Home /News /surat /

Surat Crime: સુરતમાં મનપાની શાળામાં વિદ્યાર્થીને નગ્ન કરી યૌનશોષણના મામલે આચાર્યની અટકાયત

Surat Crime: સુરતમાં મનપાની શાળામાં વિદ્યાર્થીને નગ્ન કરી યૌનશોષણના મામલે આચાર્યની અટકાયત

આ મામલે પુણા પોલીસ મથકમાં પાલિકાના તપાસ સમિતિના નિરીક્ષકે ફરિયાદ આપી હતી.

પ્રિન્સિપાલની સાથે અન્ય કેટલાક વિદ્યાર્થીઓ નગ્ન વિદ્યાર્થીની મશ્કરી કરતા હતા. એટલું જ નહિ તે વિદ્યાર્થીને નગ્ન કરી કેબિનમાં દોડાવતા હતા. વિદ્યાર્થીનાં કપડાં પણ સંતાડી દીધાં હતાં.

સુરત (Surat) માં વિદ્યાર્થી સાથે યૌનશોષણ (Sexual exploitation of a student)નો મામલે આખરે યૌન શોષણ કરનાર આચાર્ય (principal)ની અટકાયત કરવામાં આવી છે. સુરતના પુણા વિસ્તાર (Surat Puna Area)માં આવેલ મનપા શાળા નંબર 300ના આચાર્ય નિશાંત વ્યાસ (principal Nishant Vyash)ની અટકાયત કરાઈ છે. અગાઉ વિદ્યાથી સાથે યૌન શોષણનો વીડિયો વાયરલ થયો હતો.વીડિયો વાયરલ થતા લોકો પણ આ આચાર્ય માટે ફિટકાર વરસાવી હતી. જોકે પ્રિન્સિપાલ નિશાંત વ્યાસને કારણે પાલિકાની પ્રાથમિક શાળાની આબરૂના પણ ધજાગરા ઉડાવ્યા હતા.

જેના ભાગરૂપે પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ આ મુદ્દો ચગ્યો હતો અને સામાન્ય સભામાં પણ આ મુદ્દો ગુંજયો હતો. તેમજ આપ પાર્ટી દ્વારા કડકમાં કડક સજા થાય તેવી માંગ કરીને વિરોધ પ્રદશન કર્યું હતું. જોકે આ યૌન શોષણ મુદ્દો ગરમ બનતા આખરે પોલિસે પોક્સો એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો- સુરત પોલીસની દાદાગીરી સીસીટીવી ફૂટેજમાં કેદ!

પુણા પોલીસ મથકમાં પાલિકાના તપાસ સમિતિના નિરીક્ષકે ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે પ્રિન્સિપાલ નિશાંતકુમાર યોગેશકુમાર વ્યાસ સામે પોક્સો એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. ગુનો દાખલ થતાંની સાથે પ્રિન્સિપાલ નિશાંતકુમાર ઘરેથી ભાગી ગયો હતો. બનાવની વાત કરીએ તો આચાર્ય દ્વારા વિદ્યાર્થીને નગ્ન કરી વીડિયો પણ ઉતાર્યો હતો. શાળાનો આચાર્ય નિશાંત વ્યાસ પોતાની કેબિનમાં 14 વર્ષના વિદ્યાર્થીને બોલાવી તેને નગ્ન કર્યો હતો પછી અન્ય વિદ્યાર્થીને પ્રિન્સિપાલે પોતાનો મોબાઇલ શૂટિંગ ઉતારવા માટે આપ્યો હતો.

આ પણ વાંચો- સુરતની એક સંસ્થાએ 1000 ગરીબ દીકરીઓ માટે શરૂ કરી આવી પહેલ

પ્રિન્સિપાલની સાથે અન્ય કેટલાક વિદ્યાર્થીઓ નગ્ન વિદ્યાર્થીની મશ્કરી કરતા હતા. એટલું જ નહિ તે વિદ્યાર્થીને નગ્ન કરી કેબિનમાં દોડાવતા હતા. વિદ્યાર્થીનાં કપડાં પણ સંતાડી દીધાં હતાં. હાલ તો પોલીસે તેની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે લાંબા સમયથી પોલીસ પકડતી ભાગતા આચાર્યની ધરપકડ બાદ હવે આ મામલે પોલીસ તપાસમાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ બે વર્ષ જુના કેસમાં જે પ્રકારે અધિકારીઓની મધ્યસ્તી બાદ ગુનો દાખલ થયો છે ત્યારે હવે આપણી વિરુદ્ધ પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Surat Crime Latest News, Surat crime news, Surat police

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन