Home /News /surat /Surat News: સુરતમાં માસીએ જ કરી ભાણિયાની હત્યા, કારણ જાણીને છૂટી જશે અરેરાટી

Surat News: સુરતમાં માસીએ જ કરી ભાણિયાની હત્યા, કારણ જાણીને છૂટી જશે અરેરાટી

આ મામલે અઠવા પોલીસે મૃતકની માસી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

માત્ર 12 વર્ષના બાળકને ક્રુરતાપૂર્વક ફટકારવાથી મોતની ઘટનાએ આખા વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે.

સુરત : શહેરમાંથી વધુ એક સંબંધોને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નાનપુરા ખંડેરાવપુરા વિસ્તારમાં સગી માસીએ 12 વર્ષના સગીરને મારી મારીને હત્યા કરી નાંખી છે. માસીએ ઘરમાં 200 રૂપિયાની ચોરીની શંકા જતા 12 વર્ષના સિરાઝુલને ઘણો જ માર માર્યો હતો.

શહેરના નાનપુરા ખંડેરાવપુરા વિસ્તારમાં રહેતી રેશ્માબીબી મોહમદ ઝુબેર શેખના 12 વર્ષિય પુત્ર સિરાઝુલને ગત રાત્રિના સમયે નાનપુરા ખંડેરાવપુરા ખાતે રહેતી માસી શહેઝાદી સલીમ અકબરશાએ દંડા વડે માર માર્યો હતો. જેના કારણે માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જે બાદ સગીર વયના સિરાઝુલનું મોત નિપજ્યું હતું. સિરાઝુલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે અઠવા પોલીસે મૃતકની માસી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: પતિ અને સાસરિયાઓ સામે અમદાવાદની પરિણીતાની ફરિયાદ

ચોંકાવનારી વાત તો એ છે કે, સિરાઝુલની હત્યા કરનાર શહેઝાદી તેની સગી માસી છે અને તે વિધવા છે. ઘરમાંથી ચોરી થઇ હોવાની શંકા રાખીને સિરાઝુલને દંડા વડે માર મરાતા તેનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. શહેઝાદી ખંડેરાવ પુરાના એક મકાનમાં પહેલા માળે રહે છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રેશ્માબીબી રહે છે. હાલ આ મામલે વધુ તપાસ અઠવા પોલીસે કરી છે. મોડી રાત્રીએ શહેઝાદી સલીમ અકબરશાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: કચ્છનો 450 વર્ષનો ઇતિહાસ બદલાયો, માતાના મઢમાં બે વાર પતરી વિધિ થઈ

[caption id="attachment_1260082" align="alignnone" width="384"] મૃતકની તસવીર[/caption]

માત્ર 12 વર્ષના બાળકને ક્રુરતાપૂર્વક ફટકારવાથી મોતની ઘટનાએ આખા વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. આટલી ક્રુરતાપૂર્વક કોઇ મહિલા બાળકની હત્યા કેવી રીતે કરી શકે તેવી ચર્ચા સમગ્ર વિસ્તારમાં ચાલી રહી હતી. હવે મહિલા પોલીસની ગીરફ્તમાં આવી ગઇ છે. બાળકે 200 રૂપિયા ચોર્યા હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરી છે. હત્યા કરનાર માસીના ₹200 ચોરાઈ ગયા હતા અને બાળક પર ચોરીનો વહેમ રાખીને માર માર્યા હોય તેવી વાત કરતાં તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Crime news, ગુજરાત, સુરત

विज्ञापन
विज्ञापन