Home /News /surat /સુરતમાં વધુ એક લેડી ડોને મચાવ્યો આતંક, જાહેરમાં જ તલવાર ખેંચી મારામારી કરી
સુરતમાં વધુ એક લેડી ડોને મચાવ્યો આતંક, જાહેરમાં જ તલવાર ખેંચી મારામારી કરી
સુરત શહેરમાં જાહેર રસ્તા પર આ લેડી ડોન એ મારામારી કરી હતી.
આ ભૂરી ડોનનો અગાઉ ઘણીવાર જાહેરમાં મારામારી અને લુખ્ખાગીરીનો વીડિયો સામે આવી ચૂક્યો છે. સ્થાનિકો આ ભૂરી ડોનથી હેરાન થઈ ચૂક્યા છે. પોલીસ તંત્રને ઘણીવાર રજૂઆત કરી હોવા છતાં ભૂરી ડોન અને તેના સાગરીતો સામે સુરત પોલીસ એક્શન નથી લઈ રહી.
સુરત: સુરતમાંથી એક લેડી ડોનનો આતંક સામે આવ્યો છે. આ લેડી ડોન દ્વારા જાહેરમાં મારામારી કરી હોય તેવા CCTV પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, આ લેડી ડોન હાથમાં તલવાર લઈને જાય છે અને મારામારી પણ કરે છે. સ્થાનિકો પણ આ આ લેડી ડોનથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે સ્થાનિકોએ આ અંગે પોલીસ મથકે રજૂઆત કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ પોલીસ દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવતા. જાહેરમાં અસામાજિક તત્વો દ્વારા મારામારી થતા પોલીસ કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે, આ લેડી ડોનનો અગાઉ ઘણીવાર જાહેરમાં મારામારી અને લુખ્ખાગીરીનો વીડિયો સામે આવી ચૂક્યો છે. સ્થાનિકો આ લેડી ડોનનું ભાવિષા હોવાનું જણાવી રહ્યા છે. પોલીસ તંત્રને ઘણીવાર રજૂઆત કરી હોવા છતાં આ યુવતી અને તેના સાગરીતો સામે સુરત પોલીસ એક્શન નથી લઈ રહી. હાલ સ્થાનિકો પુણા પોલીસ સ્ટેશને ભેગા થયા છે અને રજૂઆત કરવા સ્થાનિકો પોલીસ સ્ટેશને પહોચ્યા છે.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા સુરતમાં એક લેડી ડોન ભુરી સુરતમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે. લુંટ, ખંડણી અને હત્યાના પ્રયાસ જેવા સંગીન ગુનાઓની આરોપી અસ્મિતા ઉર્ફે ભુરી અનેકવાર પોલીસ સ્ટેનના પગથિયા ચઢી ચુકી છે.
મહત્ત્વનું છે કે સુરતના વરાછા વિસ્તારમાં આગાઉ પણ એક લેડી દ્વારા ડોન બનવાની લાલસામાં સરેઆમ તલવાર લઈને ફરતી હતી. સાથે લોકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી હતી. તેવામાં ફરી કોઈ લેડી ડોન બનવાના અભરખાના જોય તે માટે કાપોદ્રા પોલીસે ભાવના નામની યુવતીને ઝડપી પાડી હતી. ભાવના ઉર્ફે ભાવલીને લેડી ડોન બનવાનો ચસ્કો લાગ્યો હતો. તેથી લોકોને ડરાવવા ધમકાવવા માટે હાથમાં હથિયાર લઈ સરેઆમ ફરતી હતી.