Home /News /surat /માસૂમ બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસ મામલે સુરત કોર્ટમાં ડે ટુ ડે સુનાવણી ચાલી, આવતીકાલે મહત્ત્વનો ચુકાદો
માસૂમ બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસ મામલે સુરત કોર્ટમાં ડે ટુ ડે સુનાવણી ચાલી, આવતીકાલે મહત્ત્વનો ચુકાદો
સુરતના ચોકબજાર પોલીસ મથકની હદમાં 7મી ડિસેમ્બરના રોજ યુપીવાસી પરિવારની સાત વર્ષની માસુમ બાળકીનું અપહરણ થયું હતું.
સુરતના ચોકબજાર પોલીસ મથકની હદમાં 7મી ડિસેમ્બરના રોજ યુપીવાસી પરિવારની સાત વર્ષની માસુમ બાળકીનું અપહરણ થયું હતું. સવારે અગિયાર વાગ્યે અપહરણ થયેલી બાળકી નજીકમાં આવેલ એક મકાનમાંથી મૃત હાલતમાં મળી આવી હતી
સુરત: માસૂમ બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસ મામલે સુરત કોર્ટ દ્વારા વધુ એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. ચોકબજાર વિસ્તારમાં 7મી ડિસેમ્બરના રોજ સાત વર્ષની માસૂમ બાળકી જોડે બનેલી રેપ વિથ મર્ડરની ઘટનામાં કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે. જ્યાં આવતીકાલે આરોપીને સજા સંભળાવવામાં આવશે. જેમાં ફરિયાદી પક્ષ અને બચાવપક્ષ દ્વારા આરોપીની સજા અંગેની દલીલ કરવામાં આવશે.
સુરતના ચોકબજાર પોલીસ મથકની હદમાં 7મી ડિસેમ્બરના રોજ યુપીવાસી પરિવારની સાત વર્ષની માસૂમ બાળકીનું અપહરણ થયું હતું. સવારે અગિયાર વાગ્યે અપહરણ થયેલી બાળકી નજીકમાં આવેલ એક મકાનમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. મુકેશ પંચાલ નામના શખ્સ દ્વારા માસૂમ બાળકીનું અપહરણ કરી પોતાના ઘરે લઈ ગયો હતો. જે બાદ નરાધમ દ્વારા માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારી તેણીની હત્યા કરી લાશ કોથળામાં ભરી પેટી પલંગમાં મૂકી ફરાર થઇ ગયો હતો. ચોક બજાર પોલીસે ગુનો નોંધી નરાધમને શોધી કાઢવા તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી.
આ દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો હતો. સુરતમાં ચકચારીત માસુમ બાળકી જોડે બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા હતા. આરોપી ઝડપી સજા થાય તે માટેના પ્રયાસ ચોકબજાર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા અને ખૂબ જ ટૂંકા ગાળામાં કેસની ચાર્જશીટ તૈયાર કરી સુરત કોર્ટમાં ફાઇલ કરવામાં આવી હતી. જે કેસની ટ્રાયલ માત્ર બે મહિનાની અંદર જ પૂર્ણ કરી દેવામાં આવી હતી. કેસમાં કુલ 46 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. જે કેસમાં નામદાર કોર્ટ દ્વારા આજ રોજ નરાધમ આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે સજાનું એલાન આવતીકાલ સુધી મુલતવી રાખવામાં આવી હતી. આરોપીને કેટલી સજા કરવી તે અંગે સરકારી વકીલ અને બચાવપક્ષના વકીલ આવતીકાલે કોર્ટમાં દલીલો કરશે.
આ અંગે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાળાએ જણાવ્યું હતું કે, આ કેસમાં સાયન્ટિફિક પુરાવા પોલીસે મેળવ્યા હતા. બાળકીની ઉંમર 6 વર્ષ અને 8 માસની હતી. આરોપીને ગુના બાદ ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યો હતો. કેસમાં ખૂબ જ ટૂંકા ગાળામાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. જાન્યુઆરી મહિનામાં ઇન્સાફી કાર્યવાહી શરૂ થઈ હતી. જે સુરત કોર્ટમાં ડે ટુ ડે ચાલી હતી. ફરિયાદ પક્ષે શંકા રહીત કેસ પુરવાર કર્યો છે. આવતીકાલે 11 વાગ્યે સજા અંગે દલીલ થશે. આ કેસમાં સજાની જોગવાઈ જોતા આજીવન કેદની સજાથી લઈ ફાંસીની સજાની જોગવાઈ છે. તમામ કલમો હેઠળ નામદાર કોર્ટે આરોપીને દોષી જાહેર કર્યો છે. આઈપીસીની કલમ 302,376 અને પુરાવાનો નાશ કરવા જેવી કલમો હેઠળ આરોપીને દોષી કરાર આપવામાં આવ્યો છે. બાળકી પ્રત્યે ક્રુરતા આચરી છે તે મુજબ આરોપીને ફાંસીને સજા થાય તે માટેની દલીલ કરવામાં આવશે.
આ કેસમાં સુરત પોલીસે ખૂબ સરાહનીય કામગીરી કરી છે. માસૂમ બાળકીની લાશ આરોપીના ઘરમાંથી મળી આવી હતી. કેસમાં 46 સાક્ષીઓ તપાસમાં આવ્યા હતા. કેસમાં મેડિકલ, સાયન્ટિફિક, એફએસએલ અને સીસીટીવી જેવા પુરાવા મુકવામાં આવ્યા હતા. 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી જોડે રેપ વિથ મર્ડર હોય મહતમ સજા થાય તે માટેના સરકાર તરફથી પ્રયાસ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે માસુમ બાળકીઓ જોડે બનતી આ પ્રકારની ઘટનામાં સુરત કોર્ટે હંમેશા આકરું વલણ અપનાવ્યું છે. ત્યારે આવતીકાલે સુરત કોર્ટમાં થનારી સજા અંગેની દલીલો બાદ નામદાર કોર્ટ શુ સજા સંભળાવે છે તેના પર સૌ કોઈની નજર છે.