Home /News /surat /Patidar Case News: પાટીદાર આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યા હતા તેમના પરિવારને નોકરી આપો: અલ્પેશ કથિરિયા
Patidar Case News: પાટીદાર આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યા હતા તેમના પરિવારને નોકરી આપો: અલ્પેશ કથિરિયા
ગુજરાતમાં અનામત આંદોલન વખતે પાટીદારો પર પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતાં. જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી.
સમગ્ર ગુજરાતમાં આંદોલન થયું હતું, જેમાં હિંસા, આગચંપી, તોડફોડ થઈ હતી અને ગુજરાતમાં 14 પાટીદાર યુવાનોના મોત પણ થયા હતા. ત્યારે ગુજરાત સરકારે અમદાવાદમાં નોંધાયેલા હિંસાના દસ કેસ પાછા ખેંચીને ચૂંટણીનો દાવ રમ્યો છે
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન (Patidar Anamat Andolan) દરમિયાન થયેલી હિંસા સંદર્ભે રાજ્યભરમાં પાટીદાર યુવાનો અને નેતાઓ (Patidar Leader) વિરૂદ્ધ અલગ-અલગ કેસ નોંધાયા હતા, જેમાંથી ગુજરાત સરકારે (Gujarat government) દસ કેસ પાછા ખેંચી લીધા છે. રાજ્ય સરકાર દ્વારા 10 કેસ પરત ખેંચાત પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના નેતા અલ્પેશ કથિરિયા (Alpesh Kathiria) અસંતુષ્ટ છે. તેમનું કહેવું છે કે ગુજરાતમાં 140થી વધુ કેસ પેન્ડિંગ છે જે પાછા ખેંચવા પડશે.
6 વર્ષ પહેલા હાર્દિક પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમુદાયને અનામત મેળવવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PASS)ની રચના કરવામાં આવી હતી. પાટીદાર નેતા હાર્દિક પટેલના નેતૃત્વમાં પાસ દ્વારા સમગ્ર ગુજરાતમાં આંદોલન થયું હતું, જેમાં હિંસા, આગચંપી, તોડફોડ થઈ હતી અને ગુજરાતમાં 14 પાટીદાર યુવાનોના મોત પણ થયા હતા. ત્યારે ગુજરાત સરકારે અમદાવાદમાં નોંધાયેલા હિંસાના દસ કેસ પાછા ખેંચીને ચૂંટણીનો દાવ રમ્યો છે, પરંતુ હાર્દિક પટેલ બાદ પાસના નેતા અલ્પેશ કથીરિયાએ દસ કેસ પાછા ખેંચી લેવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા તેઓને 10 કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. દસ કેસ પાછા ખેંચવાથી સંતુષ્ટ નથી કારણ કે સમગ્ર ગુજરાતમાં 140થી વધુ કેસો પેન્ડિંગ છે અને ઘણી વધુ માંગણીઓ પેન્ડિંગ છે.
અલ્પેશ કથિરિયાએ વધુમાં કહ્યું કે, ગુજરાત સરકારે બધા પર ધ્યાન આપવાની જરૂર છે. જો કે પાટીદાર આગેવાનો અને કાર્યકરોને એક આશા બંધાઈ છે તે ત્રણ વર્ષની માંદગી બાદ આ રીતે કેસ પરત ખેંચાઇ રહ્યા છે ત્યારે તેમના અન્ય કેસો પણ સરકાર ઝડપથી પરત ખેંચે. અને જે લોકો આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યા હતા તેમના પરિવારને નોકરી આપે. પણ જે પ્રકારના સમિકરણો સામે આવ્યા છે. ખાસ કરીને નરેશ પટેલ ચૂંટણી પહેલા પાટીદાર આગેવાન તરીકે કેવી રીતે તેમની કોંગ્રેસ-ભાજપ અને આમ આદમી પાર્ટીમાં ખેંચતાણ ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખી પાટીદારોને ચૂંટણી સમયે લોબાવવાનો આ એક પ્રયાસ કર્યો હોય તેવું જ લાગે છે.
જણાવી દઇએ કે, ગુજરાતમાં અનામત આંદોલન વખતે પાટીદારો પર પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતાં. જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી. 228 પોલીસ ફરિયાદો રદ કરાઇ છે. હજુ 140થી વધુ કેસો પેન્ડિંગ છે. વર્ષ 2015માં પાટીદારોને અનામત આપવાની માંગ દરમિયાન થયેલા આંદોલન વખતે ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી. જેમાં 14 પાટીદાર યુવકોના મોત થયા હતા.
પાટીદાર અનામત આંદોલન બાદ આટલા કેસ નોંધાયા
જણાવી દઇએ કે, પાટીદાર અનામત આંદોલનમાં ટોટલ 900 કેસ નોંધાયા હતા. જેમાં 485 કેસ શરૂઆતમાં ટકવા પાત્ર ના હોવાથી નીકળી ગયા હતા. બાદ માં સરકારે 235 કેસની યાદી તૈયાર થઇ હતી. અત્યાર સુધીમાં 48 કેસ પરત ખેંચવામાં આવ્યા છે. ત્યાં જ હવે 187 કેસ પેન્ડિંગ છે.
રાજ્ય સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ પરત ખેંચવામાં આવ્યા છે. જ્યારે મેટ્રો પોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેચાયા છે. નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચ, સાબરમતી, નવરંપુરા અને શહેરકોટડામાં 1-1 જ્યારે કૃષ્ણનગરના 2 કેસ છે જે પરત ખેંચવામાં આવ્યા છે. હાર્દિક સામેના રામોલ પોલીસ સ્ટેશનમાં થયેલ કેસ અંગે 15 એપ્રિલના રોજ હુક્મ થશે.