સુરત : દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal)શનિવારે મોડી રાત્રે સુરતના (Arvind Kejrival in Gujarat) એરપોર્ટ ખાતે ઉતર્યાં હતા અને રાત્રિ રોકાણ બાદ આજે ભરૂચ ખાતે આદિવાસી સંમેલનમાં હાજરી આપવાના છે. ત્યારે સુરતના એરપોર્ટ પર ભાજપ તેમનાથી ગભરાઈ ગયું છે અને આગામી દસ દિવસમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election) જાહેર કરે તેવી આશંકા વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ બાદ આપ પાર્ટીએ જે રીતે પોતાનો પગપેસારો કર્યો છે. આપ પાર્ટીએ તાજેતરમાં જ પંજાબ ખાતે ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવી છે ત્યારે ગુજરાતના લોકોને રીઝવવા માટે દિલ્હીના સીએમ અને આપ પાર્ટીના મુખ્ય વ્યક્તિ તરીકે અરવિંદ કેજરીવાલ સુરતના એરપોર્ટ ખાતે શનિવારે મોડી રાત્રે પહોંચ્યા હતા અને રાત્રિ રોકાણ કર્યા બાદ આજે સુરત નજીક આવેલા ભરૂચ ખાતે આદિવાસી સંમેલન યોજવા જઇ રહ્યા છે. જોકે, સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં ફ્રેન્ડલી મેચ રમતા હતા. હવે આમ આદમી પાર્ટી આવવાથી ભાજપ ઘણાં જ તણાવમાં છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, ભાજપા આગામી દસ દિવસમાં વિધાનસભા બંધ કરીને ચૂંટણીની જાહેરાત કરે તેવી શક્યતાઓ છે. કારણ કે, જે રીતે આપે પંજાબમાં વિજય મેળવી છે તેથી ભાજપ ગુજરાતમાં આપને સમય આપવા માગંતી નથી.
ટ્વિટમાં પણ ભાજપને આડે હાથે લીધી હતી
અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા એક ટ્વિટ પણ કર્યુ હતુ. સીએમ કેજરીવાલે ટોણો મારતા પૂછ્યું કે, શું ભાજપ વિધાનસભા ભંગ કરીને આગામી સપ્તાહે ચૂંટણીની જાહેરાત કરશે. દિલ્હીના મુખ્યમંત્રીનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ગુજરાત ચૂંટણીને લઈને રાજ્યના ટોચના નેતાઓ પીએમ મોદીને દિલ્હીમાં તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે ભાજપ ગુજરાતમાં વિધાનસભા ભંગ કરીને નવી ચૂંટણીની જાહેરાત કરવા જઈ રહી છે. તેમણે એમ પણ પૂછ્યું કે શું ભાજપ AAPથી એટલી ડરે છે?
ગુજરાતના સ્થાપના દિવસ પહેલી મેના દિવસે અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયુ છે. AAP અને BTP પાર્ટી એક થશે. આ દિવસે છોટુ વસાવા અને અરવિંદ કેજરીવાલ ભરૂચના ચંદેલીયા વ્હાઈટ હાઉસમાં બેઠક કરશે અને ત્યાર બાદ આદિવાસી મહાસંમેલનનું આયોજનમાં હાજરી આપશે. ભૂતકાળમાં આદિવાસી સમાજ સાથે સરકારે જે અન્યાય કર્યો છે. ગરીબોને ના સારી સરકારી શાળા ના તો બે સમયનું જમવાનું નસીબ થયું છે.ગામડામાં આદિવાસીઓ ઘર છોડી રહ્યા છે. AAP અને BTP સાથે મળીને બીજેપી સામે લડશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર