સુરતમાં એક આઠ મહિનાની બાળકી પાણીની ડોલમાં પડતા મોતની ઘટના બની હતી. પલંગ પર સુતેલી આઠ મહિનાની બાળકી પાણીની ભરેલી ડોલમાં પડી જવાથી મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.
નાગસેન નગરમાં આઠ મહિનાની બાળકી પલંગ પર સુતી હતી તે દરમિયાન પલંગ નીચે એક પાણીની ડોલ મુકી હતી. પાણીની ભરેલી ડોલમાં બાળકી પડી ગઇ હતી. જો કે પરિવારને આ બાળકી પાણીની ડોલમાં પડી છે તેનો ખ્યાલ ન હતો પરંતુ બાદમાં ખબર પડતા જ બાળકીને તરત જ બહાર કાઢવામાં હતી. તે દરમિયાન બાળકી મૃત અવસ્થામાં હતી.
આ ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ તપાસ અર્થે પહોંચી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.