Home /News /surat /સુરતના યોગી ચોકમાં આપની સભા પર ભાજપના કાર્યકરોએ પથ્થરમારો કર્યાનો આક્ષેપ

સુરતના યોગી ચોકમાં આપની સભા પર ભાજપના કાર્યકરોએ પથ્થરમારો કર્યાનો આક્ષેપ

આપના કાર્યકરોએ ભાજપના કાર્યકરો પર પથ્થરમારો કર્યાના આક્ષેપ કર્યા છે.

Surat AAP Sabha: સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા યોગી ચોકમાં આમ આદમી પાર્ટીની સભા યોજવામાં આવી હતી. તેમાં ભાજપના કાર્યકરોએ પથ્થરમારો કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

    સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં યોગી ચોકમાં આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી. તેમાં ભાજપના કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો હતો. તેને લઈને આપના કાર્યકર્તાઓએ પણ સામે વળતો પ્રહાર કરી પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં મોટી સંખ્યામાં વાહનોને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત ઘટના વિશે જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાઢ્યો હતો.



    ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દરેક પાર્ટી ઠેર-ઠેર જાહેર સભાઓ યોજી ચૂંટણી પ્રચાર કરી રહી છે. બધી જ પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે આવી પહોંચ્યા છે.

    કેજરીવાલે શાસક પક્ષ પર આક્ષેપ કર્યા હતા


    સુરત પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલાએ અચાનક ફોર્મ પરત ખેંચી લેતા રાજકારણમાં ફરી ગમાવાયો આવી ગયો છે. આ અંગે આપના સંયોજક અરવિંદ કેજરીવાલે આક્ષેપ કર્યો છે કે, જરીવાલાને ફોર્મ પરત ખેંચવા માટે શાષક પક્ષ દ્વારા ભારે દબાણ કરવામાં આવ્યું હતુ. જે બાદ મનિષ સિસોદિયાએ પણ ટ્વિટ અને વીડિયો જાહેર કરીને આક્ષેપો લગાવ્યા છે. આ સાથે તેઓ આ અંગે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરવા જઇ રહ્યાનું જણાવી રહ્યા છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: AAP Gujarat, Bjp gujarat, Surat news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन