું વાત થઈ હતી. વેપારી બે કરોડ રોકડા લઈને આવ્યો હતો એ બીટ કોઈ વેપારીના પોલેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો દેખાવ કરી સમય પસાર કર્યો હતો એટલી જ વારમાં અગાઉથી નક્કી થયા મુજબ આઠ થી દસ શખ્સો હાથમાં પિસ્તોલ જેવા હથિયાર સાથે આંગડિયા પેઢીમાં ત્રાટક્યા હતા અને રોકડા રૂપિયા બે કરોડ લઇ નાસી ગયા હતા.
આ સમગ્ર પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસે બાર જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી તેઓની પૂજ પરત દરમિયાન આખી લૂંટણી ષડયંત્ર રચના ભેજો કિરીટ પાલડીયા હોવાનું સામે આવ્યું હતું. આ કિરીટ પાલડીયા એટલો સાથે દિમાગનો છે કે વરાછા રોડ સેન્ટ્રલ બજાર મોલમાં તેણે બોગસ શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢી પણ ઉભી કરી દીધી હતી. ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા એક વર્ષથી તેને સતત શોધી રહી હતી પરંતુ તે હાથમાં આવતો ન હતો બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચ છે. ચોક્કસ બાદમીના આધારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલા મંગલમ એપાર્ટમેન્ટમાં રેડ કરી હતી જ્યાં કિરીટ પાલડીયા રહેતો હતો ક્રાઈમ બ્રાન્ચે કિરીટ પાલડીયાને એના ઘરમાંથી દબોચી લીધો હતો.