Home /News /surat /Surat : સુરતવાસીઓના પ્રિય આસામની આન્ટીના મોમોસ, એવા મજેદાર કે મોઢામાં પાણી આવી જાય, જુઓ વીડિયો

Surat : સુરતવાસીઓના પ્રિય આસામની આન્ટીના મોમોસ, એવા મજેદાર કે મોઢામાં પાણી આવી જાય, જુઓ વીડિયો

સુરતમાં

સુરતમાં મોમો આન્ટી ખુબ જ ફેમસ છે. તેમને ત્યાં દૂર દૂરથી લોકો મોમોસ ખાવા આવે છે.

મોમોસની વાત કરીએ તો ફૂડના નિષ્ણાંતો જણાવે છે કે મોમો એ સૌથી પહેલા નેપાળમાં બનાવવામાં આવતા હતા અને ત્યાર બાદ મોમો તિબેટમાં પ્રચલિત વધુ બન્યા અને ત્યાંથી આખા વિશ્વમાં તે પ્રસિદ્ધ બન્યા હતા.

    Nidhi Jani, Surat : મોમોસની વાત કરીએ તો ફૂડના નિષ્ણાંતો જણાવે છે કે મોમો એ સૌથી પહેલા નેપાળમાં બનાવવામાં આવતા હતા અને ત્યાર બાદ મોમો તિબેટમાં પ્રચલિત વધુ બન્યા અને ત્યાંથી આખા વિશ્વમાં તે પ્રસિદ્ધ બન્યા હતા.ભારતમાં મોમોસ તિબેટયન લોકોની વસ્તી વધતા પ્રખ્યાત બનવા પામ્યા હતા.સૌથી પહેલા દહેરાદૂન, દાર્જીલિંગ, સિક્કિમ, દિલ્લી, લદાખ વગેરે શહેરોમાં પ્રખ્યાત બન્યા હતા.

    મુખ્યત્વે તો મોમોસ શાકાહારી ન હતા, ચિકન મોમોસ તરીકે નોન વેજ મોમોસ સૌ પ્રથમ બનાવામાં આવતા હતા. ત્યાર બાદ ધીમે ઘીને તેની પ્રસિદ્ધિ વધતા તેમાં લોકોની વેજ મોમોસની માંગણી પુરી કરવા વિવિધ પ્રકારના વેજ મોમો બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

    મોમોસ એ એક મેંદાના પડની અંદર વેજ કે નોન વેજ સ્ટફિંગ ભરીને તેને બાફીને બનવવામાં આવે છે અને લાલ મરચા અને ટામેટાની ચટણી સાથે પીરસવામાં આવે છે.આમ તો તે બાફેલા જ હોય છે પણ હવે તેની અંદર ઘણી બધી વેરાયટી પણ મળે છે જેમાં તળેલા મોમોસ, ગ્રેવી મોમોસ જેવા અલગ પ્રકારના મોમો બનાવાય છે.

    ગુજરાતીઓ દરેક વાનગીને અપનાવે છે તે તો તમને સૌને ખબર જ હશે. ગુજરાતમાં આવીને બીજા રાજ્યના લોકો પણ વસેલા છે. ત્યારે આમાંથી દરેક અલગ અલગ વ્યવસાયમાં રોકાયેલા છે. તેઓ અહીં આવીને અહીંયાના લોકો સાથે ભળી જાય છે. સુરતમાં આવી રીતે જ આસામનું એક પરિવાર આવે છે અને અહીં પોતાનો વ્યવસાય શરૂ કરે છે.

    સુરતમાં બિષ્નુ માયા ક્ષેત્રી અને તેમનો પરિવાર વર્ષોથી સુરતમાં આવીને મોમોસ બનાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે.આંટી મોમોસ તરીકે પ્રખ્યાત આ મોમોસ બનાવતા આંટીના મોમોસ તમે એક વાર ખાશો તો વારંવાર અહીં આવવા માંગશો. અહીં 4 વાગ્યાથી ગ્રાહકોની ભીડ શરૂ થઇ જાય છે અને રાત્રે મોડે સુધી તે શરૂ રહે છે.

    આંટી મોમોસ બનાવે છે અને તેમની સાથે તેમના પતિ અને બે બાળકો તેમની સાથે કામ કરે છે આમ આખો પરિવાર સવારથી રાત સુધી માત્ર મોમોસ બનવવાના કામ પાછળ લાગી રહે છે. તેમના તંદુરી ગ્રેવી મોમોસ, ચીઝ ગ્રેવી મોમોસ, લોખરા, શાંગ્રીલા, સ્ટીમડ મોમોસ વગેરેનો સ્વાદ સુરતમાં મળતા બીજા મોમોસ કરતા તદ્દન જુદો જ છે. જે તેમને અહીં પ્રખ્યાત બનાવે છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Street food, સુરત

    विज्ञापन
    विज्ञापन