સુરત : ટેકનોલૉજીના જેટલા લાભ છે એટલા જ ગેરલાભ છે. ખાસ કરીને સાયબર ફ્રોડ એ બેન્કિંગ (Banking) ક્ષેત્ર માટે માથાનો દુખાવો બની ગયો છે. આવો જ એક મોટો સાયબર ફ્રોડ સુરત એસઓજી (Surat SOG) અને કોલકત્તા ક્રાઇમ બ્રાન્ચે (Kolkata Crime Branch) સંયુક્તમાં છતો કરી નાખ્યો છે. દેશની પ્રખ્યાત આઈસીઆઈસીઆઈ બેંકના (ICICI Bank ATM) એટીએમમાંથી ATM Black Box Attack દ્વારા 3 કલાકમાં 25 લાખ રૂપિયા ઉપાડી અને ચાઉ કરી જનારા ફિલ્મોના વિલનને આટી મારે એવા બે ઠગને આજે ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને શખ્સો સુરતમાંથી ઝડપાયા છે.
આ ચકચારી કેસની વિગતો એવી છે કે નવીન લાલચંદ ગુપ્તા અને મનોજ રાજપાલ ગુપ્તા દેશના અલગ અલગ મોટા શહેરમાં બેંકોના એટીએમના મશીનમાં ડુપ્લીકેટ ચાવીથી ખોલી ખાસ પ્રકારના એટીએમ કાર્ડ વડે એનલિમીટેડે રૂપિયા ઉપાડી લેતા હતા.
તેના માટે તેઓ ઉઝબેકિસ્તાનથી મંગાવેલા ATM Black Boxને બેંક સર્વર સાથે કનેક્ટ કરતાં અને કેબલમાં વચ્ચે મીડલવેર તરીકે જોડી અલગ અલગ કાર્ડ વડે અથવા એક જ એટીએમ કાર્ડ વડે મનફાવે તેટલા રૂપિયા ઉઠાવતા હતા. આ શખ્સોએ 14મી મેના રોજ 3 કલાકમાં કોલકત્તામાં આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાંથી 25 લાખ રૂપિયાની રકમ ઉપાડી લીધી હતી. ત્યારબાદ નાસી ગયા હતા.
ગઠિયાઓએ પોલીસ તપાસમાં નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, બેંગ્લોરમાં પણ આવા ગુનાઓ કર્યા હોવાની રજૂઆત કરી હતી. બંને આરોપીના કોર્ટમાં રજૂ કરી અને કોલકત્તા પોલીસ તેમને લઈ ગઈ છે. આ બંને શખ્સો સુરતમાના અઠવા વિસ્તારમાં આવેલા ગોપીપુરા સુભાષ ચોક પાસેથી ઝડપાયા હતા.
શું છે ATM Black Box
એટીએમ બ્લેક બોક્ષ એવું ડિવાઇસ છે જે એટીએમ મશીન અને બેંકના સર્વરને કનેક્ટ કરતા વાયર વચ્ચે જોજવામાં આવે છે. આના લીધે બેંક સુધી જતી માહિતી સર્વર સુધી પહોંચતી નથી અને મશીન સુધી આપવામાં આવતી માહિતી ફક્ત બ્લેક બોક્સ સુધી જ પહોંચે છે.
" isDesktop="true" id="1103075" >
આ બોક્સનું સોફ્ટવેર સર્વરની જેમ કામ કરવા લાગ છે અને મશીનને વ્યવહાર કરવાની પરવાનગી આપે છે. વધુમાં જેના ખાતામાંથી પૈસા ઉઠાવવામાં આવે તેના ખાતામાંથી પૈસા માઇનસ પણ થતા નથી.
જોકે, બેંકની ફ્રોડ વિંગ અને ઇન્ટરનેલ ઑડિટ વિંગ દ્વારા આ બાબતની તપાસ કરવામાં આવતા ફ્રોડની જાણ બેંકને થાય છે. આ શખ્સોએ આ મશીન ઉઝબેકિસ્તાનથી મંગાવી અને તસ્કરી શરૂ કરી હતી.