સુરત : શહેરના ઉધના વિસ્તારમાં આજે સાંજે એક યુવાને અચાનક ઉધના લીંબાયતને જોડતા બ્રિજ પરથી આપઘાત માટે કૂદકો માર્યો હતો. જોકે યુવાન ખરાબ રીતે નીચે પટકાતા સ્થાનિક લોકો દોડી આવ્યા અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, ત્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોના મહામારી વચ્ચે લોકોના વેપાર ઉદ્યોગ અથવા કોરોનાને લઇને ઓનલાઇન અભિયાસમાં મન નહિ લગતા લોકોના આપઘાતની એક બાદ એક ઘટના જોવા મળી રહી છે, ત્યારે આજે એક યુવાને આપઘાત માટે જે પગલું ભર્યું હતું તે જોઈને અનેક લોકો વિચારમાં પડી ગયા હતા.
વિગતે ઘટનાની વાત કરીએ તો, સુરતના ઉધના વિસ્તારમાં આવેલ લીંબાયત અને ઉધનાનાને જોડતા ઓવર બ્રિજ પરથી સાંજે એક યુવાને અચાનક આપઘાત કરવા માટે ભૂસકો માર્યો હતો. જોકે આ સમયે સાંજનો સમય હોવાથી આ બ્રિજ પરથી લોકો પોતાનો કામ ધંધો પતાવી ઘરે પરત ફરતા હોય છે, જેથી લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા, અને સ્થાનિક લોકોએ તાત્કાલિક આ ગંભીર રીતે ઘાયલ યુવાનને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યાં તેની તબિયત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
આ બનાવની જાણકારી મળતા પોલીસ પણ તાતકાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આપઘાત માટે કૂદકો મારનાર યુવાન કોણ છે? ક્યાં રહે છે? અને તેણે આપઘાતનું પગલું કેમ ભર્યું? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે યુવાન દ્વારા આવું પગલું સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. શહેરમાં સતત આવી ઘટના બનતા આ વિસ્તારના લોકોમાં ચિંતા પણ વધી છે, કેમ કે આ વિસ્તારમાં સૌથી વધુ આપઘાતની ઘટના પોલીસ ચોંપડે નોંધાય છે. આ ઘટના બાદ આ યુવાને કોરોના લાકાને આર્થિક સંકડામણ આવી જતા આ પગલું ભર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે.