Home /News /surat /સુરત શહેર તથા સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગની ધરપકડ

સુરત શહેર તથા સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગની ધરપકડ

આંતરરાજ્ય ગેંગની ધરપકડ

Surat Inter-state gang busted: સુરત શહેર તથા સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ટોબેકોની દુકાનોના સટર તોડી ઘર ફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીને સુરતની પુણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

સુરત: સુરત શહેર તથા સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ટોબેકોની દુકાનોના સટર તોડી ઘર ફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીને સુરતની પુણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ચાર આરોપીની પૂછપરછ દરમિયાન ચાર અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી 10,80,120નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો


સુરત શહેરમાં ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ગુનાઓને બનતા અટકાવવા માટે અને અનડીટેકટ ગુનાઓને શોધી કાઢવા પોલીસને સૂચના આપવામાં આવી છે. સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અલગ અલગ ટીમ બનાવીને ઘર ફોડ ચોરીના બનાવો બનતા અટકાવવા તેમજ અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે સમયે બાતમીના આધારે ઘરફોડ ચોરીના ગુનામાં ભાગતા ફરતા ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. આ ચાર આરોપીની ધરપકડ કરી તેમની પૂછપરછ કરતા સુરત શહેર તથા ગ્રામ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચાર ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

આ પણ વાંચો: હવામાન વિભાગની પણ ગુજરાતમાં 2 દિવસ વરસાદની અને ભારે પવન ફૂંકાવાની આગાહી

મુખ્ય ચાર લોકોની ધરપકડ કરવામાં આવી


પુણા પોલીસ દ્વારા જે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમાં સંદીપ ઉર્ફે સંજય દુધરેજીયા, શેતાનસિંગ સોલંકી, મહાવીર કુંપાવત અને હિંમતસિંહ રાજપુતનો સમાવેશ થાય છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આ ગુનાનો મુખ્ય સૂત્રધાર સંદીપ જે પહેલા ચોરી કરવાની હોય ત્યાં રેકિ કરતો હતો. ત્યારબાદ આરોપી ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. અગાઉ મુંબઈ ખાતે આરોપી સંદીપે શેતાન સિંહ સાથે મળી ચોરીના ગુનાઓને અંજામ આપ્યા છે અને તેઓ દુકાનના શટર તોડી ગણતરીની મિનિટોમાં ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. તો અન્ય આરોપી મહાવીર પણ અગાઉ મુંબઈના ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે.


પોલીસ આગળની તપાસ હાથ ધરી


આ ઉપરાંત હિંમતસિંહ નામના આરોપીએ પોતાની બોલેરો પીકપ ચોરીના ગુનામાં ઉપયોગમાં લીધી હતી અને આરોપીઓને રહેવાની સગવડ સંદીપે કામરેજ આગળ આવેલા ડુંગરી ગામમાં કરી હતી અને ત્યારબાદ આ તમામ આરોપીઓએ સાથે મળી ટોબેકોની દુકાનનું શટર તોડી તેમાંથી માલની ચોરી કરી ભાગી ગયા હતા. આરોપીઓની ધરપકડ બાદ પોલીસ દ્વારા ટોબેકોની દુકાનમાંથી ચોરી કરવામાં આવેલ સિગારેટ ગુટખા તેમજ ટોબેકોનો 3,28,620નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત એક બોલેરો પીકઅપ પણ જપ્ત કરવામાં આવ્યું છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Gujarati news, Surat news, Surat police

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો