Home /News /surat /ઉત્તમ કામગીરી બદદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ, સુરત પોલીસ અને ગૃહ મંત્રીનું સુરતમાં સન્માન કરવામાં આવ્યું
ઉત્તમ કામગીરી બદદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ, સુરત પોલીસ અને ગૃહ મંત્રીનું સુરતમાં સન્માન કરવામાં આવ્યું
ગૃહ મંત્રીનું સુરતમાં સન્માન
Surat News: દિવાળીના આગલા દિવસે અમરેલીથી સુરત આવતી બસમાં અમદાવાદ નજીક કેટલા લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા હતા. આ ગુનામાં સરાણીયા કામગીરી કરનાર અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે આનંદ ગ્રામ્ય પોલીસ અને સુરત પોલીસનું અભિવાદન સુરતના આગને રાખવામાં આવ્યું હતું.
સુરત: દિવાળીના આગલા દિવસે અમરેલીથી સુરત આવતી બસમાં અમદાવાદ નજીક કેટલા લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા હતા. આ ગુનામાં સરાણીયા કામગીરી કરનાર અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે આનંદ ગ્રામ્ય પોલીસ અને સુરત પોલીસનું અભિવાદન સુરતના આગને રાખવામાં આવ્યું હતું. જો કે આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હાજર રહ્યા હતા. ગણતરીના દિવસોમાં આરોપી પકડ્યા બાદ વ્યાપારીઓને તેમનો માલ પરત આપવાનો કાર્યક્રમને લઈને વેપારીઓ અને ખાસ કરીને આંગડિયા સંચાલકોમાં ઉત્સવનો માલ જોવા મળ્યો હતો.
સુરત પોલીસની સન્માન કરવામાં આવ્યું
ગુજરાત રાજ્યના ગૃહમંત્રીનું સુરતમાં સન્માન કરવામાં આવ્યું હતું. દિવાળીના આગલા દિવસે અમરેલીથી સુરત આવતી બસમાં અમદાવાદ ગ્રામ્ય ધંધુકાથી લૂંટ ચલાવી હતી. આ બસમાં આંગડિયા પેઢીનો 300 વેપારીઓનો માલ લુટાયા હોવાની જાણકારી મળતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે આનંદ ગ્રામ્ય પોલીસ અને સુરત પોલીસે સંયુક્ત ઓપરેશન કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર ઘટનામાં મુખ્ય આરોપી સુરતથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આરોપીને ઝડપી પાડ્યા બાદ વેપારીઓનો માલ આપવાને લઈને વેપારીઓમાં ઘણી મૂંઝવાન હતી. ત્યારે સુરતના આંગણે આજે સુરતના વેપારીઓને લૂંટાયેલો માલ પરત આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અમદાવાદ માન્ય પોલીસ અને સુરત પોલીસનું અભિવાદન અને સન્માન કરવા સાથે સાથે 100 દિવસની અંદર 300 વેપારીઓનો માલ પરત આપી. ગુજરાતના ગૃહમંત્રીએ નવો ચિલો શરૂ કર્યો છે.
ગુજરાતની ધરતી ઉપર કામ કરતા વેપારીઓનો માલ અથવા તો તેમના રૂપિયા ક્યાય નહી જાય તેવી બાયધરી પણ આપી હતી. આ સાથે સાથે સુરત પોલીસની ગુનાખોરી ડાબાની જે કાર્યશૈલી છે તેને લઈને તેમને બુક ઓફ રેકોર્ડમાં નામ સામેલ થાય તેવી પણ ભલામણની વાત જાહેરમાં કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં હીરા વેપારીઓ, ડાયમંડ એસોસિએશન અને આંગડિયા એસોસિયેશન દ્વારા સુરત અમદાવાદ અને આનંદ પોલીસના સન્માન સાથે ગૃહમંત્રીએ જે કામગીરી કરી રહ્યા છે તેને અભિવાદનનો કાર્યક્રમ ખાસ રાખવામાં આવ્યો હતો.