Home /News /surat /અમદાવાદના મહાઠગ મિ. નટવરલાલના છેડા સુરત સુધી પહોંચ્યા, ઉદ્યોગપતિ માંડ માંડ બચ્યા!

અમદાવાદના મહાઠગ મિ. નટવરલાલના છેડા સુરત સુધી પહોંચ્યા, ઉદ્યોગપતિ માંડ માંડ બચ્યા!

ફાઇલ તસવીર

તાજેતરમાં જ પીએમઓના અધિકારી તરીકે તંત્રનો દૂર ઉપયોગ કરતો ગુજરાતી કિરણ પટેલને જમ્મુ-કાશ્મીર પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ એકપછી એક તેના ઠગાઈના લોકો બહાર આવી રહ્યા છે.

સુરતઃ તાજેતરમાં જ પીએમઓના અધિકારી તરીકે તંત્રનો દૂર ઉપયોગ કરતો ગુજરાતી કિરણ પટેલને જમ્મુ-કાશ્મીર પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ એકપછી એક તેના ઠગાઈના લોકો બહાર આવી રહ્યા છે. આ ઠગનો કારસ્તાનના છેડા હવે સુરત પહોંચી ગયા છે. સુરતના ઉદ્યોગપતિને અમદાવાદ અને જમ્મુ-કાશ્મીરમાં પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સુરતના ઉદ્યોગપતિને પ્રભાવિત કર્યા હતા


વેપારીએ આ મામલે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરી સમગ્ર ઘટના જણાવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, અમદાવાદનો રહેવાસી એવો ડોક્ટર કિરણ પટેલના નામથી જાણીતો થયેલો વ્યક્તિ પોતાને પીએમઓનો અધિકારી ગણાવી જમ્મુ કાશ્મીરમાં મિલેટ્રી કોન્વો ફરતા વેચીને જમ્મુ કાશ્મીર પોલીસે ઝડપી પાડ્યા બાદ માલૂમ પડ્યું હતું કે, આ કોઈ પીએમઓનો અધિકારી નહીં પણ એક ઠગ મિસ્ટર નટવરલાલ છે. ત્યારે સુરતના ઉદ્યોગપતિને આ ઠગે મળ્યા બાદ પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ દિનેશ નાવડીયાને થોડા સમય પહેલાં જી 20 સમિટ માટે ફોન આવ્યા બાદ અમદાવાદ બોલાવ્યા હતા અને એક હોટલમાં મિટિંગ કરી હતી. તે સમયે તેનો ઠાઠ જોઈ સુરતના ઉદ્યોગપતિ પણ પ્રભાવિત થયા હતા.



ઉદ્યોગપતિને જમ્મુ કાશ્મીર બોલાવવાની વાત કરતા વેપારીએ પોતે પરિવાર સાથે જમ્મુ કાશ્મીર જતા હોવાનું કીધું હતું ત્યારે તેમને જમ્મુ કાશ્મીરની હોટલે પણ મળવા આવ્યો હતો. તે સમયે તેનો રૂવાબ અને ઢાળ જોઈ સુરતના વેપારી પ્રભાવિત થયા હતા. આર્મીની પાંચ ગાડીના કોન્વો સાથે આ મહાઠગ આ વેપારીને મળવા પહોંચ્યો હતો અને કોઈપણ લાઇસનિંગના કામ સાથે જમ્મુ કાશ્મીરમાં જમીન જોઈતી હોય તો ની વાત કરી હતી. જો કે, બે દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા મારફતે આ વ્યક્તિ પકડાયા બાદ ઠગવાનું જાણતા વેપારી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સામાન્ય વ્યક્તિ તો ઠીક પણ દેશની મીડિયા ઉચ્ચ અધિકારીઓ સાથે મિલેટ્રીને પણ ઉલ્લુ બનાવી જે પ્રકારે ઠાઠ ભોગવી રહ્યો હતો. તેને લઈને તેઓ પણ એક સમય માટે ચિંતામાં પડી ગયા હતા.
Published by:Vivek Chudasma
First published:

Tags: Surat crime news, Surat news, Surat police