જલારામ મંડળના નામે મહારાષ્ટ્રથી આવેલા વૃદ્ધે પ્રસાદીના નામે 80 હજારની છેતરપિંડી કરી
જલારામ મંડળના નામે મહારાષ્ટ્રથી આવેલા વૃદ્ધે પ્રસાદીના નામે 80 હજારની છેતરપિંડી કરી
છેતરપિંડીની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
મહારાષ્ટ્રના થાણેથી આવી છું અને પ્રસાદી ખરીદવી છે તેમ કહી દુકાનદારનો વિશ્વાસ જીતી લીધા બાદ દુકાનદાર સાથે છેતરપિંડી કરી હતી. જોકે સમગ્ર ઘટના દુકાનમાં રહેલા સીસીટીવીમાં કેદ થતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
મહારાષ્ટ્ર (Maharashtra)થી આવેલા વૃદ્ધે પ્રસાદી ખરીદવાની વાત કરી દુકાનદાર સાથે 80 હજાર રૂપિયાની છેતરપિંડી (Dry Fruit Fraud) કરી હતી જે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા દુકાનદારે આ મામલે ખટોદરા પોલીસ (Khatodara Police)માં ફરિયાદ નોંધાવી છે. મહારાષ્ટ્રના થાણેથી આવી છું અને પ્રસાદી ખરીદવી છે તેમ કહી દુકાનદારનો વિશ્વાસ જીતી લીધા બાદ દુકાનદાર સાથે છેતરપિંડી કરી હતી. જોકે સમગ્ર ઘટના દુકાનમાં રહેલા સીસીટીવીમાં કેદ થતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
છેતરપિંડી અનેક ઘટનાઓ આજદિન સુધી સામે આવી છે ત્યારે આજની એક ઘટના સામે આવતાં લોકો પણ વિચારમાં પડી ગયા હતા. સુરતના કડોદરા વિસ્તારમાં ખટોદરા વિવેકાનંદ ગાર્ડન સામે જીવકોર સીસાયટી ખાતે દુકાન ડ્રાયફ્રુટ બજાર નામે ડ્રાઇક્રુટની દુકાનમાં મહારાષ્ટ્રના થાણેથી આવેલા વયોવૃદ્ધ મહિલા સાથે ડ્રાયફુટની દુકાનમાં આવીને પોતાની ઓળખ જલારામ મંડળ વીરપુરના વડા હોવાની આપી હતી. પોતાની હેડ ઓફીસ મહારાષ્ટ્ર થાણે વેસ્ટ ખાતે આવેલ હોવાનું જણાવ્યું હતું.
તેમણે પ્રસાદ રૂપે વહેચવા માટે વધારે જથ્થામા ડ્રાયફુટની જરૂર હોવાનું જણાવી 66 કિલો કાજુ કિ.રૂ 49,310 તથા 42 કિ.ગ્રા બાદામ કિ.રૂ .28, 673 તથા 1 કિ.ગ્રા અખરોટ કિરૂ .1100 મળીને કુલ્લે કિ.રૂ 79083ના ડ્રાયફ્રુટ ખરીદ્યા હતા. આ દરમિયાન તેમણે કોમ્પ્યુટર રાઈઝ બિલ બનાવવાનું કીધું હતું. જેથી વિગત પુછતા તેમણે જલારામ મંડલના નામે બીલ બનાવવાનું જણાવેલ અને પોતે લીધેલો સામાન પોતાની ટેક્સી પાર્સિંગની ગાડીમાં મુકવા માટે જણાવ્યું હતું.
જોકે મહિલાએ ગાડીમાંથી પેમેન્ટ લેવાના બહાને દુકાનની બહાર નીકળીને આવું છું અને તેની સાથે રહેલી મહિલા ગાડીમાં બેઠી ફરાર થઈ ગયા હતા. જોકે આ સમગ્ર ઘટના દુકાનમાં રહેલા સીસીટીવીમાં કેદ થઈ જતા દુકાન માલિકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વેપારી સાથે પ્રસાદના નામે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ થઇ છે. હાલમામાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે તેમ જ જે મોબાઇલ નંબર અને તેમને એડ્રેસ લખાવ્યા છે. તેના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર