Home /News /surat /સુરત : પોલીસના નાકમાં દમ કરી નાખનારી બંગાળી ગેંગ ઝડપાઈ, 44 ચોરીને આપ્યો હતો અંજામ

સુરત : પોલીસના નાકમાં દમ કરી નાખનારી બંગાળી ગેંગ ઝડપાઈ, 44 ચોરીને આપ્યો હતો અંજામ

સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલી બંગાળી ગેંગ

આ ગેંગ ચોરી માટે ગૂગલ મેપની મદદ લેતી હતી. સાંજ પડે ઝાડી ઝાખરામાં સંતાઈ જતા અને રાત્રે ચોરી કરતા, જે ઘરમાં ચોરી કરે તે ઘરમાં જમી અને બીડી પીધા પછી જ નીકળતા

સુરત નજીક હાઈવે ઉપર ભાડાનું (Surat)  મકાન રાખી ગુગલ મેપથી (Google Map) સુરતના ઝાંડી ઝાંખરા વાળી જગ્યાની આસપાસના રો હાઉસ, બંગલા કે ગાળા ટાઈપના મકાનો સર્ચ કર્યા બાદ રેકી કરી રાત્રીના સુમારે ચોરીના ગુનાને અંજામ આપતી આંતર રાજ્ય બંગાળી ગેગને ક્રાઈમ બ્રાન્ચે (Surat crime Branch) ઝડપી પાડી છે. ઝડપાયેલા ગેગના પાંચ સાગરીતો પાસેથી રોકડ રકમ, મોબાઈલ, દાગીના અને ચોરી કરવાના સાધનો મળી કુલ રૂપિયા 44 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પુછપરછમાં સુરતના છ, વલસાડના ત્રણ અને સાબરમતી પોલીસ સ્ટેસનના ઍક મળી કુલ 10 ગુનાનો ભેદ ઉકેલાયો છે.

સુરત  શહેરમાં ઘરફોડ ચોરી તથા લૂંટના ગુનાઓ બનતા અટકાવવા અને બનેલા ગુનાઓ શોધી કાઢવા માટે સુચના પોલીસ પેટ્રોલીંગમાં હતી  તે વખતે મળેલી બાતમીના આધારે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી આંતરરાજ્ય બંગાળી ગેગના મોહમંદ નિઝામ ઉર્ફે આકાશ તાસીર શેખ (ઉ.વ35, વરેલી ગામ વ્રજધામ સોસાયટી, મૂળ માઝરીયા, કેસપુર, જીલ્લો મેદનીપુર પ્રશ્વિમ બંગાળ), મોહમંદ ફારૂખ ઉર્ફે લોટોન અબ્દુલ શેખ (ઉ.વ 54,વરેલી ગામ વ્રજધામ સોસાયટી, મૂળ બડા બજાર કલકત્તા), હાલીમ આબુલહુસૈન શેખ (ઉ.વ.30, વરેલી ગામ વ્રજધામ સોસાયટી, મૂળ દત્તપુગુર બારાસાત,જીલ્લો ઉત્તર ચોવીસી પરગાણા) અને હફીઝુલ મંડલ કીબરીયા મંડલ(ઉ.વ.47, વરેલી ગામ,મૂળ  સ્વરૂપદાહુ, જીલ્લો ઉત્તર ચોવીસી પરગાણા), હસનાન ઉર્ફે સુમન જલાલ ખાન (ઉ.વ.30,વરેલી ગામ, મૂળ લાલટીન હીરા પહાડ ગુવાહાટી આસામ)ને ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો : સુરત : યુવકને વિકૃત હરકત ભારે પડી, ગુપ્તાંગમાં ચમચો ફસાઈ ગયો, તબીબોએ કર્યુ સફળ ઑપરેશન

ચોરી કરતા પહેલાં સમી સાંજથી ઝાંડી ઝાખરામાં સંતાઈ જતા 

ક્રાઈમ બ્રાન્ચે ટોળકી પાસેથી રોકડા, મોબાઈલ નંગ-૬, બે કાંડા ઘડિ઼યાળ, સોના ચાંદીના દાગીના, ચોરી કરવાના સાધનો મળી કુલ રૂપીયા 43,125 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં સુરતની આજુબાજમાં કીમ અને વરેલી ગામ ખાતે ભાડાના મકાન રાખી બપોરે જમ્યા બાદ બસ, છકડા કે ભાડાની ગાડીમાં સુરતથી ઝાંડી ઝાખરા વાળી જગ્યાની આસપાસના રો હાઉસ, બંગલા સહિતની જગ્યાઍ સાંજના અને રાત્રીના સુમારે રેકી કર્યા બાદ ઝાંડી ઝાખરામાં સંતાઈને રાત્રે દોઢથી બે વાગ્યામાં બંધ મકાને ટાર્ગેટ કરી દરવાજાનું લોકનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરતા હતા.

પોલીસની પુછપરછમાં ટોળકીઍ રાંદેરના ત્રણ, વરાછાના બે, ખટોદરાના ઍક, વલસાડ રૂરલ, ટાઉનના ત્રણ અને સાબરમતી પોલીસ સ્ટેશનના ઍક મળી ૧૦ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

આ ગેંગે સન 2012થી અત્યાર સુધીમાં 44ચોરીને અંજામ આપ્યો પોલીસની પુછપરછમાં તેમની ગેગમાં 10થી 12 જણા છે. અને સન 2016થી ચોરી કરે છે. અત્યાર સુધીમાં44 ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. જેમાં અમદાવાદમાં 12, વડોદરામાં 8, ભરુચમાં 7, વલસાડમાં 6, સુરતમાં 5, બારડોલીમાં લીમોરામાં 2 અને નડીયાદમાં 2 ચોરી કરી છે.ચોરી કર્યા બાદ મકાનમાં જ જમતા હતા. ગેંગ ના સાગરીતો જે બંગ્લા, રો હાઉસને નિશાન બનાવતા હતા ત્યાં ચોરી કર્યા બાદ મકાનમાં રસોડા કે ફ્રીજમાં રહેલ જમવાનું પણ ખાતા અને બીડી પીધા બાદ સવાર સુધીમાં પરત નજીકના ઝાડી ઝાંખરામાં સંતાઈ સવારે નાસી જતા હતા.

ગુગલ મેપથી ઝાંડી ઝાખરા વાળી જગ્યાના મકાનો સર્ચ કરતા હતા. બંગાળી ગેગના ઝડપાયેલા સાગરીતોની પુછપરછમાં ચોકાવનારી વિગતએ બહાર આવી હતી કે તેઓ  બે-બે તથા ત્રણ-ત્રણની જાડી બનાવીને સ્કુલબેગમાં સ્ક્રુ ડ્રાઈવર, રેન્જ ઍકઝેસ્ટ પાનુ, ગણિશિયું અને ટોર્ચ લાઈટ લઈ જીલ્લા કે શહેરની હદમાં પ્રવેશ કરતા ત્યારબાદ સુરતમાં ઝાડી ઝાંખરા વાળી જગ્યાના આસપાસના રો હાઉસ, બંગલા અને ગાળા ટાઈપના મકાનો ગુગલ મેપથી સર્ચ કરતા હતા. ત્યારબાદ જે જગ્યાઍ સાંજના તેમજ રાત્રીના સમયે જઈ રેકી કરી ઝાંડી ઝાખરામાં  સંતાઈ જતા હતા અને રાત્રીના દોઢ બે વાગ્યે ચોરી કરતા હતા.

આ પણ વાંચો : સુરત : કોલગર્લે યુવકને જાહેરમાં લમધાર્યો, ટ્રાફિક જવાન છોડાવવા પડ્યો, વીડિયો સોશિયલ મીડિયામાં Viral

ટોળકી મકાનમાંથી મોપેડની પણ ચોરી કરતા હતા અને તેને સુરત નજીકના મેઈન બ્રીજની નીચે તથા હાઈ-વે પર આવેલા ઢાબા ખાતે પાર્ક કરી બીજી વખત ચોરીમાં ઉપયોગ કરતા હતા. પોલીસની તપાસમાં ઝડપાયેલા આરોપીઓની અગાઉ અજમેર ખાતે મુલાકાત થતા મિત્રતા થઈ હતી. અને તે પછી કીમ ખાતે દરગાહ પર આવ્યા હતા.

આ પણ વાંચો : સુરત : કરન્ટ લાગતા થયું મોત, પરિવારને તબીબો પર વિશ્વાસ ન આવ્યો, દીકરાને ઝોળીમાં લઈ દોડ્યો

ત્યારથી ભેગા થઈને હાઈ વે નજીક વરેલી ગામ તથા કીમ ખાતે ભાડાની રૂમ રાખી હતી. બંગાળી ગેગમાં 10થી 12 સભ્યો છે  છેલ્લા ચારેક વર્ષથી થોડા થોડા અંતરે અલગ અલગ રૂમ ભાડે રાખીને ચોરી કરવા ભેગા થતા અને પરત પોતાના ઘરે આવી જતા હતા.ટોળકી જે મકાનને ટાર્ગેટ બનાવતી હતી ત્યાંથી હાથ લાગેલ સોના ચાંદીના દાગીનાનો મુદ્દામાલ મુંબઈ, અજમેર તથા લોકલ સોનીને સસ્તા ભાવે વેચી દેતી હતા અને ત્યારબાદ થોડા સમય માટે પોતાના વતન વેસ્ટ બંગાળ ખાતે નાસી જતા હતા. બે ત્રણ મહિના પછી પરત સુરત આવીને ચોરી કરતા હતા.
First published:

Tags: Google map, Gujarati news, Surat police, ગુનો, સુરત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો