દુધ લઈને લિફ્ટમાં આવી રહેલી કિશોરીના ખભા ઉપર હાથ મૂકી છાતી દબાવવા માંડી હતી. કિશોરીએ પકડમાંથી છૂટવા પ્રયાસ કરતા વૃદ્ધે તેના ગુપ્તાંગના ભાગે હાથ ફેરવ્યો હતો
સુરતમાં સતત બાળકી અને કિશોરી સાથે શારીરિક છેડછાડની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ગતરોજ સુરતના લીંબાયત વિસ્તારમાં 12 વર્ષીય કિશોરી દૂધ લઈ ઘરે પરત ફરતી હતી ત્યારે એપાર્ટમેન્ટની લિફ્ટમાં 65 વર્ષના વૃધ્ધે કિશોરીની શારીરિક છેડતી કરી હતી. જોકે કિશોરીએ સમગ્ર ઘટના પરિવારને કહેતા પરિવારે પોલીસ મથકે દોડી આ વુધ્ધ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ વુધ્ધની ધરપક્ડ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં છેલ્લા લાંબા સમયથી બાળકી સાથે કિશોરીની શારીરિક છેડછાડની સતત ઘટના સામે આવી રહી છે, ત્યારે ગતરોજ આવી વધુ એક ઘટના સામે આવી છે. સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા પરિવારની 12 વર્ષની બાળકી સવારે તેના કાકી ઘરે આવ્યા હોય મમ્મીએ કહેતા 9 વાગ્યે સોસાયટીના પાર્લરમાં દૂધ લેવા ગઈ હતી.
કિશોરી દૂધ લઇ લિફ્ટમાં ઉપર ચઢતી હતી ત્યારે તેના જ કોમ્પલેક્ષમાં પાંચમા માળે રહેતા 65 વર્ષના ભુપતભાઇ પુનાભાઈ ઝાલોંરા તેની સાથે પ્રવેશ્યા હતા. તેમણે લિફ્ટનો દરવાજો બંધ કરી તરત જ કિશોરીના ખભા ઉપર હાથ મૂકી છાતી દબાવવા માંડી હતી. કિશોરીએ પકડમાંથી છૂટવા પ્રયાસ કરતા વૃદ્ધે તેના ગુપ્તાંગના ભાગે હાથ ફેરવ્યો હતો. તે સમયે જ પોતાનો ફ્લોર આવતા કિશોરી વૃદ્ધને ધક્કો મારી બહાર નીકળીને ઘરમાં ચાલી ગઈ હતી.
જોકે, મમ્મીને દૂધની થેલી આપી તે કંઈ પણ કહ્યા વિના બીજા રૂમમાં ચાલી જતા તેની માતાએ રૂમમાં ગઈ ત્યારે તે રડતી હતી. કારણ પૂછતાં કિશોરીએ લિફ્ટમાં બનેલી ઘટના અંગે કહેતા તરત માટે દીકરી સાતે બનેલી ઘટના તેના પિતાની કહીને આ મામલે ફરિયડ કરવા પોલીસ મથકે દોડી ગયા હતા અને આ વૃદ્ધ સામે શારીરિક છેડછાડની ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આ વૃદ્ધની ધરપકડ કરી તેના વિરુદ્દ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર