Home /News /surat /Amit Shah on Kejriwal:'ગુજરાતમાં નવા રાજકીય પક્ષો આવ્યા, તેમનો સફાયો થઈ ગયો': અમિત શાહ

Amit Shah on Kejriwal:'ગુજરાતમાં નવા રાજકીય પક્ષો આવ્યા, તેમનો સફાયો થઈ ગયો': અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો ચોંકાવનારા હતા. ભાજપે 156 બેઠકો મેળવીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.આ ચૂંટણીમાં પ્રથમ વખત લડીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું છે. ત્યારે સુરત પહોંચેલા અમિત શાહે આમ આદમી પાર્ટી પર ટોણો માર્યો છે. તેમણે કહ્યું કે, મોટા દાવા કરનારાઓને ખતમ કરી દેવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
સુરતઃ સુરતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે ભાજપના સુરત શહેર અને જિલ્લા સમિતિ દ્વારા આયોજિત નવા ચૂંટાયેલા ધારાસભ્યોના સન્માન સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ સંબોધન કર્યું હતું. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધતા અમિત શાહે ગુજરાત ચૂંટણીમાં મળેલી જીતને ખાસ ગણાવી હતી.

અમિત શાહે કહ્યું કે, ગુજરાતની જીતથી દેશભરના કાર્યકરોમાં નવો ઉત્સાહ આવશે. તેમણે કહ્યું કે, આ જીત આગામી ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની સકારાત્મક જીત છે. તેમણે આમ આદમી પાર્ટીનું નામ લીધા વિના તેના પર પણ નિશાન સાધ્યું અને ભાજપની જીતનો શ્રેય પન્ના પ્રમુખોને આપ્યો હતો.

આ પણ વાંચો: અમે બળદમાંથી દૂધ કાઢી લાવ્યા: ગુજરાતની ચૂંટણીમાં 5 સીટ જીતી લાવતા કેજરીવાલ ખુશ થઈ ગયાં

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટી (AAP) પર કટાક્ષ કરતા કહ્યું કે, ગુજરાતમાં નવા રાજકીય પક્ષો આવ્યા, ઉંચા દાવા કર્યા અને વિધાનસભાની ચૂંટણી પહેલા ગેરેન્ટી આપી, પરંતુ પરિણામો બાદ તેનો સફાયો થઈ ગયો છે. સુરતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરોને એક વિડિયો સંબોધનમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં પાર્ટીની પ્રચંડ જીત એ સાબિત કરે છે કે, ગુજરાત ભાજપનો ગઢ હતો અને હંમેશા રહેશે.

અમિત શાહે કહ્યું કે, 'ગુજરાતમાં નવી પાર્ટીઓ આવી, ઉંચા દાવા કર્યા અને ગેરેન્ટી આપી, પરંતુ ચૂંટણીના પરિણામો બાદ તેનો સફાયો થઈ ગયો છે.' તાજેતરમાં પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કુલ 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો હતો.

આ પણ વાંચો: અમિત શાહની હાજરીમાં જ મમતા બેનર્જી અને BSFના અધિકારીઓ વચ્ચે ઉગ્ર દલિલ થઈ, સરહદ સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો

અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAPએ અનેક ચૂંટણી વચનો આપ્યા હતા, પરંતુ પાંચ બેઠકો જીતવામાં સફળ રહી હતી. જોકે પ્રથમ વખત લડીને ભાજપના ગઢમાં ગાબળું પાડવાનું પણ કામ કર્યું છે. કોંગ્રેસ 17 બેઠકો સાથે બીજા ક્રમે છે. શાહે કહ્યું કે, "ભાજપની આ ઐતિહાસિક જીતે દેશને સંદેશ આપ્યો છે કે, ગુજરાત ભાજપનો ગઢ હતો, છે અને રહેશે."
First published:

Tags: Aam adami party, Amit Shah visit Gujarat, Arvind kejrival, Surat news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો