Home /News /surat /પરીક્ષા વિદ્યાર્થિનીએ પોતાની જીવનલીલા સંકેલી; પરિવાર કહ્યું હતું કે તારે આની સાથે...
પરીક્ષા વિદ્યાર્થિનીએ પોતાની જીવનલીલા સંકેલી; પરિવાર કહ્યું હતું કે તારે આની સાથે...
પોતાની જીવનલીલા સંકેલી
Surat Crime News: સુરતના સચિન વિસ્તારમાં રહેતી અને ધોરણ 12 આર્ટસની પરીક્ષા આપનાર વિદ્યાર્થીનીએ પરીક્ષા પહેલા જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
સુરત: તાજેતરમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાના ટેન્શનમાં આવી જઈને આપઘાત કરવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. સુરતના સચિન વિસ્તારમાં રહેતી અને ધોરણ 12 આર્ટસની પરીક્ષા આપનાર વિદ્યાર્થીનીએ પરીક્ષા પહેલા જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
વિદ્યાર્થિનીએ પોતાની જિંદગી ટૂંકાવી
સુરતના છેવાડે આવેલા સચિન વિસ્તારનાબોણંદ ગામમાં આવેલ ડુંગરી ફળિયામાં નાના સાથે રહેતી અને ધોરણ 12 આર્ટસમાં અભ્યાસ કરતી 17 વર્ષીય રોશની રાઠોડ નામની વિદ્યાર્થીનીએ આજે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રોશની રાઠોડે ઘરના રસોડામાં જઈને છતના ફૂંક સાથે ઓઢણી બાંધીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે આ ઘટનાની જાણ થતા સમગ્ર વિસ્તાર સાથે ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું રોશની રાઠોડ ભરી ગામ ખાતે આવેલ મોસમ હાઇસ્કુલ માં ધોરણ 12 આર્ટસમાં અભ્યાસ કરતી હતી. આવનાર 17 માર્ચ ને શુક્રવારના રોજ ધોરણ 12નું અર્થશાસ્ત્ર નું પહેલું પેપર આપવાની હતી. પરંતુ પરીક્ષાના બે દિવસ પહેલા જ વિદ્યાર્થીનીએ ઘરે પાછો ખાય આપઘાત કરી લીધો છે.
રોશનીની પિતરાઈ બહેન પણ ધોરણ 12 હતી. જોકે આ યુવતી રોશની ગામમાં જ રહેતા એક યુવક સાથે તે વાત કરતી હતી અને તેની સાથે પ્રેમમાં પડી હતી. યુવક યોગ્ય ન હોવાથી અને દારૂ પીતો હોવાથી પરિવારે આ યુવક સાથે વાત કરવાની ના પાડી હતી. અને તેની સાથે વાત કરવા દેવામાં આવતી ન હતી. જેને લઇ રોશનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીએ લખેલી સુસાઇડ નોટ કબજે કરી હતી. 17 વર્ષીય રોશની રાઠોડના પિતા નાનુભાઈ 13 વર્ષ પહેલાં અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. જેને લઇ રોશની અને તેનો ભાઈ માતા શીલાબેન સાથે તેના 60 વર્ષીય નાના બુધિયાભાઈ સાથે ડુંગરી ફળિયામાં રહેતા હતા. મરનાર રોશનીની માતા શીલાબેન અને નાની અન્યના ઘરે ઘરકામ કરવા જતા હતા. જ્યારે નાના ઘર પાસે જ કરિયાણાની દુકાન ચલાવતા હતા. અને તેમના દીકરાની પુત્રી આરતી તેમની સાથે રહેતી હતી.
આ મામલે પોલીસે તપાસ હાથ ધરી
દરમિયાન બપોરના સમયે માતા અને નાની અન્યના ઘરે કામ કરવા ગઈ હતી જ્યારે નાના બહારના રૂમમાં આરામ કરતા હતા ત્યારે રોશની અને તેની બહેન આરતી અલગ અલગ રૂમમાં ધોરણ 12ની પરીક્ષાની તૈયારી કરતા હતા. દરમિયાન અચાનક રોશની રસોડામાં જઈને ઓઢણી વડે ગળે ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. પરિવારે પોલીસ ઘટનાની જાણકારી આપતા ઘટનાની જાણ સચિન પોલીસને થતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. વિદ્યાર્થીના મૃત દેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ઉપરાંત વિદ્યાર્થીનીની ધોરણ 12ના બોર્ડની હોલ ટિકિટ પણ પોલીસે કબજે લઈ આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.