Home /News /surat /Surat Cyber Crime Cases: તમારી સાથે પણ આવું થઇ શકે છે! સાયબર ક્રાઇમના ડિટેક્ટ થયેલા ગુના જાણી બનો જાગૃત
Surat Cyber Crime Cases: તમારી સાથે પણ આવું થઇ શકે છે! સાયબર ક્રાઇમના ડિટેક્ટ થયેલા ગુના જાણી બનો જાગૃત
સુરત શહેર વિસ્તારમાં નોંધાયેલા ગુનાઓમાં 94% ગુના શોધી કાઢવામાં સાયબર ક્રાઇમ પોલીસને સફળતા મળી છે.
Surat Cyber Crime Cases: 2022માં સાયબર ક્રાઈમ દ્વારા શોધવામાં આવેલા કેટલાક ગુનાઓથી બનો જાગૃત; સુરત શહેર વિસ્તારમાં નોંધાયેલા ગુનાઓમાં 94% ગુના શોધી કાઢવામાં સાયબર ક્રાઇમ પોલીસને મળી છે સફળતા
સુરત: ટેકનોલોજીનો ઉપયોગ વધવાની સાથે તેને લગતા ગુનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સતત સાયબર ક્રાઇમના ગુનાઓમાં વધારો થતાં હવે પોલીસ પણ થોડી અપડેટ થઈ છે. પોલીસ દ્વારા સાયબર ક્રાઈમના ગુનાઓને શોધવામાં સફળતાનો ગ્રાફ પણ સતત ઉંચો જઈ રહ્યો છે. સુરત શહેર વિસ્તારમાં નોંધાયેલા ગુનાઓમાં 94% ગુના શોધી કાઢવામાં સાયબર ક્રાઇમ પોલીસને સફળતા મળી છે.
સાયબર ક્રાઇમ સેલની કામગીરી
સુરત શહેરમાં વર્ષ 2022માં સાયબર ક્રાઈમ સેલ ખાતે 80 જેટલા ગુનાઓ નોંધાયા હતા. જેમાંથી 75 ગુનાઓ શોધવામાં સાયબર ક્રાઇમને સફળતા મળી હતી. ટકા પ્રમાણે જોવા જઈએ તો, સાયબર ક્રાઇમે 94% ગુનાઓ શોધી કાઢ્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસે 75 ગુનાઓ શોધીને 142 આરોપીની ધરપકડ કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાયેલા ગુનાઓમાં ફ્રોડનો આંકડો 5 કરોડ 77 લાખ 74 હજાર 661 હતો. જેમાંથી પોલીસે 2 કરોડ 31લાખ 74 હજાર 639ની મિલકત રિકવર અને ફ્રીઝ કરવામાં આવી હતી.
સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ માત્ર સાયબર સેલ જ નહીં પરંતુ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં પણ દાખલ કરવામાં આવે છે. સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનાની વાત કરવામાં આવે તો, વર્ષ 2022માં સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 376 જેટલા ગુનાઓ દાખલ થયા હતા. જેમાંથી પોલીસે 218 જેટલા ગુનાઓને ડિટેક્ટ પણ કરી લીધા હતા. આમ આ ગ્રાફને જોવા જઈએ તો પોલીસને વર્ષ દરમ્યાન 60% ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી હતી.
વર્ષ 2020માં 192 ગુના, ડિટેક્ટ 71, સફળતા 36% વર્ષ 2021માં 272 ગુના, ડિટેક્ટ 126, સફળતા 46%
શહેર સાયબર સેલની મહત્વની કામગીરી
સુરત શહેર સાયબર ક્રાઇબને વર્ષ 2020થી વર્ષ 2022 સુધીમાં તુરંત ભોગ બનનારે જો સંપર્ક કર્યો હોય તો તેવા લોકોની 95 લાખ 63 હજાર 932ની રકમ રિફંડ અપાવવામાં સફળતા મળી હતી. સાઇબર ક્રાઇમ દ્વારા એનસીસીઆરટી તથા આઇઆરયુ ઉપર ફરિયાદ નોંધાવનાર કુલ 859 જેટલા ફરિયાદીઓના કોર્ટ હુકમ મેળવીને એક કરોડ 60 લાખ 45 હજાર 720 રૂપિયાને રિફંડ કરાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
2022માં સાયબર ક્રાઈમ દ્વારા શોધવામાં આવેલા કેટલાક ગુનાઓ
- ભારતની અલગ-અલગ પ્રખ્યાત હોસ્પિટલોના નામે ફેક્ટ વેબસાઈટ બનાવી છેતરપિંડી આચરનાર આફ્રિકા ગેંગનો બેંગ્લોરથી પર્દાફાશ - વિમાની પાકતી રકમ મેળવવા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલ છે તેવી ખોટી ઓળખાણ આપી વીમા પોલિસી ફ્રોડ કરતી દિલ્હીની ગેંગનો પર્દાફાશ - Rbl બેંક ક્રેડિટ કાર્ડના ધારકો સાથે ઓટીપી મેળવી છેતરપિંડી કરનાર ઝારખંડની જામતારા ગેંગનો પર્દાફાશ - એપ્લિકેશનમાં ઇન્વેસ્ટ કરવાથી ખૂબ વધારે પ્રોફિટ મળશે, તેવી લોભામણી વાતો કરી ઇન્વેસ્ટમેન્ટના નામે ફ્રોડ કરતી પશ્ચિમ બંગાળની ગેંગનો પર્દાફાશ - ઓનલાઇન ફેક વેબસાઈટ ઉપર ગલુડિયું વેચવાની જાહેરાત મૂકી છેતરપિંડી આચરથી વેસ્ટ આફ્રિકન ગેંગનો પર્દાફાશ - આરટીઓ કચેરી સુરત શહેર ખાતેથી ડ્રાઇવિંગ ટેસ્ટ લીધા વગર પાકો લાયસન્સ એપ્રિલ કરનાર સુરતની ગેંગનો પર્દાફાશ - જીએસઆરટીસીના યુઝરનેમ તથા પાસવર્ડનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી જીએસઆરટીસી બસની ટ્રીપો ઓનલાઈન કેન્સલ કરી એડવોક કરી જીએસઆરટીસી પાસેથી રિફંડ મેળવતા એજન્ટોના કૌભાંડનો પર્દાફાશ - સસ્તા ભાવે ક્રિપ્ટો કરન્સી આપવાની લોભામણી વાતો કરી ક્રીપ્ટો કરન્સી ન આપી છેતરપિંડી કરતી મુંબઈની ગેંગનો પર્દાફાશ