સુરત: સુરતમાં ગુનાખોરી ડામવાની પોલીસ (Surat police) ફક્ત વાર્તાઓ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. સુરત શહેરમાં અલગ અલગ ગેંગ વચ્ચે ઝઘડા (Surat gang war)ની ઘટનાઓ સામે આવતી રહે છે. આ જ કડીમાં ગતરોજ લાલગેટ (Lalgate area) વિસ્તારમાં મીંડી ગેંગ પર ફાયરિંગ થયું છે. ફાયરિંગમાં આરીફ મીંડી (Arif Mindi)ના જમાઈ હાજી ઉર્ફે બિલાલ પુનાવાલાનું કરુણ મોત થયું હતું. પોલીસ તપાસમાં ફાયરિંગ જનતા માર્કેટ ખાતે બેવડી હત્યાના આરોપી ફઇમ સુકરી (faim Sukri)એ કર્યું હોવાનું ખુલ્યું છે. ફઇમ હાલ પેરોલ પર જેલ બહાર છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
સુરત પોલીસ શહેરમાં ગુનાખોરી ડામવા માટે અનેક પ્રયાસો કરી રહી છે, પરંતુ માથાભારે તત્વો ઉપર પોલીસની પકડ રહી હોય તેમ લાગી રહ્યું નથી. કારણ કે સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ખાસ કરીને સુરતમાં આવેલી ગેંગો અનેક વખત પોતાના આંતરિક ઝઘડાઓને લઈને જાહેરમાં મારામારી અને ફાયરિંગ કરતી હોય છે. ગેંગવોરને પગલે શહેરમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.
ચાર રાઉન્ડ ફાયરિંગ
સુરતના લાલગઢ વિસ્તારમાં ગઈકાલે એક વ્યક્તિ ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી આરોપીઓ ભાગી ચૂક્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવક સુરતના માથાભારે આરીફ મીંડીનો જમાઈ હોવાનું સામે આવ્યું હતું. શહેરમાં છેલ્લા લાંબા સમયથી આરીફ મીંડી ગેંગનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે તેની સામે રહેલી ગેંગ પણ પાછી રહેવા માંગતી નથી. આ જ ઝઘડામાં ગઈકાલે ચાર રાઉન્ડ ફાયરિંગ થયું હતું.
ફાયરિંગમાં યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા ગેંગના સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે પણ તાત્કાલિક ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
" isDesktop="true" id="1229741" >
ગેંગવોરમાં ઘાયલ આરીફ મીંડીના જમાઈનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને પગલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મીંડી ગેંગ સામે હપ્તાખોરી ઉપરાંત વ્યાજનો બિઝનેસ અને દાદાગીરી સહિત અનેક ગુના દાખલ છે.