Home /News /surat /ગુજરાત ચૂંટણીનો પ્રચાર કરી રહેલા ઓવૈસી સામે 'મોદી-મોદી'નાં લાગ્યા નારા, જુઓ વીડિયો

ગુજરાત ચૂંટણીનો પ્રચાર કરી રહેલા ઓવૈસી સામે 'મોદી-મોદી'નાં લાગ્યા નારા, જુઓ વીડિયો

Gujarat Election in Surat : હૈદરાબાદનાં સાંસદ જેવા સંબોઘન કરવા આવ્યા ત્યારે કેટલાક યુવાનોએ દેશના વડાપ્રધાન મોદીના નારા પણ લગાવ્યા હતા

Gujarat Election in Surat : હૈદરાબાદનાં સાંસદ જેવા સંબોઘન કરવા આવ્યા ત્યારે કેટલાક યુવાનોએ દેશના વડાપ્રધાન મોદીના નારા પણ લગાવ્યા હતા

  સુરત : રાજ્યમાં હાલ આગામી ચૂંટણી પહેલાનો ગરમાવો વ્યાપી રહ્યો છે. ત્યારે તમામ રાજકીય પક્ષો લોકોને મળીને પોતાની વાત મુકી રહ્યા છે. આજ રીતે એઆઈએમઆઈએમનાં ચીફ અસદુદ્દીન ઓવેસી સુરતમાં જનસભા સંબોધવાની શરૂઆત કરી રહ્યા હતા. જે દરમિયાન કેટલાક લોકોએ ત્યાં આવીને કાળા વાવટા લહેરાવ્યા અને મોદી મોદીનાં નારા પણ લગાવ્યા હતો. રવિવારે સાંજે વારિશ પઠાન સાથે તેઓને સભાને સંબોધિત કરવાની હતી.

  હૈદરાબાદનાં સાંસદ જેવા સંબોઘન કરવા આવ્યા ત્યારે કેટલાક યુવાનોએ દેશના વડાપ્રધાન મોદીના નારા પણ લગાવ્યા હતા. આ સાથે ઓવૈસી વિરુદ્ધમાં કાળા ઝંડા પણ લહેરાવ્યા હતા. યુવાનો બોલતા સંભળાઇ રહ્યા છે કે, ઓવૈસી પાછા જાવ. જે બાદ લોકોએ મોદી મોદીનાં નારા પણ લગાવ્યા હતા.

  આ પણ વાંચો: હર્ષ સંઘવીએ ફોર્મ ભરતા પહેલા પાટિલનાં લીધા આશીર્વાદ, વડાપાંવની માણી લિજ્જત  થોડા દિવસ પહેલા જ AIMIMનાં અસદુદ્દીન ઓવૈસી વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન ઓવૈસી અને તેમના સાથીદારો અમદાવાદથી સુરત જે ટ્રેનમાં જઈ રહ્યા હતા તે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ દાવો AIMIM નેતા વારિસ પઠાણે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરીને કર્યો હતો.  નોંધનીય છે કે, સુરત આવવાનાં 20થી 25 કિલોમીટર પહેલા જ આ પથ્થર ફેંકાયો હતો. પરંતુ તપાસ બાદ સામે આવ્યું હતુ કે, આ કોઇપણ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો ન હતો. પરંતુ ત્યાં કામ ચાલી રહ્યુ હતુ તેમાંથી જ એક પથ્થર આવીને કાંચ પર વાગ્યો હતો.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, અમદાવાદ, ગુજરાત, ગુજરાત ચૂંટણી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन