Home /News /surat /Gujarat Election: કેજરીવાલનો મોટો ધડાકો, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયા આ બેઠક પરથી લડશે ચૂંટણી

Gujarat Election: કેજરીવાલનો મોટો ધડાકો, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયા આ બેઠક પરથી લડશે ચૂંટણી

ગોપાલ ઈટાલિયા. અરવિંદ કેજરીવાલ અને ઇસુદાન ગઢવીની ફાઇલ તસવીર

Surat Election: ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી કરી રહ્યા છે. ત્યારે આપનાં અરવિંદ કેજરીવાલે ઉમેદવારોની જાહેરાતમાં મોટો ધડાકો કર્યો છે.

    સુરત: ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી કરી રહ્યા છે. ત્યારે આપનાં અરવિંદ કેજરીવાલે ઉમેદવારોની જાહેરાત કરતા જણાવ્યુ છે કે, ગોપાલ ઇટાલિયા સુરતના કતારગામ વિધાનસભા અને મનોજ સોરઠીયાને કરંજ વિધાનસભાથી ચૂંટણી લડશે.

    કેજરીવાલે કરી મોટી જાહેરાત


    આપના સંયોજક અને દિલ્હીનાં મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, 'રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં અમારા પ્રદેશ પ્રમુખ અને લોકપ્રિય યુવા શ્રી ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ વિધાનસભાથી ચૂંટણી લડશે અને પ્રદેશ મહામંત્રી શ્રી મનોજ સોરઠીયા કરંજ વિધાનસભાથી ચૂંટણી લડશે.'



    નોંધનીય છે કે, મંગળવારે જ આપ દ્વારા ચૂંટણી માટે ઉમેદવારોની 12મી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં કુલ સાત ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા હતા.



    આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારોનો મામલો દિલ્હી દરબારમાં

    ગુજરાત આપનાં સ્ટાર પ્રચારક


    ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં AAPના સ્ટાર પ્રચારક છે. ક્રિકેટર અને પંજાબના રાજ્યસભા સાંસદ હરભજન સિંહ પણ સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતમાં પાર્ટીનો પ્રચાર કરશે. AAPના સીએમ ચેહરો ઇસુદાન ગઢવી અને ગુજરાતમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા , મનોજ સોરઠિયા, અલ્પેશ કથીરિયા અને યુવરાજ જાડેજા પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે. ગુજરાત માટે AAPના સ્ટાર પ્રચારકોની યાદીમાં પંજાબ સરકારના બે મહિલા મંત્રીઓ બલજિંદર કૌર અને અનમોલ ગગન માનનું પણ નામ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन